જાણો ફેંગશૂર્ઇ, કાચબાને ઘરમાં કે ઓફિસમાં આ દિશામાં રાખવાથી બને છે ધન પ્રાપ્તિના યોગ
જાણકારોના મત મુજબ કાચબાને ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિનો વાસ થાય છે, ઘરમાં શાંતિ બની રહે છે અને સમસ્યાઓનો પણ અંત આવે છે. ઘરમાં કાચ, વૂડન કે ચાંદી,ક્રિસ્ટલનો કાચબો રાખી શકાય..
Vastu Tips:સનાતન ધર્મમાં કાચબાનું વિશેષ મહત્વ છે. દશાવતાર કાચબામાં ભગવાન શ્રીહરિ વિષ્ણુના અવતાર છે. શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી હરિ વિષ્ણુનો બીજો અવતાર કાચબો છે. આ અવતારમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ સમુદ્ર મંથન વખતે મંદાર પર્વત અને વાસુકી નાગની મદદ કરી હતી. આ દરમિયાન મંદારે વિષ્ણુ પર્વતે કાચબાને કવચ પર ધારણ કર્યું હતું. આ માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુના બીજા અવતારની પૂજા કરવામાં આવે છે. તેમજ લોકો પોતાના ઘરે કાચબો રાખે છે. જ્યોતિષ શાસ્ત્રના મત મુજબ ઘરમાં કાચબો રાખવો ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેમજ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ફેંગશુઈમાં કાચબાને ઘરમાં રાખવાના ફાયદા પણ જણાવવામાં આવ્યા છે. આવો જાણીએ
જાણકારોના મત મુજબ કાચબાને ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિનો વાસ થાય છે, ઘરમાં શાંતિ બની રહે છે અને સમસ્યાઓનો પણ અંત આવે છે. ઘરમાં કાચ, વૂડન કે ચાંદી,ક્રિસ્ટલનો કાચબો રાખી શકાય..
વાસ્તુશાસ્ત્ર મુજબ કાચબો હંમેશા ઉત્તર દિશા રાખવો જોઇએ. તેનાથી ઘરમાં ધન લાભ થાય છે. તેમજ શત્રુ પર વિજય મેળવી શકો છો. જો આપ પરેસાનીમાંથી પસાર થઇ રહ્યાં હો તો કાચબાને ઘરમાં અવશ્ય રાખો.
જો લાંબા સમયથી ઘરમાં કોઇ બીમાર હોય. તો ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં કાચબાની તસવીર લગાવો. ઘરમાં આ દિશામાં કાચબાની તસવીર લગાવવાથી કલેશ પણ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે છે.
જો આપ રોજગાર અથવા વ્યવસાયમાં પ્રગતિ ઇચ્છો છો તો ઓફિસ કે દુકાનમાં કાચબાની તસવીર અવશ્ય લાગવો,. તેનાથી બધાજ બગડેલા કામ સુધરવા લાગે છે અને બિઝનેસમાં પ્રોફીટની સ્થિતિ બને છે. ધન પ્રાપ્તિના માર્ગ ખુલ્લે છે. એક વસ્તુનું અવશ્ય ધ્યાન રાખો કે કાચબાને દક્ષિણ પૂર્વી દિશામાં લગાવો. તેનાથી બધા જ બગડેલા કામ સુધરવા લાગે છે. ઘરના મુખ્ય દ્વાર પણ પણ કાચબાની તસવીર રાખવી શુભ મનાય છે.