Pisces Yearly Horoscope: વિક્રમ સવંત 2081 મીન રાશિને યશ પ્રતિષ્ઠામાં કરાવશે વૃદ્ધિ, જાણો વાર્ષિક રાશિફળ
Pisces Yearly Horoscope:તારીખ 29-3-2025થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરતા, તમારી રાશિમાં આવશે. અહીં સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી પસાર થશે. અહીં તમે કર્મને ધર્મ માનીને સંયમ પૂર્વક કાર્ય કરશો તો મુશ્કેલી ઓછી રહેશે
Pisces Yearly Horoscope:વિક્રમ સંવત 2081ના વર્ષની શરૂઆતમાં વૃષભનો ગુરુ તમારી રાશિથી ત્રીજા ભાવે ભ્રમણ કરે છે, જેથી નોકરી વ્યવસાયમાં સ્થળ પરિવર્તનના યોગ બને નાનો મોટો ફ્લેશ થાય, થોડી ઘણી આર્થિક સમસ્યા ઊભી થાય,
તારીખ 14 -5 2025થી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી ચોથા સુખ ભાવમાંથી ભ્રમણ કરશે, જે વેપાર ધંધા નોકરીમાં ધનલાભનું સૂચન કરે છે આવકમાં વધારો થશે માલ મિલકત વધશે. મકાન વાહન ગાડીનું સુખ વધશે વૈભવમાં વધારો થઈ શકે છે. યસ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવશે.
વર્ષની શરૂઆતમાં કુંભનો શનિ તમારા બારમા વ્યયસ્થાને આવશે. અહીં તમારે સાડાસાતી પનોતીનો પ્રથમ તબક્કો રૂપાના પાસે માથા પરથી પસાર થાય છે જે માનસિક ચિંતા અને બેચેની ઉપજાવી વેપાર ધંધા નોકરીમાં નાની મોટી સમસ્યા આપે, પનોતીનો સમય હોવાથી હનુમાનજીની ઉપાસના કરવી, શનિદેવની ઉપાસના કરવી, સમય શાંતિથી પસાર કરવો. ખૂબ મોટા સાહસોથી બચવું ઉતાવળિયા નિર્ણયો ન લેવો.
તારીખ 29-3-2025થી શનિ મીન રાશિમાં પ્રવેશ કરતા, તમારી રાશિમાં આવશે. અહીં સાડાસાતી પનોતીનો બીજો તબક્કો સોનાના પાયે છાતી પરથી પસાર થશે. અહીં તમે કર્મને ધર્મ માનીને સંયમ પૂર્વક કાર્ય કરશો તો મુશ્કેલી ઓછી રહેશે. ખૂબ મોટા સાહસોથી બચવું, શાંતિથી સમય પસાર કરવો, ખર્ચ પર કાબુ રાખવો, થોડી ઘણી કસોટી નો સમય ગણી શકાય, શનિ ઉપાસના અને હનુમાનજીની ઉપાસના કરશો તો સુડીનો ઘા સોય થી ઉકેલી જશે શનિદેવ કાર્ય અનુસાર ફળ આપતા દેવ છે, કોઈનું અહિત નહીં કરો, ઉત્તમ કાર્ય કરશો તો નુકસાન નહીં થાય આ સમય પણ શાંતિથી પસાર થશે. આ જ સમયમાં ગુરુ પોઝિટિવ છે, જેથી તકલીફ ઓછામાં ઓછી પડશે
સ્ત્રીઓ માટે : આ વર્ષ આર્થિક શારીરિક રીતે લાભપ્રદ રહે પરંતુ માનસિક ચિંતા અને બેચનીની રહ્યા કરે, આ સમયે શનિ ઉપાસના હનુમાનજીની ઉપાસના કરવી જરૂરી છે. કૌટુંબી ક્લેશથી દૂર રહેવું. કચેરીથી બચવું. ખર્ચ પર કાબુ રાખવો. મિશ્ર ફળ ગણી શકાય, કૌટુંબિક તકલીફો કે મનદુઃખના પ્રસંગો બને, માનસિક શાંતિ રાખવી
વિદ્યાર્થીઓ માટે : આ વર્ષ શરૂઆતની કઠિનાઈ બાદ સફળતા આપતું વર્ષ ગણી શકાય પરંતુ આ વર્ષ થોડી ઘણી વધુ મહેનત માગી લે છે. ચોક્કસ સારું પરિણામ મળશે, શનિ ક્યારે પણ વિદ્યાર્થીઓને પનોતીમાં નડતો નથી કોઈ પણ શંકા રાખવી નહીં.તેમ છતાં પણ માનસિક ચિંતા રહેતી હોય તો શનિદેવ અને હનુમાનજીના દર્શન કરવા અને હનુમાન ચાલીસા કરવા, ઉચ્ચ અભ્યાસ અંગે વિદેશ જેવું હોય તો ઉતાવળિયા નિર્ણય ન લેવા. ધીમે ધીમે પ્રયત્ન કરવા સફળતા પ્રાપ્ત થશે