(Source: ECI/ABP News/ABP Majha)
Pitru Paksha 2024 : શ્રાદ્ધ ક્યારેથી થાય છે શરૂ? જાણો તારીખ અને પિત્તૃને પ્રસન્ન કરવાના ઉપાય અને વિધિ
શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધથી તૃપ્ત થયા બાદ પિતૃઓ તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ સિવાય વિશ્વદેવ ગણ, પિતૃ ગણ, માતામહ શ્રાદ્ધ કરનારથી સંતુષ્ટ રહે છે. પિતૃ પક્ષ દરમિયાન, પૂર્વજો પોતે શ્રાદ્ધ કરવા આવે છે અને શ્રાદ્ધ પ્રાપ્ત કરીને ખુશ થાય છે અને સુખી જીવનના આશિષ આપે છે
Pitru Paksha 2024 :પિતૃ પક્ષ 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને 2 ઓક્ટોબરે સર્વપિતૃ અમાસથી પૂર્ણ થઇ રહ્યો છે. શ્રાદ્ધ કર્મ દરમિયાન લોકો તેમના પૂર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરે છે. પિતૃ પક્ષમાં ગયા શ્રાદ્ધનું વિશેષ મહત્વ છે. માન્યતાઓ અનુસાર ગયામાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓના ઋણમાંથી મુક્તિ મળે છે. ભગવાન રામ અને માતા સીતા ગયાજી પોતે આવ્યા હતા અને પિતા મહારાજ દશરથને શ્રાદ્ધ તર્પણ અને પિંડ દાન આપ્યું હતું.
ભક્તોને સમર્પિત પિતૃ પક્ષ ભાદ્રપદ પૂર્ણિમા, બુધવાર, 18 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહયો છે. આ સમય દરમિયાન, લોકો તેમના પૂર્વજોની આત્માની શાંતિ અને મોક્ષ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરશે.
શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધથી તૃપ્ત થયા બાદ પિતૃઓ તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. આ સિવાય વિશ્વદેવ ગણ, પિતૃ ગણ, માતામહ શ્રાદ્ધ કરનારથી સંતુષ્ટ રહે છે. પિતૃ પક્ષ દરમિયાન, પૂર્વજો પોતે શ્રાદ્ધ કરવા આવે છે અને શ્રાદ્ધ પ્રાપ્ત કરીને ખુશ થાય છે અને સુખી જીવનના આશિષ આપે છે..
પિતૃપક્ષમાં ગયા શ્રાદ્ધને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર ગયામાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરવાથી વ્યક્તિ પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. ભગવાન રામ અને માતા સીતા ગયાજી પોતે આવ્યા અને પિતા મહારાજ દશરથને શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન આપ્યું. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. ભાદ્રપદની પૂર્ણિમાના દિવસથી અશ્વિન માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યા સુધી 15 દિવસ પૂર્વજોને તર્પણ કરવાની પરંપરા છે.
પિતૃપક્ષમાં ગયા શ્રાદ્ધને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતાઓ અનુસાર ગયામાં શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરવાથી વ્યક્તિ પિતૃઓના ઋણમાંથી મુક્ત થઈ જાય છે. પિતૃઓનું ગયા શ્રાદ્ધ કરવાથી મોક્ષ મળે છે.
આ રીતે કરો પિતૃઓનું શ્રાદ્ધ
- પિતૃપક્ષ દરમિયાન સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું, કાળા તલને પાણીમાં ભેળવીને સૂર્યદેવને અર્પણ કરવું.
- પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓને વિધિપૂર્વક તર્પણ કરવું જોઈએ.
- ભોજન તૈયાર કરો અને પિતૃઓને અર્પણ કરો. તર્પણમાં અક્ષત, જવ અને કાળા તલનો સમાવેશ કરો.
- તર્પણ કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ રાખવું.
- અંતમાં પિતૃઓને ભોજન અર્પણ કરો.
- પૂર્વજોને મોક્ષ માટે પ્રાર્થના કરો અને મંત્રોનો જાપ કરો.