શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો
Adani Case: વિદેશ મંત્રાલયના પ્રવક્તા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આ મામલે ભારત સરકારને કોઈ આગોતરી માહિતી આપવામાં આવી નથી.
Adani Case: ભારતના વિદેશ મંત્રાલયે આજે અદાણી જૂથ સામે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા લાંચના આરોપો અંગે માહિતી આપી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે લાંચ કેસમાં અદાણી જૂથને સમન્સ કરવા માટે અમેરિકા તરફથી કોઈ વિનંતી મળી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે અદાણી જૂથના ટોચના અધિકારીઓ સામેના આક્ષેપો એ યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટની સાથે ખાનગી પેઢી અને વ્યક્તિઓ વચ્ચેનો મામલો છે.
સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં, રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ત્યાં સ્થાપિત પ્રક્રિયાઓ અને કાયદાકીય માધ્યમો છે જેના દ્વારા કેસ પર લેવાતી કાર્યવાહી આધાર રાખે છે અને ભારત પણ આ જ યોગ્ય પ્રક્રિયા દ્વારા આ કેસમાં આગળ વધવાની આશા રાખે છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત સરકારને આ મામલે કોઈ આગોતરી માહિતી આપવામાં આવી નથી.
આખી પ્રક્રિયા શું છે
જો કોઈ વિદેશી સરકાર ભારતીય નાગરિકો માટે સમન્સ અથવા ધરપકડ વોરંટ જારી કરે છે, તો તેની તપાસ કરવા માટે એક સંપૂર્ણ કાનૂની પ્રક્રિયા છે જે બંને દેશો વચ્ચે પરસ્પર સમજણ અને કાનૂની સહાયતા હેઠળ ચાલે છે. આવી અરજીઓ/સુચનાઓ મેરિટના આધારે આપવામાં આવે છે અને અમને US તરફથી આવી કોઈ અરજી મળી નથી.
રણધીર જયસ્વાલે કહ્યું કે આ મામલો ખાનગી વ્યક્તિઓ અને ખાનગી સંસ્થાઓ વચ્ચેનો છે અને કેન્દ્ર સરકાર/ભારત સરકાર આ સમયે તેની તપાસ પ્રક્રિયા અથવા અન્ય કોઈપણ કાર્યવાહીમાં સામેલ નથી. તેના તાજેતરના જવાબમાં, અદાણી જૂથે ફરીથી અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા કરવામાં આવેલા લાંચના આરોપોને ખોટા ગણાવ્યા છે.
અદાણી ગ્રીન એનર્જીએ એક નિવેદન જારી કરીને કંપનીના ડિરેક્ટર્સ ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (એફસીપીએ) હેઠળ આરોપ મૂક્યા હોવાના અહેવાલોને ખોટા ગણાવ્યા છે. કંપનીએ કહ્યું, આવા નિવેદનો સંપૂર્ણપણે ખોટા છે. અદાણી ગ્રીન એનર્જીના જણાવ્યા મુજબ, ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ડીઓજે આરોપ અથવા યુએસ એસઈસી સિવિલ ફરિયાદમાં નિર્ધારિત બાબતોમાં FCPAના કોઈપણ ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો નથી. અદાણી ગ્રીન એનર્જીએ બુધવાર, 27 નવેમ્બર, 2024 ના રોજ સ્ટોક સાથે ફાઈલ કરાયેલ રેગ્યુલેટરી ફાઈલિંગમાં આ માહિતી આપી છે.
આ પણ વાંચોઃ