Patidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો
જયંતીભાઈ સરધારા જેમને હોસ્પિટલમાંથી રજા તો મળી ગઈ છે પરંતુ તેમની સારવારનો પણ વિવાદ ચગ્યો છે. પીઆઈ સંજય પાદરિયા વિશે તો તેઓ બોલ્યા ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સાથે તેમના પુત્ર શિવરાજ પટેલ અંગે પણ બોલ્યા. જયંતીભાઈએ દાવો કર્યો કે પીઆઈ પાદરિયા જ શિવરાજ પટેલને ગેરમાર્ગે દોરે છે. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં પીઆઈ પાદરિયાના કહેવાથી જ શિવરાજ પટેલે રાજકોટ પૂર્વ, રાજકોટ દક્ષિણ અને જામકંડોરણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો. પીઆઈ પાદરિયાની જ્યારે પણ બદલી થતી નરેશ પટેલે જ તેને બચાવ્યો છે. જયંતીભાઈના મતે પીઆઈ પાદરિયા નરેશ પટેલ કહે એટલું જ કરે છે અને નરેશ પટેલ પણ પીઆઈ પાદરિયા કહે એટલું જ કરે છે. જયંતીભાઈનું કહેવું છે કે ખોડલધામ અને સરદારધામ વચ્ચે સમાધાન થશે, પરંતુ પીઆઈ પાદરિયા સાથે ક્યારેય સમાધાન નહીં. પાદરિયા અને નરેશભાઈના દીકરા શિવરાજભાઈ સતત ભેગા હોય છે અને એ લોકો મળીને જ બધું કરે છે. વિઠ્ઠલભાઈ રાદળિયાના દીકરા જયેશભાઈ રાદળીયા લડતા હતા ત્યારે રવિ આંબલિયાની તરફેણ કરવા માટે ત્યાં આ નરેશભાઈનો સંગ ગયો હતો. રાજકોટમાં પાદરિયાની દોરવણી હતી. પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમના મતે ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ ઊભો કરવા માટે જયંતીભાઈ સરધારાને અપાય છે સોપારી. લેઉવા પાટીદારની આ બંને સંસ્થાને બદનામ કરવાની સોપારી જયંતીભાઈને ક્યાં આપવામાં આવી તેનો આગામી દિવસમાં કરાશે ખુલાસો. દિનેશ બાંભણીયાના મતે એક ફાર્મ હાઉસમાં ખોડલધામના નરેશ પટેલ અને સરદારધામના ગગજીભાઈ સુતરિયાને બદનામ કરવા કાવતરું ઘડાયું હતું. તેમાં કોણ કોણ હાજર હતું તેનો ટૂંક સમયમાં ખુલાસો કરાશે.