શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલી

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલી

ગુજરાતમાં ટોલટેક્સ વાહનચાલકોની કમ્મરો તોડી રહ્યા છે... કમર તોડેને જ કારણ કે અનેક ટોલનાકાની તો સમય મર્યાદા પછી પણ ટોલ વસૂલાઈ રહ્યો છે... અનેક સ્થળે તો રોડ-રસ્તા ચાલવા યોગ્ય નથી તેમ છતાં તોતિંગ ટોલ વસૂલાઈ રહ્યો છે.... આટલું ઓછુ હોય તેમ મહારાષ્ટ્રની ચૂંટણીઓ હજુ તો પૂર્ણ થઈ ત્યાં તો ટોલટેક્સમાં 75 ટકા સુધીનો વધારો કરી નંખાયો... હવે આવી સ્થિતિમાં તો વાહનચાલકોની કમર તૂટે તે સ્વભાવિક છે.... 

નવસારીના બોરિયાચ ટોલટેક્સમાં વધારો

નવસારી જિલ્લાની બોરિયાચ ગામની હદમાં આવેલું ટોલનાકું 18 વર્ષથી કાર્યરત છે...  બોરિયાચ ટોલનાકા પરથી દૈનિક અંદાજે 15થી 22 હજાર વાહનોની અવરજવર રહે છે... 18 વર્ષથી ધમધમતા આ ટોલનાકાએ ટોલ પેટે કરોડોની આવક રળી સરકારી તિજોરીમાં જમા પણ કરાવી દીધો... ત્યારે ફરી એકવાર અહીં ટોલના દરમાં 10થી 20 ટકા નહીં પણ દરેક પ્રકારના વાહન પર સરેરાશ 75 ટકાનો તોતિંગ વધારો ઝીંકી દેવાયો... અગાઉ મહિનામાં બે વખત વધારો મુલતવી રખાયા બાદ મહારાષ્ટ્રના ચૂંટણી પરિણામો બાદ સોમવારથી મધ્યરાત્રિથી અમલ પણ કરી દીધો... તોતિંગ વધારા સામે વાહનચાલકોમાં નારાજગી જોવા મળી... અગાઉ 65 રૂપિયા જે ટોલ હતો તે વધારીને 115 કરી દેવામાં આવ્યો છે.... ટોલ દરમાં તોતિંગ વધારાના પગલે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી ટોલદરમાં ઘટાડાની માગ કરી.. જો ઘટાડો ન થાય તો આગામી સમયમાં ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી

વલસાડના બગવાડા ટોલટેક્સમાં વધારો

આ તરફ એક મહિનામાં બે વખત ટેક્સ વધારો મુલતવી રાખવાની ફરજ પડી હતી વલસાડ જિલ્લામાં ટોલના દરમાં તોતિંગ 75 ટકા વધારો કરી દેવાયો... અહીં પણ અગાઉ 65 રૂપિયા જે ટોલ હતો તે વધારીને 115 કરી દેવામાં આવ્યો છે.... ટ્રાન્સપોર્ટરો, વાહનચાલકો અને સ્થાનિક ગ્રામજનોના વિરોધ વચ્ચે બગવાડા ટોલટેક્સના દરમાં પણ વધારો કરી દેવાયો... વાપીથી 8 કિ.મી.ના અંતરે આવેલા બગવાડા ટોલ નાકા પર છેલ્લા બે માસમાં ત્રણ વખત ટોલટેકસમાં ટેકસ વધારાની જાહેરાત કરવામાં આવી હતી,પરંતુ સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીને રજૂઆત કરી આ વધારો મુલતવી રખાયો હતો,પરંતુ મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામના બીજા જ દિવસે વાપીના બગવાડા ટોલનાકા પર ટોલના દરમાં વધારો કરી દેવાયો... 

કરજણમાં પણ ટોલના દરમાં વધારાનો વિરોધ

આ તરફ વડોદરા નેશનલ હાઈવે પર કરજણના ટોલટેક્સમાં પણ વધારો ઝીંકી દેવાયો.. અગાઉ ટોલ ટેક્સ 155 રૂપિયા હતો અને 24 કલાક ફ્રીમાં આવન-જાવન કરી શકાતી હતી... જોકે અહીં પણ ટોલના દરમાં 75 રૂપિયા વધારી 230 રૂપિયા કરી દેવામાં આવ્યાં... આ વધારો પણ વનટાઈમ આવન-જાવન માટે છે.... અહીં પણ ટોલમાં કરાયેલા વધારાનો વિરોધ કરાયો અને જો ટૂંક સમયમાં ભાવ વધારો પરત ન ખેંચાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી....  

સંસદમાં ખુલાસો 9 નેશનલ હાઈવેના ખર્ચથી વધુ ટોલ વસૂલાયો

ગુજરાતમાં 9 નેશનલ હાઇ-વે એવા છે જેના પર ટોલ ટેક્સની કમાણી હાઇ-વેના નિર્માણ ખર્ચ કરતાં વધુ થઇ ગઇ છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલા જવાબ મુજબ, રાજ્યના 53 ટોલ પ્લાઝા પરથી હાલ સુધી 24780 કરોડ ટોલ વસૂલાયો છે. આ 9 નેશનલ હાઇ-વે બનાવવાનો ખર્ચ 11061 કરોડ થયો હતો, જેના પર અત્યાર સુધી 19483 કરોડ ટોલ લોકો પાસેથી વસૂલાયો છે. ભરૂચ-સુરત, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે, વડોદરા-ભરૂચ અને ગારામોર-સામખિયાળી એવા નેશનલ હાઇ-વે છે જેના પર નિર્માણ ખર્ચ કરતાં બમણો ટોલ ટેક્સ વસૂલાયો છે. તો સરકારે સંસદમાં એ પણ સ્વીકાર કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 1,464 કિમીના રોડને નેશનલ હાઈવેનો દરજ્જો મળ્યો છે... ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના તાજેતરના રિપોર્ટ મુજબ, રાજ્યમાં નેશનલ હાઇવે પર 3500થી વધુ અકસ્માતમાં 2100 લોકોના મોત અકસ્માતમાં નિપજ્યાં હતા.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીનો શું છે દાવો

અગાઉ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી કહી ચૂક્યા છે કે 60 કિમીની અંદર બે ટોલનાકા ન હોઈ શકે... પણ ગુજરાતમાં અનેક ઠેકાણે 60 કિમીથી ઓછા અંતરે અનેક ટોલનાકા ધમધમી રહ્યા છે

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!
Hun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ
Google Pay અને Phone Payની બાદશાહત થશે ખતમ! હવે આ એપ UPI પેમેન્ટમાં મચાવશે ધમાલ
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
Embed widget