શોધખોળ કરો

ગુરુ પૂર્ણિમા ક્યારે છે? 28 કે 29 જુલાઈ? જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ

Guru Purnima: અષાઢી બીજથી તહેવારોની વણઝાર શરૂ થઇ જાય છે ત્યારે ગુરૂ પ્રત્યેની શિષ્યની કૃતજ્ઞતાને વ્યક્ત કરતું પર્વ ગુરૂ પૂર્ણિમા ક્યારે છે, જાણીએ તારીખ મૂહૂર્ત અને ધાર્મિક મહત્વ...

 Guru Purnima: હિંદુ ધર્મમાં પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. દર મહિનાની પૂર્ણિમા મહત્વપૂર્ણ માનવામાં આવે છે, પરંતુ અષાઢ માસની પૂર્ણિમા વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી-દેવતાઓની સાથે ગુરુઓની પૂજા કરવાનો પણ વિધિ-વિધાન છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ દિવસ મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસની જન્મજયંતિ તરીકે મનાવવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે,  મહર્ષિ વેદવ્યાસે મહાભારત અને વેદોનું સંકલન અને રચના કરી હતી.

ગુરુ પૂર્ણિમા 2026 ક્યારે છે?

અષાઢ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિનો પ્રારંભ 28 જુલાઈ 2026ના રોજ સાંજે 6:18 વાગ્યે થશે.

પૂર્ણિમા તિથિનું સમાપન 29 જુલાઈ 2026ના રોજ રાત્રે 8:05 વાગ્યે થશે.

ઉદયતિથિના આધારે ગુરુ પૂર્ણિમા 29 જુલાઈ 2026, બુધવારે ઉજવવામાં આવશે.

આ દિવસને અષાઢ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પૂર્ણિમા પછી ભગવાન શિવને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થાય છે.

  • ગુરુ પૂર્ણિમા 2026: સ્નાન-દાન માટેના શુભ મુહૂર્ત
  • બ્રહ્મ મુહૂર્ત: સવારે 4:17 થી 4:59 સુધી
  • લાભ-ઉન્નતિ મુહૂર્ત: સવારે 5:41 થી 7:22 સુધી
  • અમૃત-સર્વોત્તમ મુહૂર્ત: સવારે 7:22 થી 9:04 સુધી
  • શુભ-ઉત્તમ મુહૂર્ત: સવારે 10:46 થી બપોરે 12:27 સુધી
  • ચર-સામાન્ય મુહૂર્ત: બપોરે 3:51 થી સાંજે 5:32 સુધી
  • લાભ-ઉન્નતિ મુહૂર્ત: સાંજે 5:32 થી 7:14 સુધી

આ પણ વાંચો: Jagannath Temple mystery: જગન્નાથ મંદિર સાથે જોડાયેલા આ અદભુત રહસ્યો, જેને નથી ઉકેલી શક્યું વિજ્ઞાન

ગુરુ પૂર્ણિમાનું ધાર્મિક મહત્ત્વ

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે:

ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ।
ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ

ગુરુના જ્ઞાનથી જ જીવનમાં સફળતાનો સાચો માર્ગ મળે છે. ગુરુ એટલે એવા મહાન પુરુષ, જે આધ્યાત્મિક જ્ઞાન અને શિક્ષણ દ્વારા પોતાના શિષ્યોને યોગ્ય માર્ગદર્શન આપે છે.         

તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ગુરુની કૃપા હંમેશા જીવન પર બની રહે છે.

આ દિવસે શિષ્યો પોતાના ગુરુનું સન્માન કરે છે, પૂજા-અર્ચના કરે છે અને ગુરુદક્ષિણા અર્પણ કરે છે.

જો તમારી જન્મકુંડળીમાં ગુરુ દોષ હોય, તો ગુરુ પૂર્ણિમાના દિવસે સ્નાન-દાન કર્યા બાદ પોતાના ગુરુ અથવા વડીલોનું પૂજન કરીને તેમના આશીર્વાદ લેવા વિશેષ શુભ માનવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Budhaditya Yog 2026: સિંહ રાશિમાં આવી રહ્યા છે સૂર્ય-બુધ, 5 રાશિઓનો આવશે ગોલ્ડન ટાઈમ 
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget