શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Auto Expo 2020: મર્સિડીઝ બેન્ઝએ રજૂ કરી સૌથી ફાસ્ટ કાર, જાણો શું છે કિંમત
માનવામાં આવી રહ્યું છે કે ઓટો એક્સપો 2020ની કદાચ આ સૌથી મોંઘી કાર હશે.
![Auto Expo 2020: મર્સિડીઝ બેન્ઝએ રજૂ કરી સૌથી ફાસ્ટ કાર, જાણો શું છે કિંમત Auto Expo 2020 Mercedes benz launches AMT GT 63 S 4Matic Auto Expo 2020: મર્સિડીઝ બેન્ઝએ રજૂ કરી સૌથી ફાસ્ટ કાર, જાણો શું છે કિંમત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/06213932/auto-expo.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: 15માં ઓટો એક્સપોમાં જર્મન ઓટોમોબાઈલ કંપની મર્સિડિઝ બેન્ઝએ કાર પ્રેમીઓને ચોંકાવી દીધા છે. તેમણે AMT GT 63 S 4Matic કાર લોન્ચ કરી બજારમાં બાજી પોતાના નામે કરવાની કોશિશ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ઓટો એક્સપો 2020ની કદાચ આ સૌથી મોંઘી કાર હશે. ઈન્ડિયામમાં તેની એક્સ શો રૂમ કિંમત 2.42 કરોડ રાખવામાં આવી છે.
કંપનીનો દાવો છે કે AMT GT 63 S 4Matic દુનિયાની ફાસ્ટેસ્ટ 4 ડોર કાર છે. આ બે દરવાજા વાળી AMG GTની જેવી દેખાય છે. પરંતુ તેની પરફોર્મન્સ થોડુ અલગ છે. ચાર દરવાજાવાળી લક્ઝરી કૂપ ડ્રાઈવિંગનો ખાસ અનુભવ આપે છે. ફોર સીટર કારને 315 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડની ચલાવી શકાય છે.
અન્ય ફીચર્સની વાત કરવામાં આવે તો તેમાં હાઈ પરફોર્મન્સ એન્જીય લગાવવામાં આવ્યું છે. ડીઝાઈનની વાત કરવામાં આવે તો તેમાં હેગ્જાગોનલ ગ્રિલ, વર્ટિકલ સ્લૈટ્સ અને કંપનનો લોગો એડજસ્ટેડ જોવા મળે છે. આ સાથે જ LED હેડલાઈટ્સ C ટાઈપ સિગ્નેચર DRLs અને શાનદાર ફ્રન્ટ લુક રાખવામાં આવ્યો છે.
આ કારની કેબિનને કાર્બન ફાઈબર,અલકાંટ્રા અને લેધરની મળીને બનાવવામાં આવી છે. તેમાં બકેટ સીટ આપવામાં આવી છે. સાથે જ 12.3 ઈંચની ફન્ફોટેનમેન્ટ સિસ્ટમ લગાવવામાં આવી છે. ડિજિટલ ઈન્સ્ટ્રમેન્ટ પેનલ, ઓલ ફોર વ્હીલ ડ્રાઈવ અને રિયર એન્ટરટેનમેન્ટ સિસ્ટમ પર પણ કંપનીએ ધ્યાન આપ્યું છે. Mercedes-AMG GT 63 S 4MATIC માં કંપનીએ 4 લીટરવાળું V8 Bi-Turbo એન્જીન આપ્યું છે. જે 630 bhp પાવર 900 nm ટોર્ક આપે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion