Auto Expo 2023: જાણો ઓટો એક્સ્પૉ 2023 ના કયા હૉલમાં જોવા મળશે કઇ કંપનીની કાર, આ રહ્યું આખુ લિસ્ટ....
આ વખતે ઓટો એક્સ્પૉનું ભારતમાં 2020 બાદ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે કોરોનાના કારણે 2022 માં આ દ્વિવાર્ષિક મૉટર શૉનું આયોજન ન હતુ થઇ શક્યુ.
Auto Expo 2023 India: આ વર્ષે દેશમાં ત્રણ વર્ષો બાદ ભારતના સૌથી મોટી ઓટોમોબાઇલ શૉ ઓટો એક્સ્પૉનું આયોજન થઇ રહ્યું છે. આ મૉટર શઑ ગ્રેટર નોઇડાના એક્સ્પૉ સેન્ટરમાં 13 થી 18 જાન્યુઆરીની વચ્ચે આયોજિત થઇ રહ્યો છે. આ વખતે ઓટો એક્સ્પૉમાં ઘણીબધી કંપનીઓ ભાગ લઇ રહી છે. જેમાં મારુતિ સુઝુકી, ટોયોટા મૉટર્સ, એમજી, કિયા, હ્યૂન્ડાઇ મૉટર ઇન્ડિયા અને બીવાઇડી જેવા મોટા નામ સામેલ છે. પરંતુ મહિન્દ્ર સહિત કેટલીય કંપનીઓ એ શૉમાંથી બાજુ પર રહી છે. જો તમે આ ઓટો એક્સ્પૉ વિશે જાણવા માંગતા હોય તો અમે અહીં તમને બાતવી રહ્યાં છીએ કે, આ શૉમાં કયા હૉલમાં કઇ કંપનીની કારો અવેલેબલ રહેશે. આ જાણીને તમને પોતાની મનપસંદ કાર સુધી પહોંચવામાં સુવિધા મળશે.
હ્યૂન્ડાઇ મૉટર આ મૉટર શૉમાં એક્સ્પૉ સેન્ટરના હૉલ નંબર 3માં અવેલેબલ રહેશે.
બીનેલી-કીવે, અલ્ટ્રાવાયૉલેટ અને વૉર્ડ વિઝાર્ડ ઇનૉવેશન્સ એન્ડ મૉલિલિટી જેવી ટુવ્હિલર નિર્માતા કંપનીઓ તમને હૉલ નંબર 4માં જોવા મળશે.
બીવાઇડી અને મેટાએ પોતાના માટે હૉલ નંબર 5ને રિઝર્વ કરાવ્યુ છે.
ટૉક મૉટરના વાહનો તમને હૉલ નંબર 6માં જોવા મળશે.
કિયા મૉટર્સ હૉલ નંબર 7માં તમને વાહનોની સાથે અવેલેબલ થશે.
મૉટોવૉલ્ટ મોબિલિટી, મેટર મૉટરવર્ક્સ, ગોદાવરી ઇલેક્ટ્રિક મોબિલિટી અને એમટીએ ઇ-મોબિલિટીના વાહનો તમને હૉલ નંબર 8માં જોવા મળશે.
મારુતિ સુઝુકી પોતાની નવી કારોની સાથે હૉલ નંબર 9માં અવેલેબલ થશે.
ટૉયોટા અને લેક્સસે પોતાના માટે હૉલ નંબર 10 ને બુક કરાવ્યુ છે.
ગ્રીવ્ઝ કૉટન, ઓમેગા શૈકી, હક્સલ મૉટર્સ, જ્યૂપિટર ઇલેક્ટ્રિક મોબિલિટી અને વીઆઇસીવીના વાહનો તમને હૉલ નંબર 11માં જોવા મળશે.
જેબીએમ, એશકો લીલેન્ડ, અતુલ ઓટો, સન મોબિલિટી અને એસએમએલ-ઇસુજુ પોતાના વાહનોની સાથે હૉલ નંબર 12માં અવેલેબલ રહેશે.
ટાટા મૉટર્સ પોતાની કારોની સાથે હૉલ નંબર 14માં દેખાશે.
એમજી મૉટર્સ ઇન્ડિયા અને કમિન્સ આ શૉમાં હૉલ નંબર 15માં જોવા મળશે.
13-18 જાન્યુઆરીની વચ્ચે યોજાશે આ ઓટો એક્સ્પૉ -
આ વખતે ઓટો એક્સ્પૉનું ભારતમાં 2020 બાદ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે કોરોનાના કારણે 2022 માં આ દ્વિવાર્ષિક મૉટર શૉનું આયોજન ન હતુ થઇ શક્યુ. 2023 માં આ શૉનું આયોજન 11 જાન્યુઆરીથી 18 જાન્યુઆરીની વચ્ચે થવાનું છે. 11 અને 12 ને આ શૉ મીડિયા અને બિઝનેસ ક્લાસ માટે રિઝર્વ રહેશે. અન્ય દિવસોમાં સામાન્ય લોકો ઓટો એક્સ્પૉ 2023માં જઇ શકે છે.