શોધખોળ કરો

Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન

Year Ender 2024: આ વર્ષે ઘણા પ્રભાવશાળી નેતાઓનું નિધન પણ થયું, જેમણે ભારતીય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચાલો જાણીએ આ વર્ષે મૃત્યુ પામેલા નેતાઓ વિશે...

Year Ender 2024: આ વર્ષે એટલે કે, 2024 માં ભારતીય રાજકારણમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા, જેમાં લોકસભાની ચૂંટણીઓ અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ સામેલ છે. આ વર્ષે ઘણા પ્રભાવશાળી નેતાઓનું નિધન પણ થયું, જેમણે ભારતીય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ચાલો જાણીએ આ વર્ષે મૃત્યુ પામેલા નેતાઓ વિશે...

બાબા સિદ્દીકી, એનસીપી -
બાબા સિદ્દીકી મહારાષ્ટ્ર કોંગ્રેસના ચાર વખત ધારાસભ્ય હતા અને બાદમાં NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)માં જોડાયા હતા અને સામાજિક કાર્યો માટે પણ જાણીતા હતા. 12 ઓક્ટોબર 2024ના રોજ મુંબઈમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

સીતારામ યેચુરી, ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) - 
12 સપ્ટેમ્બર 2024ના રોજ, ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના વરિષ્ઠ નેતા સીતારામ યેચુરીનું 72 વર્ષની વયે અવસાન થયું. તેઓ 2005 થી 2017 સુધી પશ્ચિમ બંગાળથી રાજ્યસભાના સભ્ય હતા અને 1992 થી પક્ષના પોલિટબ્યુરોના સભ્ય હતા. ભારતીય રાજકારણમાં સામ્યવાદી વિચારધારાને મજબૂત બનાવવામાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ હતું.

સુશીલ કુમાર મોદી, બીજેપી - 
સુશીલ કુમાર મોદી બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા હતા. કેન્સરને કારણે 13 મે 2024ના રોજ તેમનું અવસાન થયું હતું. તેઓ 2005 થી 2013 અને ફરીથી 2017 થી 2020 સુધી બિહારના નાયબ મુખ્યમંત્રી રહ્યા. બિહારની રાજનીતિ અને વિકાસમાં તેમનું યોગદાન મહત્વનું હતું.

નટવરસિંહ, કોંગ્રેસ - 
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી નટવર સિંહનું 10 ઓગસ્ટ 2024ના રોજ અવસાન થયું. તેમણે 2004 થી 2005 સુધી યુપીએ સરકારમાં વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. તેમણે 1953માં ભારતીય વિદેશ સેવાથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને 1984માં સેવામાંથી નિવૃત્ત થઈને લોકસભાના સભ્ય બન્યા.

જીત બાલકૃષ્ણ રેડ્ડી, ભારત રાષ્ટ્ર સમિતિ - 
6 સપ્ટેમ્બર 2024 ના રોજ, ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) નેતા જીત બાલકૃષ્ણ રેડ્ડીનું અવસાન થયું, તેઓ 52 વર્ષના હતા. જીટ્ટા બાલકૃષ્ણ રેડ્ડીએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત તેલંગાણા રાજ્યની રચના માટેની ચળવળથી કરી હતી અને બાદમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) માં જોડાઈને રાજ્યના રાજકારણમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો

Look Back 2024 : માઇક્રોસોફ્ટથી લઇને IRCTC સુધીનું આ વર્ષનું સૌથી મોટું આઉટેજ, જેણે યુઝર્સને કર્યાં પરેશાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Video: દિવ્યાંગે વ્હીલચેર પરથી કર્યું 'બંજી જમ્પિંગ', ગદગદ થયા ગૌતમ અદાણી, X પર લખી આ મોટી વાત
Video: દિવ્યાંગે વ્હીલચેર પરથી કર્યું 'બંજી જમ્પિંગ', ગદગદ થયા ગૌતમ અદાણી, X પર લખી આ મોટી વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બલુચિસ્તાનમાં ફરી શરૂ થયો લોહિયાળ જંગ, બળવાખોરોએ PAK સેનાના અનેક કેમ્પ પર કર્યો હુમલો, હાઇવે હાઇજેક
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
બૂલડૉઝર એક્શન ના લેવાતા અખિલેશનો યોગી પર કટાક્ષ, બોલ્યા- 'વિદાયની વેળા, પદની સાથે ઓળખ પણ છીનવી લેશે'
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Video: દિવ્યાંગે વ્હીલચેર પરથી કર્યું 'બંજી જમ્પિંગ', ગદગદ થયા ગૌતમ અદાણી, X પર લખી આ મોટી વાત
Video: દિવ્યાંગે વ્હીલચેર પરથી કર્યું 'બંજી જમ્પિંગ', ગદગદ થયા ગૌતમ અદાણી, X પર લખી આ મોટી વાત
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
ટેક્સ સ્લેબ, TDS સહિત રિબેટ સુધી, એક એપ્રિલથી લાગુ થશે ટેક્સ સંબંધિત આ નિયમ
ટેક્સ સ્લેબ, TDS સહિત રિબેટ સુધી, એક એપ્રિલથી લાગુ થશે ટેક્સ સંબંધિત આ નિયમ
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
સુરતમાં લવજેહાદ, હિંદુ નામ ધારણ કરી મુસ્લિમ યુવકે પરણીતા સાથે બાંધ્યા શારીરિક સંબંધ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Embed widget