શોધખોળ કરો
Mahindra: મહિન્દ્રાની કારમાં પાકિંગ માટે પ્રથમવાર આવ્યું આ ફીચર, હવે રિમોટથી પાર્ક થશે તમારી કાર
Mahindra BE 6e And XEV 9e Top Features: મહિન્દ્રાએ બજારમાં બે ઇલેક્ટ્રિક કાર BE 6e અને XEV 9e લોન્ચ કરી છે. અહીં જાણો આ કારમાં ક્યા ટોપ ફીચર્સ આપવામાં આવ્યા છે.

ફોટોઃ abp live
1/8

Mahindra BE 6e And XEV 9e Top Features: મહિન્દ્રાએ બજારમાં બે ઇલેક્ટ્રિક કાર BE 6e અને XEV 9e લોન્ચ કરી છે. અહીં જાણો આ કારમાં ક્યા ટોપ ફીચર્સ આપવામાં આવ્યા છે. મહિન્દ્રાએ ભારતીય માર્કેટમાં બે પાવરફુલ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. લોકોની સેફ્ટી અને મનોરંજન માટે આ ઈલેક્ટ્રિક કારમાં ઘણા શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.
2/8

કોઈપણ નવી કારમાં ખાસ કરીને જ્યારે તે SUV હોય ત્યારે તે કારના ફીચર્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. મહિન્દ્રાએ તેની બંને ઈલેક્ટ્રિક કારમાં ઘણા નવા ફીચર્સ સામેલ કર્યા છે.
3/8

Mahindra XEV 9eમાં ત્રણ કરતાં ઓછી સ્ક્રીન નથી. આ કારમાં મુસાફરોના મનોરંજન માટે એક અલગ સ્ક્રીન પણ આપવામાં આવી છે. આ ફીચર્સ મોટે ભાગે લક્ઝરી કારમાં જોવા મળે છે.
4/8

મહિન્દ્રાની બંને ઇલેક્ટ્રિક કાર ડોલ્બી એટમોસ સાથે હરમન કાર્ડનની 16-સ્પીકર ઓડિયો સિસ્ટમથી સજ્જ છે. આ સાથે પ્રખ્યાત સંગીતકાર એઆર રહેમાન દ્વારા આ કાર માટે સોનિક ટ્યુન બનાવવામાં આવી છે.
5/8

મહિન્દ્રાની EVમાં સેલ્ફી કેમેરાનું ફીચર પણ સામેલ છે, જેના દ્વારા ડ્રાઇવરને ટ્રેક કરવાની સાથે વીડિયો કોલ પણ કરી શકાય છે.
6/8

માર્કેટમાં આવતી ઘણી કારમાં 360-ડિગ્રી કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ મહિન્દ્રાની આ ઇલેક્ટ્રિક કાર્સમાં ઓટોપાર્ક ફંક્શન આપવામાં આવ્યું છે. સાથે જ રિમોટ કંટ્રોલ પાર્કિંગ દ્વારા મુશ્કેલ સ્થળોએ વાહન પાર્ક કરી શકાય છે.
7/8

આ ઇલેક્ટ્રિક કારમાં પેનોરેમિક સનરૂફ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને સેન્ટ્રલ ટચસ્ક્રીન ડેશબોર્ડ જેવા ફીચર્સ છે. આ કારમાં ઇન્ફિનિટી રૂફ આપવામાં આવી છે, જેમાં એમ્બિયન્ટ લાઇટિંગને ગ્લાસ રૂફ સુધી વધારી શકાય છે.
8/8

Mahindra BE 6e રૂ. 18.90 લાખની પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરવામાં આવી છે. જ્યારે Mahindra XEV 9eની કિંમત 21.90 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ઓટોમેકર્સ માર્ચ 2025થી આ કાર્સની ડિલિવરી શરૂ કરી શકે છે.
Published at : 28 Nov 2024 02:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
