Sunroof SUV Cars: પાંચ સૌથી હાઇટેક પેનોરમિક સનરૂફ કારો, ફિચર્સ છે હટકે, કિંમત 15 લાખથી ઓછી...
Panormic Sunroof Feature SUVs: જો તમે એક સસ્તી અને હાઇટેક ફિચર્સવાળી કારની શોધમાં છો તો તમારા માટે અહીં બતાવેલી 5 કાર બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે

Panormic Sunroof Feature SUVs Under 15 Lakh Rupees: ઇન્ડિયન માર્કેટમાં અત્યારે ઘણીબધી કંપનીઓએ પોતાની શાનદાર કારોને માર્કેટમાં ઉતારી દીધી છે. પરંતુ જો તમે એક સસ્તી અને હાઇટેક ફિચર્સવાળી કારની શોધમાં છો તો તમારા માટે અહીં બતાવેલી 5 કાર બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. ભારતીય બજારમાં સનરૂફવાળી કારનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. પહેલા આ સુવિધા ફક્ત લક્ઝરી કારમાં જ ઉપલબ્ધ હતી, પરંતુ હવે પેનોરેમિક સનરૂફ સુવિધા એન્ટ્રી-લેવલ એસયુવીમાં પણ આપવામાં આવી રહી છે. જો તમે પણ પેનોરેમિક સનરૂફવાળી કાર ખરીદવા માંગતા હો, તો બજારમાં તમારા માટે ઘણા શ્રેષ્ઠ વિકલ્પો ઉપલબ્ધ છે. આ કારની કિંમત 11 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
પાંચ શાનદાર ફિચર્સ વાળી હટકે કારો...
Kia Syros -
ભારતીય બજારમાં તમારા માટે પહેલો વિકલ્પ કિયા સાયરોસ છે. કિયાની આ SUV તાજેતરમાં લૉન્ચ કરવામાં આવી છે, જેણે SUV સેગમેન્ટમાં હલચલ મચાવી દીધી છે. આ SUV ની શરૂઆતી કિંમત 9 લાખ રૂપિયા એક્સ-શોરૂમ છે, પરંતુ પેનોરેમિક સનરૂફ ફીચર ફક્ત HTK પ્લસ વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ છે. આ પેનોરેમિક સનરૂફની કિંમત 11 લાખ 50 હજાર રૂપિયા છે.
Tata Curvv -
બીજી કાર ટાટા કર્વ એસયુવી છે, જે તેની સ્ટાઇલિશ કૂપ ડિઝાઇન અને શાનદાર સુવિધાઓને કારણે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પેનોરેમિક સનરૂફવાળી આ SUV 11 લાખ 87 હજાર રૂપિયામાં મળે છે.
MG Astor -
ત્રીજી કાર એમજી એસ્ટર છે, જેને તાજેતરમાં અપડેટ કરવામાં આવી છે. MG Astor ના શાઈન વેરિઅન્ટની કિંમત 12 લાખ 48 હજાર રૂપિયા છે, જેની સાથે તમને પેનોરેમિક સનરૂફ ફીચર મળે છે.
Mahindra XUV 3XO -
યાદીમાં ચોથા ક્રમે મહિન્દ્રા XUV 3XO છે, જે એક શાનદાર સબ-કોમ્પેક્ટ SUV છે. મહિન્દ્રાની આ કારમાં પેનોરેમિક સનરૂફ ફિચર આપવામાં આવ્યું છે. આ કારની કિંમત 12 લાખ 57 હજાર રૂપિયા છે.
Hyundai Creta -
પાંચમું અને છેલ્લું નામ હ્યૂન્ડાઇ ક્રેટાનું છે, જેને આપણે ભારતીય બજારમાં સૌથી વધુ વેચાતી SUV તરીકે લઈ શકીએ છીએ. તેના અપડેટેડ વર્ઝનમાં એક નવું પેનોરેમિક સનરૂફ ફીચર ઉપલબ્ધ છે. હ્યૂન્ડાઇ કેટાના પેટ્રોલ વેરિઅન્ટની કિંમત 12 લાખ 97 હજાર રૂપિયા છે.