ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે RTOની ઝંઝટ ખતમ, ઘરે બેસીને આ રીતે કરો એપ્લાય....
પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License) સહિત 18 સેવાઓને ઓનલાઇન કરી દીધી છે. આ પછી તમે ઘરે બેસીને જ ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરી શકો છો.
નવી દિલ્હીઃ ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License) બનાવવા માટે પહેલા કેટલાય ડૉક્યૂમેન્ટ્સ અને ઘણી બધી માથાકુટો કરવી પડતી હતી. પહેલા લાયસન્સ (License) બનાવવા માટે દસમાની માર્કશીટની જરૂર પડતી હતી. પરંતુ કેન્દ્ર સરકારે હવે લોકોને રાહત આપવા માટે કેટલાક મોટા ફેંસલા લીધા છે. આ ફેંસલા બાદ હવે ઘણાબધા ડૉક્યૂમેન્ટ્સ (Documents) વિના તમારુ લાયસન્સ બની જશે. હવે આધાર કાર્ડથી જ તમે તમારુ લાયસન્સ બનાવી શકો છો.
પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયે ડ્રાઇવિંગ લાયસન્સ (Driving License) સહિત 18 સેવાઓને ઓનલાઇન કરી દીધી છે. આ પછી તમે ઘરે બેસીને જ ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરી શકો છો.
લાયસન્સ માટે આ રીતે કરો ઓનલાઇન એપ્લાય....
ડ્રાઇવિંગ લાયસન્સ માટે એપ્લાય કરવા માટે સૌથી પહેલા પરિવહન તથા રાજમાર્ગની વેબસાઇટ પર જાઓ.
લેપટૉપ કે પછી કૉમ્પ્યુટર પર Parivahan.Gov.In ટાઇપ કરો.
હવે પોતાનુ રાજ્ય અને શહેર સિલેક્ટ કરો.
અહીં લર્નિંગ લાયસન્સના ઓપ્શન પર ક્લિક કરો.
આટલુ કર્યા બાદ તમારે એપ્લિકેશન ફોર્મમાં પોતાની ડિટેલ એન્ટર કરવી પડશે.
અહીં ઓળખ પત્ર, બર્થ સર્ટિફિકેટ, એડ્રેસ પ્રૂફ, પોતાની ફોટો સાઇનને અપલૉડ કરો.
હવે ટેસ્ટ ડ્રાઇવ માટે ડેટ સિલેક્ટ કરો.
જ્યારે ટેસ્ટ ડ્રાઇવ માટે જાઓ તો પોતાનુ આઇડી પ્રૂફ જેવુ કે વૉટર આઇડી અને આધાર કાર્ડ જેવા ડૉક્યૂમેન્ટ્સ લઇને જાઓ.
મોદી સરકારે ડ્રાઈવિંગ લાયસંસના નિયમમાં વાહન ચાલકોને આપી મોટી રાહત, જાણો શું લીધો મોટો નિર્ણય ?
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય ટ્રાફિક નિયમો (Traffic Rules) માં ફેરફાર કરવા જઇ રહ્યું છે. આ ફેરફારની સાથે વાહન ચાલકોને રાહત મળી શકશે. ખરેખરમાં હવે ટ્રાફિકના નિયમો તોડવા પર વાહન ચાલકોનુ લાયસન્સ (Driving License) રદ્દ નહીં થાય. એટલે કે ટ્રાફિક પોલીસ (Traffic Police) ડ્રાઇવિંગ લાયસન્સ જબ્ત નહીં કરી શકે. નવા ટ્રાફિક નિયમો (Traffic Rules) અનુસાર નિયમોનુ ઉલ્લંઘન કરવા પર ફક્ત દંડ જ કરવામાં આવશે.
અત્યારે આ છે નિયમ....
અત્યાર સુધીના સંશોધન મૉટર વ્હીકલ એક્ટર લાગુ થયા બાદ ટ્રાફિકના કેટલાક નિયમો તોડવા પર દંડ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સને ત્રણ મહિના માટે ઇનબાઉન્ડ કરવાનો પણ નિયમ છે. આનો અર્થ એ થયો કે જો તમે ટ્રાફિક નિયમ તોડો છો તો ટ્રાફિક પોલીસ તમારુ લાયસન્સ જપ્ત (Driving License) પણ કરીને, જે તે સંબંધિત ટ્રાફિક ઓફિસમાં જમા કરાવી દેતી હતી. ત્રણ મહિના બાદ તમને તમારુ લાયસન્સ પાછુ આપવામાં આવે છે.
આમને થાય છે વધુ મુશ્કેલી...
ત્રણ મહિના સુધી લાયસન્સ જપ્ત થવાના કારણે સૌથી વધુ મુશ્કેલી તે ડ્રાઇવરોને પડતી હતી. જે કોઇ બીજા રાજ્યમાં જવા આવવા પર ટ્રાફિક નિયમો તોડે છે. આ કેસમાં પોલીસ દંડની સાથે ડ્રાઇવરનુ લાયસન્સ તે રાજ્ય કે પછી તે શહેરમાં ઇનબાઉન્ડ કરી દે છે. ત્યારબાદ ડ્રાઇવરને કેટલીય પરેશાનીઓનો સામનો કરવો પડે છે. સાથે જ ત્રણ મહિના બાદ તે શહેરમાં લાયસન્સ માટે પાછુ જવુ પણ પડે છે. આવામાં હવે તે ડ્રાઇવરોને જરૂર રાહત મળશે.