શોધખોળ કરો

Azab Gazab: તમારા બેડરૂમમાં પાર્ક થશે આ કાર, હાથમાં ઉંચકી શકે એક વ્યક્તિ

આ નાની સિંગલ સીટર અને થ્રી વ્હીલર કારે 2010માં વિશ્વની સૌથી નાની કાર તરીકે ગીનીસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

Worlds Smallest Car: દેશ અને દુનિયામાં વિજ્ઞાનની સાથે સાથે ઓટોમોબાઈલ ઉદ્યોગમાં પણ વિવિધ પ્રકારની શોધ જોવા મળે છે. પીલ P50 (PEEL P50) કાર પણ તેમાંથી એક છે. સિટી કાર તરીકે ડિઝાઇન કરાયેલી આ કાર સાઈઝમાં એટલી નાની છે કે તેમાં માત્ર એક જ વ્યક્તિ બેસી શકે છે. અમે તમને તેની અન્ય વિશેષતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

પીલ P50 વિશ્વની સૌથી નાની કાર 

આ નાની સિંગલ સીટર અને થ્રી વ્હીલર કારે 2010માં વિશ્વની સૌથી નાની કાર તરીકે ગીનીસ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ કારની લંબાઈ માત્ર 134 સેમી છે. તેને બનાવનારી કંપનીનું નામ પીલ છે જેના નામ પર આ કાર રાખવામાં આવી છે. આ કાર પાંચ રંગોમાં ઉપલબ્ધ છે (કેપ્રી બ્લુ, ડેટોના વ્હાઇટ, ડ્રેગન રેડ, જોયવિલે પર્પલ અને સનશાઇન યલો).

'Peel P50' કદ અને વજન

દુનિયાની સૌથી નાની કારની વાત કરીએ તો તે માત્ર 134 સેમી લાંબી છે. જ્યારે તેની પહોળાઈ 98 સેમી અને ઊંચાઈ 100 સેમી છે. તેનું વજન 59 કિલો છે, જેનો અર્થ છે કે કોઈ વ્યક્તિ આ કારને પોતાના હાથથી ઉપાડી શકે છે. તેનું વજન ઓછું રાખવા માટે તેની બોડી મોનોકોક ફાઈબર ગ્લાસમાંથી બનાવવામાં આવી છે. તેમાં સસ્પેન્શન, બે પેડલ, કંટ્રોલિંગ વ્હીલ, શિફ્ટર અને સ્પીડોમીટર જેવી સુવિધાઓ છે.

પીલ P50 એન્જિન અને માઇલેજ

આ કારમાં 49cc સિંગલ-ચેમ્બર, 2-સ્ટ્રોક બાઇક એન્જિન છે, જે તેને 4.2bhpનો મહત્તમ પાવર અને 5Nmનો સૌથી વધુ ટોર્ક આપે છે. જ્યારે આ કારને ટ્રાન્સમિશન માટે 3-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડી દેવામાં આવી છે. આ કારની માઈલેજ 50 km/l સુધી છે અને તેની ટોપ સ્પીડ 45 km/h છે.

'Peel P50' કિંમત

વર્તમાન નવી 'Peel P50' કારની કિંમત ભારતીય રૂપિયામાં લગભગ 12 લાખ રૂપિયા છે. આ કારનું ઉત્પાદન 2010 થી ફરી શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ આ કાર હવે ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં પણ ઉપલબ્ધ છે.

Upcoming Honda SUV: હ્યૂન્ડાઇ ક્રેટાનો ખેલ બગાડી દેશે હોન્ડાની નવી એસયૂવી, જુલાઇ સુધી થઇ શકે છે એન્ટ્રી, જાણો

હોન્ડા કાર્સ ઇન્ડિયાએ તાજેતરમાં જ પોતાની નવી સીટી સેડાનને નવા માપદંડો પ્રમાણે એન્જિનોની સાથે લૉન્ચ કરી છે. હવે કંપની આ વર્ષે જુલાઇ-સપ્ટેમ્બરની વચ્ચે પોતાની નવી એસયૂવીને લાવવાની તૈયારી કરી રહી છે. હોન્ડાની આ નવી એસયૂવી મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા, ટોયોટા અર્બન ક્રૂઝર હાઇરાઇડર, અને કિયા સેલ્ટૉસને ટક્કર આપશે. આજે અમે તમને અહીં આ એસયૂવી વિશે બતાવી રહ્યાં છીએ. 

ADAS વાળી હશે નવી કાર - 
કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એ જાણકારી સામે આવી છે કે, હોન્ડાની નવી એસયૂવી રડાર બેઝ્ડ એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટ સિસ્ટમ એટલે કે ADAS વાળી હશે. જેમાં ઓટોમેટિક કૉલિશન બ્રેકિંગ સિસ્ટમ, લેન કીપિંગ આસિસ્ટ, એડેપ્ટિવ ક્રૂઝ કન્ટ્રૉલ અને ઓટો હાઇ બીમ જેવા એડવાન્સ ફિચર્સ મળવાની આશા છે. આ મૉડલમાં સેફ્ટી ફિચર્સ તરીકે 6 એરબેગ, વ્હીકલ સ્ટેબિલિટી પ્રૉગ્રામ, 360 ડિગ્રી કેમેરા, કનેક્ટેડ કાર ટેક, હોન્ડાની લેન વૉચ સિસ્ટમ, ઇલેક્ટ્રૉનિક સ્ટેબિલિટી કન્ટ્રૉલ, હિલ હૉલ્ડ એસિસ્ટ, ઇબીડીની સાથે એબીએસ અને એક ઇલેક્ટ્રૉનિક પાર્કિંગ બ્રેક જેવા ફિચર્સ પણ મળશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
MLA ઈટાલિયા પર જૂતું મારવાનો પ્રયાસ કરનારા શખ્સે આપ્યું ચોંકાવનારુ નિવેદન, જાણો શું કહ્યું
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Char Dham Yatra: ચારધામ યાત્રામાં હવે નહિ બનાવી શકો રીલ, મંદિર પરિસરમાં મોબાઇલ પર પ્રતિબંધ
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
Accident: અમદાવાદ વૈષ્ણદેવી સર્કલ પાસે ધડાકાભેર કાર એસટી બસ સાથે અથડાય, કારનો કૂચડો, ભયંકર અકસ્માતના CCTV
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
ટોલ પ્લાઝા પર હવે કેશ નહિ ફક્ત FASTag અથવા UPI દ્વારા જ થશે પેમેન્ટ, જાણો કઇ તારીખથી થશે અમલ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી માવઠાનું સંકટ, આ તારીખથી પડશે કમોસમી વરસાદ
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Delhi Cold Wave: દિલ્લીમાં ડબલ અટેક, કાતિલ ઠંડી સાથે હવાનું પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પારને પાર
Embed widget