શોધખોળ કરો

આ રાજ્યમાં EV ખરીદનારાઓ માટે ખુશીના સમાચાર, 1 લાખ સુધીની સબસિડી અને ટેક્સમાં ભારે છૂટ, જાણો તમામ વિગતો

સરકારનો દાવો છે કે નવી નીતિ ઇલેક્ટ્રિક વાહનો અપનાવવામાં ઝડપી વધારો કરશે. રાજ્યએ વર્ષ 2030 માટે એક લક્ષ્ય નક્કી કર્યું છે, જેમાં નવા નોંધાયેલા તમામ વાહનોમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 30 ટકા હશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • બિહારમાં મહિલાઓને ઈલેક્ટ્રિક કાર ખરીદવા ₹1 લાખ સુધીની સબસિડી.
  • નવી નીતિમાં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર પર પણ મોટી સહાય.
  • ઈલેક્ટ્રિક વાહનો પર 50% મોટર વ્હીકલ ટેક્સમાં છૂટ.
  • 2030 સુધીમાં 30% EV રજિસ્ટ્રેશનનું રાજ્યનું લક્ષ્યાંક.

Bihar EV Policy: દેશભરમાં ઈલેક્ટ્રિક ગાડીઓને પ્રોત્સાહન આપવા માટે સરકારો સતત નવી યોજનાઓ લાવી રહી છે. પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને પ્રદૂષણની સમસ્યાને જોતા હવે રાજ્ય સરકારો લોકોને EV એટલે કે ઈલેક્ટ્રિક વાહન ખરીદવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ દિશામાં બિહાર સરકારે પણ મોટો નિર્ણય લીધો છે. નવી EV પોલિસી હેઠળ હવે મહિલાઓને ઈલેક્ટ્રિક કાર ખરીદવા પર 1 લાખ રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. આ સાથે ઈલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં પણ મોટી છૂટ મળશે.

બિહાર સરકારે બિહાર ઈલેક્ટ્રિક વાહન (સુધારા) નીતિ 2026 ને મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારનો ઉદ્દેશ્ય રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવો, પ્રદૂષણ ઘટાડવું અને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે. આ યોજના હેઠળ મહિલાઓને ઈલેક્ટ્રિક ફોર-વ્હીલર એટલે કે EV કાર ખરીદવા પર સીધા 1 લાખ રૂપિયા સુધીની પ્રોત્સાહક રકમ આપવામાં આવશે.

આ પણ વાચો... ક્રેશ ટેસ્ટમાં ફેલ થઈ Toyota ની આ કાર, સેફ્ટીમાં મળ્યું 0-સ્ટાર રેટિંગ,ખરીદતા પહેલા જાણીલો વિગતો

નવી નીતિમાં શું સામેલ છે?

નવી નીતિમાં માત્ર કાર જ નહીં પરંતુ અન્ય ઈલેક્ટ્રિક ગાડીઓ માટે પણ સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર સામાન્ય વર્ગના લોકોને 10 હજાર રૂપિયા સુધીની સહાય મળશે, જ્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગના લોકોને 12 હજાર રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવશે. તેમજ ઈલેક્ટ્રિક માલવાહક થ્રી-વ્હીલર્સ ખરીદવા પર સામાન્ય વર્ગને 50 હજાર રૂપિયા અને SC-ST વર્ગને 60 હજાર રૂપિયા સુધીની મદદ આપવામાં આવશે.

સરકારે ઈલેક્ટ્રિક વાહનો પર મોટર વ્હીકલ ટેક્સમાં પણ 50 ટકા સુધીની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે જો કોઈ વ્યક્તિ બિહારમાં ઈલેક્ટ્રિક વાહન ખરીદીને રજિસ્ટ્રેશન કરાવે છે, તો તેને ટેક્સમાં મોટી રાહત મળશે. આ સિવાય જૂની ગાડીઓને સ્ક્રેપ કરવા પર કેન્દ્ર સરકારની નીતિ મુજબ વધારાનો લાભ પણ આપવામાં આવશે. આનાથી લોકોનો ઝુકાવ પેટ્રોલ અને ડીઝલ ગાડીઓથી હટીને EV તરફ વધી શકે છે.

સરકારનો શું દાવો છે?

સરકારનો દાવો છે કે આ નવી નીતિથી બિહારમાં ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ ઝડપથી વધશે. રાજ્યએ વર્ષ 2030 સુધીમાં લક્ષ્ય રાખ્યું છે કે નવા રજિસ્ટર થનારા કુલ વાહનોમાં 30 ટકા હિસ્સો ઈલેક્ટ્રિક વાહનોનો હોય. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આ ટાર્ગેટ પૂરો થાય છે તો દર વર્ષે લગભગ 10 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલની બચત થઈ શકે છે. આનાથી સામાન્ય લોકોનો પરિવહન ખર્ચ પણ ઘટશે અને પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો આવશે.

નવી EV નીતિ હેઠળ રાજ્યમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ મજબૂત કરવામાં આવશે. સરકાર પબ્લિક અને ખાનગી બંને પ્રકારના ચાર્જિંગ સ્ટેશન લગાવવાને પ્રોત્સાહન આપશે. શોપિંગ મોલ, હોટેલ, પેટ્રોલ પંપ અને મોટા ભવનોમાં EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી લોકોને ચાર્જિંગની સમસ્યાનો સામનો ન કરવો પડે.

Frequently Asked Questions

બિહાર નવી EV પોલિસી હેઠળ મહિલાઓને ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર કેટલી સબસિડી મળશે?

બિહાર નવી EV પોલિસી હેઠળ મહિલાઓને ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર 1 લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે.

બિહાર નવી EV પોલિસીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ વધારવો, પ્રદૂષણ ઘટાડવું અને લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાનો છે.

ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર કેટલી સબસિડી મળશે?

સામાન્ય વર્ગને 10 હજાર રૂપિયા અને અનુસૂચિત જાતિ/જનજાતિને 12 હજાર રૂપિયા સુધીની સહાય મળશે.

બિહાર નવી EV પોલિસી હેઠળ ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સમાં કેટલી છૂટ મળશે?

ઇલેક્ટ્રિક વાહનો પર મોટર વ્હીકલ ટેક્સમાં 50 ટકા સુધીની છૂટ મળશે.

બિહાર સરકારનું 2030 સુધીનું EV લક્ષ્ય શું છે?

2030 સુધીમાં નવા રજિસ્ટર થનારા કુલ વાહનોમાં 30 ટકા હિસ્સો ઇલેક્ટ્રિક વાહનોનો હોય તેવું લક્ષ્ય રાખ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget