Car Tips: ચોમાસામાં રહો સાવધાન, આટલી વસ્તુઓ ચેક કર્યા બાદ જ ચલાવો કાર
વરસાદ દરમિયાન રસ્તાઓ વારંવાર ભીના થઈ જાય છે. આ સ્થિતિમાં વાહન લપસી જવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે.
Car Tips For Rainy season: ટૂંક સમયમાં જ આખા દેશમાં વરસાદની સિઝન શરૂ થવા જઈ રહી છે અને આવા સમયે વાહન ચલાવતા લોકોએ પોતાના વાહનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આ સિઝનમાં વાહનના પાર્ટ્સને નુકસાન થવાની સંભાવના વધારે છે. કારણ કે આવા હવામાનમાં મોટાભાગે વાહનો પર ભેજ જામેલો રહે છે. એટલા માટે આજે અમે તમને વાહન મેન્ટેનન્સ માટે કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમારે ફોલો કરવી જ જોઈએ.
ટાયરની કરો જાળવો
વરસાદ દરમિયાન રસ્તાઓ વારંવાર ભીના થઈ જાય છે. આ સ્થિતિમાં વાહન લપસી જવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી જાય છે, જેથી તમારે એ વાતની ખાતરી કરવી જરૂરી છે કે તમારા વાહનના ટાયરમાં સારી પકડ અને ડીપ ટ્રેડ હોય. જો એવું ન હોય તો તમારા માટે ટાયર બદલવાનું વધુ સારું રહેશે.
બ્રેક્સ તપાસો
બ્રેક એ વાહનનો એક ભાગ છે જેને તમારે હંમેશા સારી સ્થિતિમાં રાખવી જોઈએ. વરસાદ પહેલા આને વધુ એક વખત તપાસો અને જો કોઈ ખામી હોય તો તેને સુધારી લો.
બેટરી
વાહનની બેટરીને વરસાદની મોસમમાં સૌથી વધુ અસર થાય છે, અને ભેજ એકઠું થવા, શોર્ટ સર્કિટ અથવા કનેક્શન ઢીલું પડવાની સમસ્યાઓ આવી શકે છે. તેથી એકવાર મિકેનિક દ્વારા તેની તપાસ કરાવો.
વિન્ડશિલ્ડ વાઇપરને પણ કરી લો ચેક
વિન્ડશિલ્ડ વાઇપર વરસાદની મોસમમાં વાહનમાં સૌથી ઉપયોગી વસ્તુ છે, તેના વિના વરસાદમાં વાહન ચલાવવું ખૂબ મુશ્કેલ છે. એટલા માટે વરસાદ પહેલા જ વાઇપરના રબરને તપાસો અને જો તે યોગ્ય ન હોય તો તેને બદલી નાખો.
લાઇટ
વરસાદની ઋતુ પહેલા, તમારા વાહનની તમામ લાઈટોને એક વાર સારી રીતે તપાસો અને જો જરૂરી હોય તો મિકેનિક દ્વારા પણ તપાસ કરાવો. જો કોઈપણ લાઇટમાં કોઈ ખામી હોય, તે ઓછો પ્રકાશ મળી રહ્યો હોય તો તેને બદલો. કારણ કે વરસાદમાં ઓછી વિઝિબિલિટીના કારણે અકસ્માતો ટાળવામાં તે તમને ઘણી મદદ કરે છે.
Brake Fail: જો ચાલુ કારે બ્રેક ફેઈલ થઈ જાય તો શું કરવું? જાણો અગત્યની ટિપ્સ
કાર ચલાવવી એ ઘણા લોકો માટે ખૂબ જ આનંદદાયક છે. જો કે વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે, ઝડપી ગતિએ જતી કારમાં અચાનક બ્રેક ફેલ થઈ જાય છે અથવા તો બ્રેક બરાબર કામ નથી કરતી. આ સ્થિતિમાં મોટાભાગના લોકો ગભરાઈ જાય છે, જેના કારણે અકસ્માતની સંભાવના ઘણી વધી જાય છે. પરંતુ ખરેખર તો આ સ્થિતિમાં મનને શાંત રાખવું જોઈએ અને અહીં જણાવેલી કેટલીક ટીપ્સનું પાલન કરવું જોઈએ.
આ રીતે નિયંત્રણ કરો
જો ઝડપથી ચાલતા વાહનમાં બ્રેક લગાવવામાં આવતી નથી, તો તમારે શાંત રહેવું જોઈએ અને વાહનની ઝડપ ઘટાડવાના પગલાં લેવા જોઈએ. આ માટે વાહનના ગિયરને ધીમે ધીમે ડાઉન કરો અને તેને પહેલા ગિયરમાં લાવો. આ દરમિયાન બ્રેકને સતત દબાવતા રહો. આમ કરવાથી બ્રેક ફરીથી કામ કરવાની સંભાવના વધી જાય છે.