Demolition:અમદાવાદ સહિત આ શહેરમાં મોટાપાયે ડિમોલિશન,ભાવનગરમાં વિરોધ-વિવાદ વચ્ચે કામગીરી
Demolition:રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામ સામે સખત કાર્યવાહી કરતા જુદી જુદી જગ્યાએ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદ, ભાવનગર, જામનગરના સહિતના અનેક શહેરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યાં છે.

Demolition:રાજ્ય સરકારે ગેરકાયદે બાંધકામ સામે સખત કાર્યવાહી કરતા જુદી જુદી જગ્યાએ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદ, ભાવનગર, જામનગરના સહિતના અનેક શહેરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યાં છે.
અમદાવાદ ડિમોલિશન
ગેરકાયદે બાંધકામ કરીને નિયમોના લીરા ઉડતા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે અને મોટા પાયે યુદ્ધના ધોરણે ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરાઇ છે. અમદાવાદના સરખેજમાં અસામાજિક તત્વોની મિલકત પર બુલડોઝર ચાલી રહ્યું છે. સરખેજ વિસ્તારના શંકરપુરા ખાતે પાંચ ગેરકાયદે નિર્માણો ધ્વસ્ત કરી દેવાયા છે. સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો જમીનદોસ્ત કરાયા છે. સાણંદ ચાર રસ્તાથી ઉજાલા ચાર રસ્તા તરફના સર્વિસ રોડ પર કામગીરી ચાલી રહી છે. નોંધનિય છે કે, લિસ્ટેડ બુટલેગરોના ગેરકાયદે નિર્માણ દૂર કરતા સમયે દારૂના કોથળા મળી આવ્યાં હતા. અમદાવાદના સરખેજમાં મકાનો બાદ ગેરકાયદે દુકાનોનું ડિમોલીશન કરાયું છે. અસામાજિક તત્વોના મકાનો બાદ દુકાનો બુલડોઝર ચાલ્યું છે. પાંચ લિસ્ટેડ તોફાનીઓના ત્રણ મકાન DCPની હાજરીમાં ધ્વંશ કરાયા છે. મકાનો બાદ સર્વિસ રોડ પરની દુકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભાવનગરમાં ડિમોલિશન સમયે વિવાદ- વિરોધ
તો ભાવનગરમાં પણ ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે ભાવનગરમાં ડિમોલીશનની કામગીરી ફરી વિવાદમાં આવી છે. કુંભારવાડા નજીક ડિમોલીશન સમયે પ્રશાસન- સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જ્યું હતું. સીહા કોલોનીમાં ડિમોલીશન સમયે પ્રશાસન- સ્થાનિક વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. ડિમોલીશનની કામગીરીમાં વ્હાલા- દવલાની નીતિનો સ્થાનિકોએ આક્ષેપો લગાવ્યાં હતા. ભાજપના કાર્યકરનું મકાન પાડવામાં નહીં આવતું હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો હતો.
છોટાઉદેપુરમાં ડિમોલીશન
તો છોટાઉદેપુરમાં પણ પાલિકાએ ડિમોલીશનની કામગીરી હાથ ધરી છે. મહિલા પોલીસ સ્ટેશન, સરદારબાગ વિસ્તારમાં ડિમોલીશનની કાર્યવાહી સવારથી જ શરૂ કરવામાં આવી છેય. ટ્રાફિકને નડતરરૂપ થતાં દબાણો પણ પાલિકાએ દૂર કર્યાં છે. ગેરકાયદે લારી- ગલ્લા પાલિકાની ટીમ દૂર કરશે. પાલિકાએ ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલીશન હાથ ધર્યું
જામનગરમાં નદીના તટના દબાણો હટાવાયા
જામનગરમાં નદીના તટ પરના દબાણો પર પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ગેરકાયદેસર નિર્માણો પર દાદાનું બુલડોઝર ચાલ્યું. કાલાવડ નાકા બહાર ખડકાયેલા કાચા- પાકા બાંધકામો ધ્વસ્ત કારાયા છે. નદીના પટ્ટ વિસ્તારમાં ગેરકાયદે ઉભા કરાયેલા ઘાસના ગોડાઉનને દૂર કરી દેવાયા છે. શાંતિ પૂર્વક ડિમોલિશનની કામગીરી પૂર્ણ થાય માટે મનપાની ટીમે ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી છે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
