Bhavnagar: માલધારી સમાજની 75 હજારથી વધુ દીકરીઓએ ગોપી હુડો રાસ રમીને બનાવ્યો વિશ્વ રેકોર્ડ
Bhavnagar: ભાવનગરના ભાલ પંથકમાં આવેલ બાવળિયાળી ઠાકર ધામમાં માલધારી સમાજની દીકરીઓએ ગોપી હુંડા મહારાસ રમીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

Bhavnagar: ભાવનગરના ભાલ પંથકમાં આવેલ બાવળિયાળી ઠાકર ધામમાં માલધારી સમાજની દીકરીઓએ ગોપી હુંડા મહારાસ રમીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપલબ્ધિ એક સાથે 75 હજારથી વધુ દીકરીઓ દ્વારા ગોપી હુડો રાસ રમીને મેળવવામાં આવી છે. આ ઐતિહાસિક પ્રસંગને નિહાળવા માટે રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત હતા અને તેમણે માલધારી ભરવાડ સમાજને અભિનંદન પાઠવ્યા હતા.
બાવળિયાળી ઠાકર ધામ ખાતે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ્ ભગવત ગોપ જ્ઞાન કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે. આ કથાના પાંચમા દિવસે ગોપી મહાહુડો રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માલધારી સમાજની દીકરીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે સમાજની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરની બાવળીયાળી ઠાકર ધામ ને આજે ગોકુળિયું બનાવી દીધું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોલેરા નજીક બાવળીયાળીમાં સંત શ્રી નગાલખા બાપા-ઠાકરધામના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપજ્ઞાન ગાથામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભરવાડ સમાજના લોકોને સંબોધિત કરતા તેમણે જણાવ્યું હતું કે, ભરવાડ સમાજ 'ઠાકર કરે ઈ ઠીક'ના વિચાર સાથે ભગવાન સઘળું સારું કરશે તેવી આસ્થા રાખનારો સમાજ છે. દેશભરના દેવસ્થાનોને આધુનિક થવા સાથે ભવ્ય અને દિવ્ય બની રહ્યા છે. વિરાસતથી વિકાસની આ યાત્રામાં નાનામાં નાનો નાગરિક પણ જોડાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે. રચનાત્મક પ્રવૃતિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. ભરવાડ સમાજે રૂઢિગત પરંપરાઓને તિલાંજલિ આપી આધુનિક પ્રગતિશીલ પરંપરા અપનાવી શિક્ષણ અને તાલીમ દ્વારા પરિવર્તનશીલ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભરવાડ સમાજની ૭૫,૦૦૦થી વધુ બહેનોએ પરંપરાગત હૂડો રાસ રમી વિક્રમ સર્જ્યો હતો. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશનના CEO પાવન સોલંકીના હસ્તે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહંત શ્રી રામબાપુને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સંત શ્રી નગાલખા - ઠાકરધામ ખાતે દર્શન અને પૂજન-અર્ચન કર્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
