EV ખરીદવા પર કયા રાજ્યમાં મળે છે સૌથી વધુ સબસિડી ? અહીં જાણો પુરેપુરી ડિટેલ્સ
EV Subsidies In India: મહારાષ્ટ્ર EV નીતિમાં, EV વાહનોને સંપૂર્ણ મુક્તિ મળશે એટલે કે મોટર વાહન કર, નોંધણી નવીકરણ ફીમાંથી 100 ટકા મુક્તિ છે

EV Subsidies In India: દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને કારણે સતત નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સાથે, ડ્રાઇવિંગને લઈને ઘણા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. વળી, સરકાર લાંબા સમયથી દેશવાસીઓને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ વિશે જાગૃત કરી રહી છે. રાજ્ય સરકારો લોકોને EV ખરીદવા માટે અનેક પ્રકારની છૂટછાટો પણ આપે છે, જેથી સસ્તા ભાવે નવું ઇલેક્ટ્રિક વાહન ખરીદી શકાય. ચાલો જાણીએ કે કયા રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર મહત્તમ કર મુક્તિ આપવામાં આવે છે.
કયા રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર કેટલું ડિસ્કાઉન્ટ છે ?
દેશના મોટાભાગના રાજ્યોમાં FAME સબસિડી યોજના હેઠળ EV પોલિસીઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓ હેઠળ લોકોને ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર લાભ આપવામાં આવે છે. ગયા મહિને, ગુજરાત સરકારે રાજ્યમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5 ટકા ટેક્સ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી હતી, જેનાથી કુલ ટેક્સ ઘટીને માત્ર 1 ટકા થયો હતો, આ સુવિધા રાજ્યમાં 31 માર્ચ, 2026 સુધી અમલમાં રહેશે.
મહારાષ્ટ્ર EV નીતિમાં, EV વાહનોને સંપૂર્ણ મુક્તિ મળશે એટલે કે મોટર વાહન કર, નોંધણી નવીકરણ ફીમાંથી 100 ટકા મુક્તિ. આ ઉપરાંત, મુંબઈ-પુણે અને મુંબઈ-નાશિક એક્સપ્રેસવે પર ટોલ ટેક્સમાંથી 100 ટકા મુક્તિની જોગવાઈ પણ છે.
ઉત્તરપ્રદેશની EV નીતિ 2022 માં, EV સ્કૂટર ખરીદવા પર 5000 રૂપિયા, કાર પર 1 લાખ રૂપિયા, બસ પર 20 લાખ રૂપિયા અને ઈ-ફ્રેઈટ કેરિયર પર 1 લાખ રૂપિયા સુધીની છૂટની વાત છે.
દિલ્હીની પ્રસ્તાવિત EV નીતિ વિશે વાત કરીએ તો, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદવા પર સારી સબસિડી મળી શકે છે. આમાં, પ્રતિ કિલોવોટ-કલાક રૂ. 10,000 ના દરે કુલ 30,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. મહિલા રાઇડર્સ માટે, આ રકમ તેનાથી પણ વધુ, રૂ. 36,000 સુધીની હોઈ શકે છે.




















