આ સસ્તી કારો પર મળી રહ્યું 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો શું છે ખાસ ઑફર
જો તમે આ મહિનામાં કાર લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. મારુતિ સુઝુકી સહિત અને સસ્તી કારો પર આ મહિને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેના બાદ તમે સસ્તી કારોને વધુ ઓછી કિંમતમાં ખરીદી શકશો.
જો તમે આ મહિનામાં કાર લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. મારુતિ સુઝુકી સહિત અને સસ્તી કારો પર આ મહિને ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. જેના બાદ તમે સસ્તી કારોને વધુ ઓછી કિંમતમાં ખરીદી શકશો. જો કે, ધ્યાન આપવા જેવી વાત એ છે કે, અલગ અલગ રાજ્યો અને ડિલરશિપમાં આ ઓફર અલગ અલગ છે. ઓફર લિમિટેડ ટાઈમ માટે જ છે. ત્યારે જાણો કઈ કાર પર શું ઓફર છે.
Datsun Redi-Go
જો તમે આ મહિનામાં Datsun Redi-Goને ઘરે લાવવા માંગો છો તો કંપની તરફથી તમને આ કાર પર 37 હજાર સુધી ડિસ્કાઉન્ટ મળી શકે છે. તેમાં 15 હજાર રૂપિયા કેસ ડિસ્કાઉન્ટ, 15 હજાર સુધી એક્સજેન્ચ બોનસ સામેલ છે. સાથે જ ડેટસનની આ કાર પર 7 હજાર રૂપિયાનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. કારની દિલ્હી એક્સ શો રૂમ કિંમત 3,83,800 રૂપિયાથી શરુ થાય છે.
Renault Kwid
Renault Kwid પર 40 હજાર સુધી છૂટ આપવામાં આવી રહી છે. તેમાં 10 હજાર રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ અને 20 હજાર રૂપિયા એક્સચેન્જ બોનસ સામેલ છે. સાથે જ તેના પર 10 હજાર રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. Renault Kwidની દિલ્હી એક્સ શો રૂમ કિંમત 3,18,100 રૂપિયાથી શરુ થયા છે.
Maruti Suzuki Alto
Maruti Suzuki ની આ પોપ્યુલર કાર Altoને પણ સસ્તી કિંમતમાં આ મહિને ખરીદી શકો છો. આ મહિનામાં કંપની આ કાર પર 36 હજાર રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેમાં 17 હજાર રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ અને 15 હજાર રૂપિયા સુધી એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે. Maruti Suzuki Altoની શરુઆતી કિંમત દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 2,99,800 રૂપિયા છે.
નવી Skoda Kodiaq આ ખાસ અપડેટ સાથે થઇ લૉન્ચ, જાણો SUVમાં શું છે ખાસ
તમારી ગાડીનો ટ્રાફિક પોલીસે મેમો ફાડ્યો છે કે નહીં? આ રીતે ઓનલાઇન ચેક કરીને ભરી શકો છો પેમેન્ટ, જાણો પ્રૉસેસ
સિંગલ ચાર્જમાં 312 કિલોમીટર દોડે છે Tataની આ ઈલેક્ટ્રિક કાર, ગ્રાહકનો મળી રહ્યો શાનદાર રિસ્પોન્સ