(Source: ECI/ABP News/ABP Majha)
EV News: જો તમે આ કંપનીઓના ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ખરીદ્યા છે, તો તમને કંપની આપશે ચાર્જરના પૈસા પાછા, સરકારે આપ્યો છે આદેશ
ચાર મોટી ઇલેક્ટ્રિક ઇવી ટૂ-વ્હીલર નિર્માતા કંપનીઓ, ઓલા, એથર, ટીવીએસ મૉટર અને વિડા (હીરો મૉટરકોર્પનું એક યુનિટ) તપાસ હેઠળ હતી.
Fame Scheme: એથર ઇલેક્ટ્રિક, ટીવીએસ અને હીરો મૉટરકૉર્પ પોતાના ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સના ગ્રાહકોને તેમની ચાર્જરની કિંમત પાછી આપશે, જે ઇવી ટૂ-વ્હીલર્સ કંપનીઓ દ્વારા વેચવામાં આવી ચૂક્યા છે. આનુ કારણ ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી મોટી કાર્યવાહી છે, આ કંપનીઓએ વાહનો સાથે ઇલેક્ટ્રિક ચાર્જર અલગથી વેચ્યા હતા, જે FAME II સ્કીમનું ઉલ્લંઘન છે, જેને EV મેન્યૂફેક્ટરરને મોટાપાયે ફાયદો પહોંચાડ્યો છે.
શા માટે થઇ કાર્યવાહી ?
ચાર મોટી ઇલેક્ટ્રિક ઇવી ટૂ-વ્હીલર નિર્માતા કંપનીઓ, ઓલા, એથર, ટીવીએસ મૉટર અને વિડા (હીરો મૉટરકોર્પનું એક યુનિટ) તપાસ હેઠળ હતી. કારણ કે આ કંપનીઓ પર કથિત રીતે તેમના ઈલેક્ટ્રિક વાહનોની કિંમતોમાં હેરાફેરી કરવાનો આરોપ હતો. જેથી FAME પ્રૉગ્રામ અંતર્ગત 10,000 કરોડ રૂપિયાના પ્રૉગ્રામનો લાભ લઇ શકાય. જેની અંદર 1.50 લાખ રૂપિયાથી ઓછી કિંમતના સ્કૂટર આવે છે.
ઇવી કંપનીઓ આપશે પૈસા પાછા -
ETના સમાચાર પ્રમાણે, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતાઓ પોતાના વાહનોની કિંમત ઓછી રાખવા માટે અલગથી ચાર્જર અને જરૂરી સૉફ્ટવેરનું વેચાણ કરતા હતા. જેથી EV ટુ-વ્હીલરની કિંમત ઓછી રાખીને FAME સ્કીમનો બેનિફિટ લઇ શકાય, પરંતુ EV નિર્માતાઓ દ્વારા તેમના ગ્રાહકોને પૈસા પાછા આપવીની જાહેરાત બાદથી મંત્રાલય દ્વારા આ તપાસને હાલમાં બંધ કરી દેવામાં આવી છે.
Ather આપશે પૈસા પાછા
આશા રાખવામાં આવી રહી છે કે એથર 12 એપ્રિલ, 2023 સુધી વેચાયેલા પોતાના Ather 450X મૉડલના 95,000 ગ્રાહકોને 140 કરોડ રૂપિયા રિફંડ કરશે. આની સાથે મંત્રાલય કંપની પાસેથી 25 કરોડ રૂપિયાની રિક્વરી કરશે, કારણ કે અપગ્રેડેડ સૉફ્ટવેરની ખરીદી ન હતી કરી અને આ કારણે બેટરીની ક્ષમતામાં ઘટાડો આવ્યો હતો.
ઓલા પણ પાછા આપશે પૈસા
હાલમાં જ ઓલાએ કેન્દ્ર સરકારને જાણકારી આપી છે કે, કંપનીએ લગભગ 1 લાખ ગ્રાહકોને જેમને 30 માર્ચ, 2023 પહેલા Ola S1 ખરીદી છે તેમને કંપની 130 કરોડ રૂપિયા પાછા આપશે.
Electric Scooters : વધારવા માંગો છો ઈલેક્ટ્રિક સ્કૂટરની રેંજ, અમનાવો આ ટિપ્સ
ઓવરલોડ કરશો નહીં
જો તમે તમારા ઈલેક્ટ્રિક સ્કૂટર પર વધારે બલ્ક ઉમેર્યા વિના સિંગલ પેસેન્જર તરીકે મુસાફરી કરો છો, તો તમને વધુ રેન્જ મળશે. એક કરતા વધુ રાઈડ માટે ઈલેક્ટ્રિક સ્કૂટર પર ન બેસવાનો પ્રયાસ કરો. ઓવરલોડિંગ સ્કૂટરની રેન્જને ઘટાડી શકે છે તેમજ બેટરી અને મોટરને ઝડપથી નુકસાન પહોંચાડે છે.
બેટરી બચાવો
ઝડપ જાળવી રાખો
ઈલેક્ટ્રિક સ્કૂટરની સ્પીડને વારંવાર ઘટાડશો નહીં કે વધારશો નહીં, તેનાથી રેન્જ વધી શકે છે. જો ઇલેક્ટ્રિક સ્કૂટર ઓછા RPM પર ચલાવવામાં આવે તો વાહનને વધુ અંતર સુધી ચલાવી શકાય છે.
ટ્રાફિક સિગ્નલ પર સ્કૂટર બંધ કરો
જો તમે ભારે જામ અથવા સિગ્નલમાં અટવાઈ ગયા છો અને તમારે લાંબા સમય સુધી રાહ જોવી પડશે, તો આ સ્થિતિમાં તમારે તમારું સ્કૂટર બંધ કરી દેવું જોઈએ. જેનાથી બેટરીનો બિનજરૂરી વપરાશ ન થાય. જો કે, જો તમારે થોડીક સેકન્ડ માટે રોકવું હોય તો સ્કૂટરને બંધ ન કરો.