(Source: ECI/ABP News/ABP Majha)
Hero New Bike: હીરો મોટોકોર્પ કરી રહી છે નવી 125 સીસી બાઇકનું ટેસ્ટિંગ, જાણો કોને આપશે ટક્કર
Hero આગામી કેટલાક મહિનામાં તેનું Karizma મોડલ માર્કેટમાં પાછું લાવવા જઈ રહ્યું છે. આ સિવાય કંપની તેની પ્રીમિયમ મોટરસાઇકલ રેન્જમાં ચાર નવા મોડલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
Hero 125cc Bike: Hero MotoCorp ભારતીય બજાર માટે કેટલીક મોટી યોજનાઓ પર કામ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં અપડેટેડ સસ્પેન્શન, વધુ શક્તિશાળી એન્જિન અને કેટલાક કોસ્મેટિક ફેરફારો સાથે નવું Xtreme 160R 4V લોન્ચ કર્યું છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.27 લાખથી શરૂ થાય છે. Hero આગામી કેટલાક મહિનામાં તેનું Karizma મોડલ માર્કેટમાં પાછું લાવવા જઈ રહ્યું છે. આ સિવાય કંપની તેની પ્રીમિયમ મોટરસાઇકલ રેન્જમાં ચાર નવા મોડલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
ડિઝાઇન
તાજેતરમાં જ હીરોની એક નવી બાઇક પ્રોટોટાઇપ ટેસ્ટ દરમિયાન જોવા મળી હતી. જે સંપૂર્ણ ઢંકાયેલી હતો. જો કે, તે 125 સીસી મોટરસાઇકલ હોઈ શકે છે, જેમાં હીરો ગ્લેમર 125 જેવી ડિઝાઇન, એન્જિન અને ક્રેન્કકેસનો સમાવેશ થઈ શકે છે. તેમાં LED હેડલાઇટ, LED ટર્ન ઇન્ડિકેટર્સ, એક સ્પોર્ટી હેડલેમ્પ અને ફ્રન્ટ ફેરિંગ જોઈ શકે છે. ઉપરાંત વિશાળ ઇંધણ ટાંકી, એક LED ટેલલેમ્પ, વન-પીસ ટાઇપ હેન્ડલબાર અને સ્પ્લિટ સીટ પણ મળી શકે છે
બ્રેકિંગ અને એન્જિન
બ્રેકિંગ માટે નવી હીરો બાઇકના આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળના ભાગમાં મોનોશોક આપવામાં આવ્યા છે. બ્રેકિંગ માટે તેમાં પાવર ફ્રન્ટ ડિસ્ક અને રિયર ડ્રમ બ્રેક મળશે. તેમાં 6-સ્પોક, સ્પ્લિટ-ટાઈપ 17-ઈંચના એલોય વ્હીલ્સ મળશે. જો કે તેના એન્જીનની વિગતો હજુ સામે આવી નથી. પરંતુ તેમાં 125cc એન્જિન સાથે 5-સ્પીડ ગિયરબોક્સ મળવાની શક્યતા છે.
કોની સાથે કરશે સ્પર્ધા
નવી Hero 125cc બાઇક TVS Raider સાથે સ્પર્ધા કરશે, જે આ સેગમેન્ટમાં માર્કેટમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં તેણે 3 લાખ યુનિટના વેચાણનો આંકડો પાર કર્યો છે. તેમાં ફર્સ્ટ ઇન સેગમેન્ટ TFT ક્લસ્ટર, કનેક્ટિવિટી ટેક્નોલોજી અને વૉઇસ રેકગ્નિશન જેવી સુવિધાઓ મળે છે.
Hero MotoCorp ટૂંક સમયમાં તેના Xtreme 160Rનું અપડેટેડ વર્ઝન લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેમાં USD ફોર્કસ પણ મળશે. તે વધુ સારી સ્ટાઇલ અને નવા રંગ વિકલ્પો સહિત અન્ય અપડેટ્સ પણ મેળવશે. આ સાથે તેમાં કેટલાક નવા ફીચર્સ પણ મળી શકે છે. તેના નવા ટીઝરમાં કાળા રંગના એલોય વ્હીલ્સ અને સોનેરી USD ફોર્ક જોવા મળી શકે છે. હીરોએ એક્ઝોસ્ટ અને રમ્બલિંગ સાઉન્ડને પણ ટીઝ કર્યા છે. જ્યારે હીરો એક્સ્ટ્રીમમાં સ્પોર્ટી ડિઝાઇન પણ ઉપલબ્ધ હશે. વધુ વજન હોવા છતાં તે એક કોમ્યુટર બાઇક જેવી લાગે છે. જે સામાન્ય રીતે હીરોની એન્ટ્રી-લેવલ બાઇક સાથે સંકળાયેલી હોય છે. તેની Pulsar NS 160, Apache RTR 160 અને Suzuki Gixxer સાથે સ્પર્ધા થશે.