શોધખોળ કરો

Full Tank પર 1300 KM ચાલશે આ હાઇબ્રિડ કાર! ZR-V સહિત ટૂંક સમયમાં લોન્ચ થશે 3 નવી કાર

નવી મારુતિ બ્રેઝાથી લઈને હોન્ડા અને MGની હાઇબ્રિડ કાર માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે; જાણો તેમના એડવાન્સ ફીચર્સ અને ખાસિયતો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મારુતિ બ્રેઝા ફેસલિફ્ટ 24 જુલાઈએ આકર્ષક ફીચર્સ સાથે લોન્ચ થશે.
  • JSW MG પ્લગ-ઇન હાઇબ્રિડ SUV ઇંધણ બચાવશે અને પ્રદૂષણ ઘટાડશે.
  • હોન્ડાની હાઇબ્રિડ કાર 1300 કિમી રેન્જ સાથે બજારમાં આવશે.

Upcoming hybrid cars India: જો તમે નવી કાર ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો થોડી રાહ જોવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં ગ્રાહકોની અલગ-અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં જ 3 શાનદાર કાર લોન્ચ થવા જઈ રહી છે. કોઈને સ્ટાઇલિશ SUV જોઈએ છે, તો કોઈને ફેમિલી માટે વધુ સ્પેસ અને સેફ્ટી જોઈએ છે, જ્યારે ઘણા લોકો શાનદાર માઇલેજ અને લેટેસ્ટ ટેકનોલોજીના આગ્રહી હોય છે. આ તમામ જરૂરિયાતો પૂરી કરવા માટે કંપનીઓ નવા મોડલ લાવી રહી છે, જેમાં એક કાર તો એવી છે જે ફૂલ ટેન્ક પર 1300 કિલોમીટર સુધી દોડવાનો દાવો કરે છે! ચાલો જાણીએ આ આવનારી કારની વિગતો.

1. મારુતિ બ્રેઝા ફેસલિફ્ટ (Maruti Brezza Facelift)

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ ભારતીયોની માનીતી કાર મારુતિ સુઝુકી બ્રેઝાના ફેસલિફ્ટ વર્ઝનનું છે, જે 24 જુલાઈના રોજ માર્કેટમાં લોન્ચ થવા જઈ રહી છે. વર્તમાન બ્રેઝા કરતા આ નવું મોડલ ઘણું વધારે આકર્ષક હશે. નવી બ્રેઝામાં ફ્રન્ટ ગ્રિલ, અપડેટેડ LED લાઈટ્સ અને નવા એલોય વ્હીલ્સ જોવા મળશે.

જો તેના ઈન્ટિરિયરની વાત કરીએ તો, મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, સુધારેલ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, પ્રીમિયમ કેબિન અને અનેક કનેક્ટેડ કાર ટેકનોલોજી આપવામાં આવશે. કારનું પરફોર્મન્સ સુધારવા માટે કંપની તેમાં નવું બૂસ્ટરજેટ ટર્બો-પેટ્રોલ એન્જિન આપી શકે છે. આ કારનું બુકિંગ શરૂ થઈ ગયું છે અને લોન્ચિંગ બાદ તે માર્કેટમાં સીધી ટક્કર હ્યુન્ડાઈ વેન્યુ, ટાટા નેક્સન, કિયા સોનેટ અને મહિન્દ્રા XUV 3XO જેવી લોકપ્રિય SUV ને આપશે.

2. JSW MG મોટર પ્લગ-ઇન હાઇબ્રિડ SUV (JSW PHEV)

બીજું મોટું લોન્ચ JSW MG મોટર તરફથી થશે. કંપની એક નવી પ્લગ-ઇન હાઇબ્રિડ SUV લાવી રહી છે, જેમાં પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર બંનેનું પાવરફુલ કોમ્બિનેશન મળશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે સિટીની અંદર ટૂંકા અંતરની મુસાફરી તમે માત્ર ઇલેક્ટ્રિક મોડ પર કરી શકશો અને લાંબા અંતર માટે પેટ્રોલ એન્જિનનો વિકલ્પ રહેશે.

આનાથી ઈંધણની મોટી બચત તો થશે જ, સાથે પ્રદૂષણ પણ ઘટશે. ભારતમાં હાઇબ્રિડ કારની વધતી માંગ વચ્ચે, કંપની આ કારમાં મોડર્ન ડિઝાઇન, પ્રીમિયમ ઇન્ટિરિયર, મોટી ટચસ્ક્રીન, એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) અને અનેક લેટેસ્ટ ટેકનોલોજી આપવાની તૈયારી કરી રહી છે.

આ પણ વાંચોઃ 683 કિમી રેન્જ ધરાવતી આ ઇલેક્ટ્રિક SUV પર 2.50 લાખ રૂપિયાનું મહા ડિસ્કાઉન્ટ!

3. હોન્ડાની હાઇબ્રિડ કાર (Honda ZR-V)

ત્રીજું શાનદાર લોન્ચિંગ હોન્ડાની હાઇબ્રિડ કારનું થવા જઈ રહ્યું છે. એવા અહેવાલો છે કે 20 કે 21 જુલાઈના રોજ આ કારની કિંમતો સત્તાવાર રીતે જાહેર થઈ શકે છે. કંપની આ નવા મોડલમાં સ્પેસ, કમ્ફર્ટેબલ સીટિંગ, આધુનિક સેફ્ટી ફીચર્સ અને શાનદાર ફ્યુઅલ એફિશિયન્સી પર સૌથી વધુ ભાર મૂકી રહી છે. તમને જાણીને નવાઈ લાગશે કે, કંપની દાવો કરી રહી છે કે આ કાર ફુલ ટેન્ક પર 1300 કિલોમીટર સુધીની લાંબી મુસાફરી આરામથી કરી શકશે.

બજારમાં હરીફાઈ વધશે

આ ત્રણેય કારના લોન્ચિંગ પછી ભારતીય કાર બજારમાં હરીફાઈ ખૂબ જ તેજ બનવાની સંભાવના છે. હવે ઓટોમોબાઇલ કંપનીઓ માત્ર ડિઝાઇન પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સેફ્ટી, માઇલેજ, ADAS, કનેક્ટેડ ટેકનોલોજી, સનરૂફ અને હાઇબ્રિડ કે ઇલેક્ટ્રિક પાવરટ્રેન પર પણ ખાસ ફોકસ કરી રહી છે. આ જ કારણ છે કે હવે ગ્રાહકોને પહેલા કરતા ઘણા વધારે અને શાનદાર વિકલ્પો મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ ફુલ ટેન્ક પર 1,000 Km દોડશે આ SUV! પેટ્રોલના ટેન્શનથી મળશે મુક્તિ, જાણો ફીચર્સ

Frequently Asked Questions

નવી મારુતિ બ્રેઝા ફેસલિફ્ટ ક્યારે લોન્ચ થશે અને તેમાં કયા ફેરફારો જોવા મળશે?

નવી મારુતિ બ્રેઝા ફેસલિફ્ટ 24 જુલાઈના રોજ લોન્ચ થશે. તેમાં મોટી ટચસ્ક્રીન, સુધારેલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને પ્રીમિયમ કેબિન જેવી સુવિધાઓ હશે. પરફોર્મન્સ માટે નવું બૂસ્ટરજેટ ટર્બો-પેટ્રોલ એન્જિન અપાશે.

JSW MG મોટરની પ્લગ-ઇન હાઇબ્રિડ SUV નો મુખ્ય ફાયદો શું છે?

આ પ્લગ-ઇન હાઇબ્રિડ SUV નો મુખ્ય ફાયદો એ છે કે તમે શહેરની અંદર ઇલેક્ટ્રિક મોડ પર મુસાફરી કરી શકશો, જ્યારે લાંબા અંતર માટે પેટ્રોલ એન્જિનનો ઉપયોગ થશે. આનાથી ઇંધણની બચત થશે અને પ્રદૂષણ પણ ઘટશે.

કઈ આવનારી હાઇબ્રિડ કાર ફૂલ ટેન્ક પર 1300 કિલોમીટર સુધી દોડવાનો દાવો કરે છે?

હોન્ડાની આવનારી હાઇબ્રિડ કાર ફૂલ ટેન્ક પર 1300 કિલોમીટર સુધીની મુસાફરી આરામથી કરી શકશે. તેની કિંમતો 20 કે 21 જુલાઈના રોજ સત્તાવાર રીતે જાહેર થવાની અપેક્ષા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
28 કિમીની શાનદાર માઈલેજ આપતી આ મારુતિ કારની વિદેશમાં બમ્પર ડિમાન્ડ, એક્સપોર્ટ 2 લાખને પાર
EPOD Bharat: 227 KM રેન્જ સાથે હેન્ડ પેઇન્ટેડ ડિઝાઇન, લૉન્ચ થયું નવું થ્રી-વ્હીલર
EPOD Bharat: 227 KM રેન્જ સાથે હેન્ડ પેઇન્ટેડ ડિઝાઇન, લૉન્ચ થયું નવું થ્રી-વ્હીલર
Fronx Record: જાપાન સુધી છવાઇ દેસી Fronx, એક્સપોર્ટમાં બનાવ્યો ધાંસૂ રેકોર્ડ
Fronx Record: જાપાન સુધી છવાઇ દેસી Fronx, એક્સપોર્ટમાં બનાવ્યો ધાંસૂ રેકોર્ડ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget