તમારી બાઇક નથી આપી રહી વધુ માઇલેજ, આ ટિપ્સ અપનાવીને વધારી દો બાઇકની એવરેજ, જાણો TIPS
આજકાલ પેટ્રૉલની કિંમતો આસામને પહોંચી છે, આવામાં વધુ એવરેજ-માઇલેજ વાળી બાઇક જ ખર્ચ ઘટાડવાનો બેસ્ટ ઓપ્શન બની શકે છે. પરંતુ ખરેખરમાં માઇલેજ કોઇ એક વસ્તુ પર નિર્ભર નથી તે અનેક વસ્તુઓ પર નિર્ભર કરે છે. તમે બાઇકને કઇ રીતે ચલાવો છો તે પણ માઇલેજને પ્રભાવિત કરે છે. જો તમારી બાઇક સારી માઇલેજ નથી આપી રહી તો આજે અમને કેટલીક ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જે તમારી બાઇકની માઇલેજ વધારવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.
નવી દિલ્હીઃ દેશમાં બાઇક ચલાવનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. દર વર્ષે લોકો બાઇક મોટા પ્રમાણમાં ખરીદે છે, જે લોકો દરરોજ પોતાના ઘરેથી ઓફિસે બાઇક લઇને જાય છે. તે લોકો હંમેશા એવી બાઇક પસંદ કરે છે જે વધુ માઇલેજ આપે. આજકાલ પેટ્રૉલની કિંમતો આસામને પહોંચી છે, આવામાં વધુ એવરેજ-માઇલેજ વાળી બાઇક જ ખર્ચ ઘટાડવાનો બેસ્ટ ઓપ્શન બની શકે છે. પરંતુ ખરેખરમાં માઇલેજ કોઇ એક વસ્તુ પર નિર્ભર નથી તે અનેક વસ્તુઓ પર નિર્ભર કરે છે. તમે બાઇકને કઇ રીતે ચલાવો છો તે પણ માઇલેજને પ્રભાવિત કરે છે. જો તમારી બાઇક સારી માઇલેજ નથી આપી રહી તો આજે અમને કેટલીક ટિપ્સ બતાવી રહ્યાં છીએ, જે તમારી બાઇકની માઇલેજ વધારવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.
એક સ્પીડમાં ચલાવો બાઇક....
કેટલાક લોકો બાઇકને ક્યારેય ફાસ્ટ તો ક્યારેય ધીમી ચલાવે છે, આનાથી તેમની બાઇકની માઇલેજ પ્રભાવિત થાય છે. જાણકારોનુ માનીએ તો તમે તમારી બાઇકને એક સ્પીડમાં ચલાવશો તો તમારી બાઇકની માઇલેજ ચોક્કસપણે સુધારી જશે.
સમય સમય પર કરાવો સર્વિસ....
વાહનની માઇલેજમાં સર્વિસની મુખ્ય ભૂમિકા હોય છે. જો તમે યોગ્ય સમયે પોતાની બાઇકની સર્વિસ કરાવો છો તો માઇલેજ નિશ્ચિત રીતે સુધરી જશે. ઉપરાંત તમારી બાઇકમાં કોઇ પ્રૉબ્લમ હોય તો પણ તેને ઠીક કરાવી લો.
વિના કારણે બ્રેક અને ક્લચ ના દબાવો....
કેટલાક લોકોની આદત હોય છે કે બાઇક ચલાવતી વખતે ક્લચ અને બ્રેકનો વધુ ઉપયોગ કરે છે. આ બાઇકની માઇલેજ બગાડી દે છે. જો તમે ક્લચ દબાવીને બાઇક ચલાવો છો તો તમારી આ આદત અત્યારે જ સુધારી લેવી જોઇએ, આનાથી બાઇકની માઇલેજ વધી જશે.
રેડ લાઇટ પર કરો એન્જિન ઓફ....
જો તમે ક્યાંય જઇ રહ્યાં છો તો રસ્તામાં 30 સેકન્ડથી વધુ સમય સુધી રેડ લાઇટ આવી જાય, તો તમારે બાઇકનુ એન્જિન બંધ કરી દેવુ જોઇએ. કેટલાક લોકો રેડ લાઇટ પર કેટલીય મિનીટો સુધી બાઇકને ચાલુ રાખે છે, જેનાથી બાઇકની માઇલેજ બગડી જાય છે.