Kawasaki Bikes: 55,000 રૂપિયા સુધી સસ્તી મળી રહી છે આ બાઈક્સ, 30 નવેમ્બર બાદ થઈ જશે મોંઘી!
Benefits And Rivals Of Kawasaki Bikes: કાવાસાકી ઇન્ડિયાએ બ્રાન્ડના MY24 અને MY25 મોડેલ્સ પર સ્પેશ્યલ બેનિફિટ્સ વાઉચર લોન્ચ કર્યા છે.

Benefits And Rivals Of Kawasaki Bikes: કાવાસાકીની બાઇક્સ તેમની શ્રેષ્ઠ પાવર અને હાઇ સ્પીડ માટે જાણીતી છે. કાવાસાકી ઇન્ડિયાએ બ્રાન્ડના MY24 અને MY25 મોડેલ્સ પર સ્પેશ્યલ બેનિફિટ્સ વાઉચર લોન્ચ કર્યા છે. આ ઓફર ફક્ત 30 નવેમ્બર સુધી માન્ય છે. કાવાસાકીની આ ઓફર નિન્જા 500 (Ninja 500), નિન્જા 1100SX (Ninja 1100SX), નિન્જા 300 (Ninja 300) અને Versys-X 300 મોડલ્સ પર લાગુ પડે છે. આ કાવાસાકી બાઇક્સ KTM, Ducati અને BMW ની મોટરસાઇકલને ટક્કર આપે છે
Kawasaki Ninja 500
કાવાસાકી નિન્જા 500 20,000 રૂપિયા સુધીના બેનિફિટ્સ ઓફર કરી રહી છે. કાવાસાકી બાઇક્સ પર ઓફર કેશબેક વાઉચરના રૂપમાં છે. આ કાવાસાકી મોટરસાઇકલમાં 451 cc, લિક્વિડ-કૂલ્ડ, પેરેલલ-ટ્વીન એન્જિન આપવામાં આવે છે જે 9,000 rpm પર 45 bhpની પાવર મળે છે અને 6,000 rpm પર 42.6 Nm ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 5.66 લાખ રૂપિયા છે.
Kawasaki Ninja 1100SX
કાવાસાકી નિન્જા 1100SX પર 55,000 રૂપિયા સુધીનું સૌથી મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કાવાસાકીની મોટરસાઇકલ 1,099 cc ઇનલાઇન-ફોર, લિક્વિડ-કૂલ્ડ એન્જિન સાથે આવે છે. જે 135 bhp પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. તે ટ્રેક્શન કંટ્રોલ, ક્રુઝ કંટ્રોલ અને મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ સાથે પણ આવે છે. આ કાવાસાકી બાઇકની એક્સ-શોરૂમ કિંમત 14.42 લાખ રૂપિયા છે.
Kawasaki Ninja 300
નિન્જા 300 પર ફક્ત 5,000 રૂપિયાના બેનિફિટ્સ મળે છે. આ કાવાસાકી મોટરસાઇકલ 296 cc, લિક્વિડ-કૂલ્ડ, પેરેલલ-ટ્વીન એન્જિન સાથે આવે છે. જે 38.9 bhp અને 26.1 Nm ટોર્ક જનરેટ કરે છે. તે આસિસ્ટ અને સ્લિપર ક્લચ સાથે 6-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. ત્રણ કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ બાઇકની કિંમત 3.17 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) છે.
Kawasaki Versys-X 300
આ કાવાસાકી મોટરસાઇકલના MY25 મોડેલ્સ 25,000 રૂપિયા સુધીના બેનિફિટ્સ સાથે ઉપલબ્ધ છે. વર્સિસ-એક્સ 300 296 સીસી, પેરેલલ-ટ્વીન, લિક્વિડ-કૂલ્ડ એન્જિન સાથે આવે છે. આ મોટર 38.8 બીએચપી અને 26 એનએમ ટોર્ક ઉત્પન્ન કરે છે. આ બાઇકની કિંમત 3.49 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.




















