શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Kia Carens : માત્ર 2 જ લાખ રૂપિયામાં ઘરે લાવી શકો છો કિયાની આ કાર

આ કારની એક્સ-શોરૂમ કિંમત 10.45 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જો કે, ઘણા લોકો આ રકમ એક જ વારમાં ચૂકવી શકતા નથી, તેથી તેઓ ફાઇનાન્સ પર વાહન લેવાનું પસંદ કરે છે.

Kia Carens on Finance: વર્તમાન સમયમાં ભારતના લોકો 7 સીટર કાર ખરીદવાના ખૂબ જ શોખીન છે, તેથી જ આ સેગમેન્ટમાં તાજેતરના ભૂતકાળમાં વેચાણમાં સતત વધારો જોવા મળ્યો છે. હાલમાં દેશમાં ઘણી 7 સીટર કાર છે. જેમાંથી એક છે કિયા કેરેન્સ. આ કાર 6 અને 7 સીટર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 10.45 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જો કે, ઘણા લોકો આ રકમ એક જ વારમાં ચૂકવી શકતા નથી, તેથી તેઓ ફાઇનાન્સ પર વાહન લેવાનું પસંદ કરે છે. જો તમે પણ આ કારને ફાઈનાન્સ પર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે માત્ર 2 લાખ રૂપિયાનું ડાઉનપેમેન્ટ કરીને આ કારનું બેઝ મોડલ તમારી સાથે લઈ શકો છો. તો ચાલો જાણીએ આ કારના ફાઇનાન્સ સંબંધિત તમામ વિગતો.

કિયા કેરેન્સ લોન EMI વિગતો

Kia Carensના પ્રીમિયમ પેટ્રોલની એક્સ-શોરૂમ કિંમત 10.45 લાખ રૂપિયા છે, જ્યારે તેની ઓન-રોડ કિંમત 12,09,498 રૂપિયા છે. આ સ્થિતિમાં જો તમે 2 લાખ રૂપિયાનું ડાઉનપેમેન્ટ કરીને આ કાર ખરીદો છો, તો તમારે આ કાર માટે 10,09,498 રૂપિયાની લોન લેવી પડશે. આ લોન પર તમારે 9 ટકા વ્યાજ ચૂકવવું પડશે. જો તમે આ લોન 5 વર્ષ માટે લો છો, તો તમારે EMI તરીકે દર મહિને 20,956 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે, તમારે આ કાર પર 5 માટે 2.5 લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડશે.

ઘણા લોકોને ગમે છે

Kia Carens MPV માર્કેટમાં પ્રીમિયમ, પ્રેસ્ટિજ, પ્રેસ્ટિજ પ્લસ, લક્ઝરી, લક્ઝરી ઓપ્શનલ અને લક્ઝરી પ્લસ જેવા ટ્રિમ લેવલમાં ઉપલબ્ધ છે. તે કુલ 19 વેરિઅન્ટમાં વેચાય છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ. 10.45 લાખથી શરૂ થાય છે, જ્યારે તેના ટોપ મોડલની કિંમત રૂ. 18.90 લાખ છે. તે ડીઝલ અને પેટ્રોલ એન્જિન સાથે 8 કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તેમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશન છે. આ કારની માઈલેજ 21 Kmpl સુધી છે.

મારુતિ અર્ટિગા સાથે સ્પર્ધા કરે છે

આ કાર મારુતિ સુઝુકીની Ertiga MPV સાથે સ્પર્ધા કરે છે, જે સેગમેન્ટમાં સૌથી વધુ વેચાણ ધરાવે છે. આ કારમાં 1.5L પેટ્રોલ એન્જીન ઉપલબ્ધ છે.

Kia Carens CNG: Kia ઓટો માર્કેટમાં મચાવશે ધૂમ, આ CNG મોડલને ઉતારશે મેદાનમાં

દેશમાં CNG કારની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે. બજારમાં હાજર ઘણા કાર ઉત્પાદકો હાલમાં તેમનું ધ્યાન CNG સેગમેન્ટ તરફ કેન્દ્રિત કરી રહ્યા છે. ભુતકાળમાં બજારમાં ઘણા નવા CNG મોડલ્સ પણ જોવા મળ્યા છે. તેની માંગનું સૌથી મોટું કારણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો છે. હાલમાં મારુતિ સુઝુકી આ સેગમેન્ટમાં અગ્રણી કંપની છે. આ સેગમેન્ટમાં વધતા બજારને જોતા દક્ષિણ કોરિયન ઓટોમેકર કિયા મોટર્સ ટૂંક સમયમાં દેશમાં તેની CNG કાર લોન્ચ કરી શકે છે. આમાં Kia Carens CNG પણ સામેલ હશે. લોન્ચ થયા બાદ આ કાર મારુતિ અર્ટિગા સીએનજી અને મારુતિ ગ્રાન્ડ વિટારા સીએનજી જેવી કારને ટક્કર આપશે. આ એક પાવરફુલ 7 સીટર સીએનજી કાર હશે જે માર્કેટમાં વધુ સારા વિકલ્પ તરીકે ઉભરી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Eknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદનMaharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષVav Election Result 2024: Gulabsinh Rajput:હાર બાદ ગુલાબસિંહ રાજપૂતનું મોટું નિવેદનAmit Shah Call To Fadanvis : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ અમિત શાહે દેવેન્દ્ર ફડવણીસને કર્યો ફોન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા
Wayanad Election Result 2024: પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
પ્રિયંકા ગાંધીએ વાયનાડમાં મોદીના ઉમેદવારને જ નહીં, ભાઈ રાહુલને પણ પછાડ્યા! બનાવ્યો આ રેકોર્ડ
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
'બટેંગે તો કટેંગે, એક રહેંગે-સેફ રહેંગે...’ યુપી પેટાચૂંટણીમાં ભાજપની મોટી જીત પર CM યોગીની પ્રથમ પ્રતિક્રિયા
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
બાહુબલી સેટ સાથે સુરતના ભવ્ય લગ્નમાં રણવીર સિંહ, મલાઈકા અરોરાએ આપ્યું શાનદાર પરફોર્મન્સ
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
56 લાખ ફોલોવર્સ ધરાવતા એજાઝ ખાનને ચૂંટણીમાં માત્ર 146 મત મળ્યા, સોશિયલ મીડિયા પર ઉડી મજાક
રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે
રેશન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, કેટલીક વસ્તુઓમાં ઘટાડો થયો તો કેટલીક વધી, જાણો હવે રેશનમાં શું મળશે
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કંઈક તો ગરબડ છે', સંજય રાઉતનો મોટો આરોપ
Embed widget