Defender ખરીદવા દર મહિને કેટલો ચૂકવવો પડશે EMI ? આટલો પગાર હોય તો ખરીદી શકો
લેન્ડ રોવર કારની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. કંપનીની ડિફેન્ડર એક લક્ઝરી કાર છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.04 કરોડથી શરૂ થાય છે અને રૂ. 2.79 કરોડ સુધી જાય છે.

Land Rover Defender on Down Payment and EMI : લેન્ડ રોવર કારની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. કંપનીની ડિફેન્ડર એક લક્ઝરી કાર છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ. 1.04 કરોડથી શરૂ થાય છે અને રૂ. 2.79 કરોડ સુધી જાય છે. જો તમે આ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો વન-ટાઇમ પેમેન્ટ કરવાને બદલે, તમે EMI પર પણ આ લક્ઝરી કાર ખરીદી શકો છો. અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે ડાઉન પેમેન્ટ અને EMI પર ડિફેન્ડર કેવી રીતે ખરીદી શકો છો.
ડિફેન્ડર માટે તમને કેટલી કાર લોન મળશે ?
Defender 110 X Dynamic HSE પેટ્રોલના સૌથી સસ્તા મોડલની ઓન-રોડ કિંમત રૂ. 1.20 કરોડ છે. આ કાર ખરીદવા માટે તમને 96.13 લાખ રૂપિયાની લોન મળી શકે છે. બેંક આ લોન પર એક નિશ્ચિત વ્યાજ વસૂલશે, જે મુજબ તમારે EMIના રૂપમાં દર મહિને એક નિશ્ચિત રકમ જમા કરાવવી પડશે. જો તમારો પગાર 2.5 લાખથી 3 લાખ રૂપિયાની વચ્ચે છે અને બેંક આ લોન પર 9 ટકા વ્યાજ વસૂલે છે, તો તમે સાત વર્ષની લોન પર આ કાર ખરીદી શકો છો. આ મુજબ તમારે દર મહિને બેંકમાં 1.55 લાખ રૂપિયાનો હપ્તો જમા કરાવવો પડશે.
દર મહિને કેટલો હપ્તો જમા કરાવવાનો રહેશે ?
જો તમે આ કાર ખરીદવા માટે છ વર્ષ માટે લોન લેવા માંગો છો, તો તમારી માસિક સેલરી 3 લાખથી 3.5 લાખ રૂપિયાની વચ્ચે હોવી જોઈએ. આ સાથે 1.73 લાખ રૂપિયાની EMI દર મહિને 9 ટકાના વ્યાજ દરે બેંકમાં જમા કરાવવાની રહેશે. આ સાથે, જો તમારી માસિક આવક 3 થી 4 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ છે, તો તમે આ કાર ખરીદવા માટે પાંચ વર્ષ માટે લોન લઈ શકો છો, જેના માટે તમારે 9 ટકાના વ્યાજ દરે દર મહિને બે લાખ રૂપિયાની EMI જમા કરવી પડશે.
ડિફેન્ડર ખરીદવા માટે લોન લેતા પહેલા તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચવા જરૂરી છે. બેંકોની વિવિધ નીતિઓને કારણે આ EMI આંકડાઓમાં તફાવત જોવા મળી શકે છે. લોન પર આ કાર ખરીદવા માટે, તમારી માસિક આવક લગભગ 3 લાખ રૂપિયા હોવી જોઈએ. ડિફેન્ડરર સુધીની સૌથી પાવરફુલ કાર છે. કંપનીનો દાવો છે કે આ કાર માત્ર 4 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ મેળવી શકે છે.





















