Mahindra XUV 3XO: સોમવારે લોન્ચ થશે મહિન્દ્રાની XUV 3XO એસયૂવી, ધાંસૂ ફીચર્સ સાથે મળશે જબરદસ્ત માઈલેજ
Mahindra & Mahindra: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભારતીય બજારમાં આવતીકાલે એટલે કે 29 એપ્રિલ, 2024ના રોજ તેની XUV 3XO લોન્ચ કરશે અને તેની કિંમતો જાહેર કરશે. લોન્ચ પહેલા, કંપનીએ ઘણા ટીઝર રિલીઝ કર્યા છે, જેમાં ફીચર્સ અને ફ્યુઅલ એફિશિયન્સીની માહિતી આપવામાં આવી છે.
Mahindra & Mahindra: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ભારતીય બજારમાં આવતીકાલે એટલે કે 29 એપ્રિલ, 2024ના રોજ તેની XUV 3XO લોન્ચ કરશે અને તેની કિંમતો જાહેર કરશે. લોન્ચ પહેલા, કંપનીએ ઘણા ટીઝર રિલીઝ કર્યા છે, જેમાં ફીચર્સ અને ફ્યુઅલ એફિશિયન્સીની માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત, આગામી XUV 3XO નું નવું વેરિઅન્ટ નામકરણ પણ જાહેર કરવામાં આવ્યું છે.
Tomorrow, you witness #EverythingYouWantAndMore
— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) April 28, 2024
World Premiere: 29th April
Set a reminder: https://t.co/FomwZ9SilC#ComingSoon #MahindraXUV3XO pic.twitter.com/FbvN4LN5lM
વેરિએન્ટસ અને ફીચર્સ
Mahindra XUV 3XOને લક્ઝરી પેક અને પ્રો વર્ઝન સાથે MX, AX, AX3, AX5 અને AX7 ટ્રીમ લેવલમાં ઓફર કરી શકાય છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, SUVમાં વાયરલેસ સ્માર્ટફોન કનેક્ટિવિટી, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, નવું સ્ટીયરિંગ વ્હીલ, અપડેટેડ સેન્ટર કન્સોલ, વાયરલેસ ચાર્જર અને ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ સાથે મોટી ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ હશે. આ ઉપરાંત, તેમાં 360-ડિગ્રી સરાઉન્ડ કેમેરા, હરમન કાર્ડન-સોર્સ્ડ મ્યુઝિક સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ, આગળ અને પાછળના પાર્કિંગ સેન્સર્સ અને ADAS સ્યુટ જેવી સુવિધાઓ પણ મળશે.
Exhilaration or efficiency? You don’t need to make a choice. Experience best-in-segment performance with class-leading efficiency on the Mahindra XUV 3XO.
— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) April 24, 2024
Watch the World Premiere on 29th April.
Know More: https://t.co/jc1xhnT63z#ComingSoon #XUV3XO #MahindraXUV3XO pic.twitter.com/SbMHYtIqZS
સ્પીડ અને માઈલેજ
મિકેનિકલી રીતે, Mahindra XUV 3XO તેના અગાઉના મોડલ XUV300 જેવા જ પાવરટ્રેન વિકલ્પો સાથે આવવાનું ચાલુ રાખશે. તાજેતરમાં, કંપનીએ એક ટીઝરમાં ઇંધણ કાર્યક્ષમતા અને પ્રદર્શનના આંકડા જાહેર કર્યા છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ SUV 4.5 સેકન્ડમાં 0 થી 60 kmphની સ્પ્રિન્ટ સ્પીડ સાથે 20.1kmpl ની ARAI-પ્રમાણિત માઈલેજ આપવામાં સક્ષમ હશે.
Don't just listen to the music, lose yourself in it with the immersive 7-Speaker Harman Kardon Audio System in the Mahindra XUV 3XO.
— Mahindra XUV 3XO (@MahindraXUV3XO) April 22, 2024
Watch the World Premiere on 29th April.
Know more: https://t.co/Js6ByC4mxr#ComingSoon #MahindraXUV3XO pic.twitter.com/16l5nkfaT1
કોની સાથે સ્પર્ધા થશે?
પહેલાની જેમ, આ આવનારી SUV Tata Nexon, Hyundai Venue અને Kia Sonet જેવી કારને ટક્કર આપશે. ત્રણેય એસયુવી પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન વિકલ્પોમાં ઉપલબ્ધ છે. જ્યારે Tata Nexonમાં ઇલેક્ટ્રિક પાવરટ્રેનનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે. વેન્યુ અને સોનેટ પાસે નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, ટર્બો પેટ્રોલ અને ડીઝલ એન્જિનનો વિકલ્પ છે.