(Source: ECI/ABP News/ABP Majha)
Mahindra XUV 700: ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ થઈ 6-સીટર મહિંદ્રા XUV 700, આ કાર સાથે થશે મુકાબલો
Mahindra XUV 700 એ કંપનીની સૌથી વધુ વેચાતી SUV છે. ઑગસ્ટ 2021માં લૉન્ચ કરવામાં આવ્યા બાદ સતત માંગ રહી છે.
Mahindra XUV 700 6-Seater : Mahindra XUV 700 એ કંપનીની સૌથી વધુ વેચાતી SUV છે. ઑગસ્ટ 2021માં લૉન્ચ કરવામાં આવ્યા બાદ સતત માંગ રહી છે. ત્યારથી આ SUV અપડેટ કરવામાં આવી નથી. જો કે તે હજુ પણ સેગમેન્ટની અન્ય ઘણી કાર કરતા વધુ આધુનિક છે. પરંતુ હવે કંપની આ પોપ્યુલર કારના નવા વર્ઝનનું ટેસ્ટિંગ કરી રહી છે. તેના કેટલાય ટેસ્ટિંગ મ્યૂલ્સ જોવા મળ્યા છે. આમાંના કેટલાક ટેસ્ટિંગ મોડલ XUV.e8 ના છે, જે INGLO પ્લેટફોર્મ પર બનેલ SUVનું ઇલેક્ટ્રિક વર્ઝન છે. પરંતુ હવે કંપની તેનું 6-સીટર વર્ઝન લાવવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં આ ટેસ્ટિંગ મોડલ જોવામાં આવ્યું છે.
સીટિંગ લેઆઉટ
જો તમને યાદ હોય તો મહિન્દ્રા XUV700નું 6-સીટર મોડલ કંપનીની AdrenoX સ્માર્ટફોન એપ સાથે જોવામાં આવ્યું હતું. જ્યારે કંપનીએ ક્યારેય સત્તાવાર રીતે XUV700નું 6-સીટર મોડલ લોન્ચ કર્યું નથી. હાલમાં, તે 2-રો બેઠક સાથે 5-સીટર અને 3-રો બેઠક સાથે 7-સીટર વિકલ્પમાં ઉપલબ્ધ છે. 6-સીટર વર્ઝનમાં સેગમેન્ટમાં Tata Safari અને MG Hector Plus છે. હવે મહિન્દ્રા પણ આ સેગમેન્ટમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે.
ડિઝાઇન
જો કે તેની લોન્ચ ટાઈમલાઈન વિશે ખુલાસો નથી થયો. તે તહેવારોની સીઝનની આસપાસ લોન્ચ થઈ શકે છે. તે સમયે ટાટા મોટર્સ તેની હેરિયર અને સફારી એસયુવીનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવા જઈ રહી છે. સ્પાઈ તસ્વીરોમાં જોવા મળતું મોડલ સંપૂર્ણ રીતે ઢંકાયેલુ હતું. પરંતુ તે એકદમ XUV 700 જેવી જ દેખાય છે. હાલના મોડલની સરખામણીમાં તેના બહારની ડિટેલમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. હેડલાઇટ, ટેલલાઇટ, વ્હીલ્સ અને બમ્પર બધું વર્તમાન મોડલ જેવું જ છે. એક માત્ર ફેરફાર તેનો ઈન્ટરનલ બેઠકમાં જોવા મળ્યો છે. જોકે તેના ફાઈનલ પ્રોડક્ટમાં કેટલાક નાના ફેરફારો જોઈ શકાય છે.
પાવરટ્રેન
આ SUVની પાવરટ્રેન વિશે વાત કરીએ તો હાલના 2.0L ટર્બો પેટ્રોલ એન્જિન અને 2.2L ટર્બો ડીઝલ એન્જિનને તેમના ટ્રાન્સમિશન સાથે જાળવી રાખવામાં આવશે. વર્તમાન ટોપ ટ્રીમમાં ઓલ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ મળે છે જ્યારે અન્ય તમામ ટ્રીમને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ સિસ્ટમ મળે છે. તેનું 6-સીટર વર્ઝન માત્ર ટોપ-સ્પેક ટ્રીમ્સ માટે જ ઉપલબ્ધ હોઈ શકે છે. જોકે તેમાં કેટલાક નવા ફીચર્સ મળી શકે છે. બાકીનું બધું વર્તમાન મોડલ જેવું જ રહેશે.
કોની સાથે થશે સ્પર્ધા
આ SUV Tata Safari SUV સાથે સ્પર્ધા કરશે, જે 6 અને 7-સીટર લેઆઉટમાં પહેલેથી જ ઉપલબ્ધ છે. તેમાં 2.0L ટર્બો ડીઝલ એન્જિન મળે છે.