શોધખોળ કરો
Advertisement
મારૂતિ સુઝુકીની નવી S-Cross પેટ્રોલને કરો 11 હજાર રૂપિયામાં બુક, આ કાર સાથે થશે મુકાબલો
દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયાની પ્રીમિયમ કાર S-Crossનું બુકિંગ શરૂ થઈ ગયું છે.
નવી દિલ્હી: દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયાની પ્રીમિયમ કાર S-Crossનું બુકિંગ શરૂ થઈ ગયું છે. કંપની 5 ઓગષ્ટના તેને ભારતમાં લોન્ચ કરવા જઈ રહી છે. સાથે જ તેમાં નવું પેટ્રોલ એન્જિન પણ મળશે. છેલ્લા ઘણા સમયથી S-Crossના લોન્ચ થવાની રાહ જોવામાં આવી રહી હતી. આવો જાણીએ આ કાર સાથે જોડાયેલી ખાસ વાતો. વર્જન માટે બુકિંગ શરૂ કરી દીધું છે. કંપની આ મોડલને ઓગસ્ટમાં રજૂ કરશે. ગ્રાહક નેક્શા શોરૂમમાં 1100011000 રૂપિયામાં તેને બુક કરાવી શકો છો.
મારૂતિ સુઝુકીની નવી S-Cross માં નેક્સ્ટ જનરેશન સ્માર્ટ હાઈબ્રિડ 1.5 Litre K-series પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન 103.5bhp નો પાવર અને 138Nm ટોર્ક જનરેટ કરશે. આ સિવાય કંપની તેમાં નવી એડવાન્સ Infotainment સિસ્ટમ પણ સામેલ કરશે. જ્યારે તેમાં એડવાન્સ અને અગ્રેસિવ exterior ડિઝાઈન મળશે, સાથે ડ્યૂલ terrain drivability ની સુવિધા મળશે.
મારૂતિની નવી S-Cross પેટ્રોલને ઓનલાઈન અને NEXA ડિલરશીપથી બુક કરી શકો છો. ઓનલાઈન બુકિંગ માટે NEXA app પર જઈ શકો છો. દેશમાં હાલના સમયે 370+ NEXA શોરૂમ છે. 5 ઓગષ્ટે તેને લોન્ચ કરવામાં આવશે. નવી S-Cross પેટ્રોલને 11,000 રૂપિયામાં બુક કરી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે તેની કિંમત આશરે 9.90 લાખ રૂપિયાથી શરૂ થઈ શકે છે.
નવી S-Cross નો મુકાબલો honda ની નવી WR-V સાથે થશે. નવી હોન્ડા WR-V પેટ્રોલ અને ડીઝલ એન્જિનમાં આવે છે. પેટ્રોલ મોડલની કિંમત 8.49 લાખથી શરૂ થાય છે જ્યારે ડીઝલ મોડલની કિંમત 9.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement