શોધખોળ કરો

આવતા જ ધૂમ મચાવશે 3 લાખની આ ઈલેક્ટ્રિક કાર, સિંગલ ચાર્જમાં 1200 km દોડશે

ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટ ચીનમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે દરમિયાન નવી નાની ઈલેક્ટ્રિક કાર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.

New Electric Car : ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટ ચીનમાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને તે દરમિયાન નવી નાની ઈલેક્ટ્રિક કાર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ કાર બેસ્ટ્યુન બ્રાન્ડની Xiaoma છે, જે ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. આ કારની ખાસ વાત એ છે કે તે એક વાર ચાર્જ કરવા પર 1200 કિમી સુધી ચાલી શકે છે અને તેની કિંમત 30,000 થી 50,000 યુઆન (લગભગ 3.47 લાખથી 5.78 લાખ રૂપિયા) વચ્ચે છે.

બેસ્ટ્યુન શાઓમાની ફિચર્સ અને સ્પેસિફિકેશન 

બેસ્ટ્યુન શાઓમા એપ્રિલ 2023 માં શાંઘાઈ ઓટો શોમાં રજૂ કરવામાં આવી હતી. તેના હાર્ડટોપ અને કન્વર્ટિબલ વેરિયન્ટ બંને રજૂ કરવામાં આવ્યા હતા. આ કારમાં 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે, અને ડેશબોર્ડ પર એક ઉત્તમ ડ્યુઅલ-ટોન થીમ આપવામાં આવી છે. આ કારમાં એરોડાયનેમિક વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રેન્જ વધારવામાં મદદરૂપ છે.

ફીચર્સ અને પ્લેટફોર્મ 

બેસ્ટ્યુન શાઓમા FME પ્લેટફોર્મ પર આધારિત છે, જે ખાસ કરીને EVs અને રેન્જ એક્સટેન્ડર્સ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. અગાઉ, NAT નામની રાઇડ-હેલિંગ ઇવી પણ આ પ્લેટફોર્મ પર બનાવવામાં આવી હતી. FME પ્લેટફોર્મ A1 અને A2 નામના બે સબ-પ્લેટફોર્મ ધરાવે છે. A1 સબ-પ્લેટફોર્મ 2700-2850 mmના વ્હીલબેઝવાળી કાર માટે છે, જ્યારે A2 નો ઉપયોગ 2700-3000 mmના વ્હીલબેઝવાળી કાર માટે થાય છે. આ પ્લેટફોર્મનું 800 V આર્કિટેક્ચર રેન્જ વધારવામાં મદદ કરે છે.

પાવર અને સેફ્ટી 

શાઓમાને પાવર આપવા માટે 20kW ની ઇલેક્ટ્રિક મોટર છે, જે પાછળની શાફ્ટ પર સ્થિત છે. જેમાં વપરાયેલી બેટરી લિથિયમ-આયર્ન ફોસ્ફેટ (LFP) યુનિટ છે, જે ગોશન અને REPT દ્વારા પૂરી પાડવામાં આવે છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેસ્ટ્યુન શાઓમામાં ડ્રાઈવર સાઇડ એરબેગ આપવામાં આવી છે. આ કાર 3-દરવાજા સાથે આવે છે અને તેના કદ વિશે વાત કરીએ તો તેની લંબાઈ 3000mm, પહોળાઈ 1510mm અને ઊંચાઈ 1630mm છે. તેનું વ્હીલબેઝ 1953mm છે.

તે ભારતીય બજારમાં ક્યારે લોન્ચ થશે ?

બેસ્ટ્યૂન શાઓમાને પણ ભારતીય બજારમાં લાવવાની અપેક્ષા છે, જ્યાં તે Tata Tiago EV અને MG Comet EV સાથે સ્પર્ધા કરશે. ચીનમાં માઈક્રો ઈલેક્ટ્રિક કારની માંગ ઘણી વધારે છે અને બેસ્ટ્યુન શાઓમા આ સેગમેન્ટમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવી શકે છે. ભારતીય જનતા આ ઈલેક્ટ્રિક કારના લોન્ચની આતુરતાથી રાહ જોઈ રહી છે, કારણ કે તે પરવડે તેવા ભાવે લાંબી રેન્જ ઓફર કરે છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget