શોધખોળ કરો

New Maruti Dzire Launched In India: 7 લાખથી ઓછી કિંમતની મારૂતિની આ કાર લોન્ચ, જાણો ફિચર્સ

New Maruti Dzire Launched In India: નવી Maruti Dezire ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવી છે. આ કાર લોન્ચ પહેલા જ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ મેળવી ચૂકી છે. મારુતિએ કારની કિંમત પણ જાહેર કરી છે.

New Maruti Dzire Price: Maruti Dezireનું 4th જનરેશન મોડલ ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નવી Dezire રૂ. 6.79 લાખની પ્રારંભિક કિંમત સાથે બજારમાં ઉતારવામાં આવી છે. આ કાર ચાર વેરિઅન્ટ સાથે આવે છે. તેના ટોપ-એન્ડ AMT વેરિઅન્ટની કિંમત 10.14 લાખ રૂપિયા છે. નવી ડિઝાયરમાં પેટ્રોલની સાથે CNGનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. નવી Dezireના CNG વેરિઅન્ટની કિંમત 8.74 લાખ રૂપિયા છે. આ કાર માત્ર CNG વેરિઅન્ટમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે.

નવી મારુતિ ડીઝાયર લોન્ચ

મારુતિ સુઝુકીની નવી ડિઝાયરમાં ચાર વેરિઅન્ટ આપવામાં આવ્યા છે. આમાં LXi, VXi, ZXi અને ZXi+ વેરિઅન્ટનો સમાવેશ થાય છે. જો આ કારની લંબાઈ વિશે વાત કરીએ તો મારુતિએ આ કારને માત્ર 4 મીટરની રેન્જમાં રાખી છે. નવી ડિઝાયરની લંબાઈ 3995 mm અને પહોળાઈ 2450 mm છે. આ વાહનમાં 163 એમએમનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ આપવામાં આવ્યું છે. આ સાથે આ કાર 382 લીટરની બૂટ સ્પેસ સાથે આવે છે.

New Maruti Dzire Launched In India: 7 લાખથી ઓછી કિંમતની મારૂતિની આ કાર લોન્ચ, જાણો ફિચર્સ

નવી મારુતિ ડિઝાયરનો પાવર

maruti Dezireનું નવું મોડલ Heartect પ્લેટફોર્મ પર આધારિત છે. આ વાહનમાં 1.2-લિટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે. આ એન્જિન સાથે 5-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન પણ જોડાયેલું છે. આ સાથે આ કાર ઓટોમેટિક ટ્રાન્સમિશનના વિકલ્પ સાથે પણ આવે છે. નવી મારુતિ ડીઝાયર મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 24.79 kmpl અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 25.71 kmplની માઈલેજ આપવાનો દાવો કરે છે.

નવી ડિઝાયરની શક્તિશાળી સુવિધાઓ

મારુતિ ડિઝાયર નવી ડિઝાઇન અને નવીનતમ સુવિધાઓ સાથે આવી છે. આ વાહનના આગળ અને પાછળ બંને તરફ LED લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વાહનમાં 15 ઈંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ લગાવવામાં આવ્યા છે. મારુતિની આ નવી કારમાં 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 360-ડિગ્રી વ્યૂ કેમેરા, સનરૂફ, ક્લાઇમેટ કંટ્રોલ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, ક્રૂઝ કંટ્રોલ અને રિયર એસી વેન્ટ્સ જેવી અનેક સુવિધાઓ આપવામાં આવી છે.

મારુતિની આ નવી Dezire 4 ડિસેમ્બરે લોન્ચ થનારી Honda Amazeને ટક્કર આપશે. આ સાથે આ કાર Tata Tigor અને Hyundai Auraની ટક્કરvr પણ બની ગઈ છે. Maruti Dezire ભારતની સૌથી લોકપ્રિય સેડાન પૈકીની એક છે. હવે આ કાર વધુ સારી ઇંધણ કાર્યક્ષમતા અને સારી સુરક્ષા સુવિધાઓ સાથે ભારતમાં આવી છે.

ટોપ સ્ટોરી

Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક
Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget