શોધખોળ કરો

રોયલ એનફિલ્ડની પહેલી ઇલેક્ટ્રિક બાઇક Flying Flea C6 ની ડિલિવરી શરૂ, જાણો કિંમત અને રેન્જ

Royal Enfield Electric Bike: આ બાઇક ટચસ્ક્રીન ડિસ્પ્લે, બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અને સ્માર્ટફોન કનેક્ટિવિટી સહિત અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રોયલ એનફિલ્ડની Flying Flea C6 ઇલેક્ટ્રિક બાઇક ડિલિવરી શરૂ.
  • આ પ્રથમ ઇલેક્ટ્રિક બાઇકની કિંમત 2.79 લાખ રૂપિયા.
  • બાઇક ફૂલ ચાર્જ પર 154 કિમી, ફાસ્ટ ચાર્જિંગ મળે.
  • આધુનિક ફીચર્સ સાથે સર્વિસ નેટવર્ક, 24x7 સહાય ઉપલબ્ધ.

Royal Enfield Electric Bike: રોયલ એનફિલ્ડે પોતાની પહેલી ઇલેક્ટ્રિક બાઇક Flying Flea C6 ની ડિલિવરી શરૂ કરી દીધી છે. લાંબા સમયથી આ બાઇકની રાહ જોવામાં આવી રહી હતી અને હવે કંપનીએ ગ્રાહકોને તેની ડિલિવરી આપવાનું શરૂ કરી દીધું છે. હાલમાં તેની ડિલિવરી બેંગલુરુમાં શરૂ થઈ છે. કંપની આગામી સમયમાં તેને દેશના અન્ય શહેરોમાં પણ ઉપલબ્ધ કરાવશે.

Flying Flea C6 એ રોયલ એનફિલ્ડનું પહેલું ઇલેક્ટ્રિક મોડલ છે. કંપનીએ તેને જૂના ક્લાસિક લુક અને નવી ટેકનોલોજી સાથે તૈયાર કર્યું છે. પહેલી નજરે આ બાઇક રેટ્રો સ્ટાઇલની દેખાય છે, પરંતુ તેમાં કેટલાય મોર્ડન ફીચર્સ આપવામાં આવ્યા છે. આ બાઇકની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 2.79 લાખ રૂપિયા રાખવામાં આવી છે. વળી, કંપની 'બેટરી-એઝ-એ-સર્વિસ' (Battery-as-a-Service) નો ઓપ્શન પણ આપી રહી છે. આ પ્લાનમાં ગ્રાહકો બાઇકને ઓછી શરૂઆતી કિંમતે ખરીદી શકે છે અને બેટરી માટે અલગથી પેમેન્ટ કરી શકે છે.

આ પણ વાંચો....ડ્રાઇવિંગ લાયસન્સ કે RTO રજિસ્ટ્રેશનની નથી જરૂર, માત્ર આટલા હજારમાં ઘરે લાવો આ સ્કૂટર

ફૂલ ચાર્જ પર બાઇક કેટલું ચાલે છે?

રેન્જની વાત કરીએ તો Flying Flea C6 એકવાર ફૂલ ચાર્જ થવા પર આશરે 154 કિલોમીટર સુધી ચાલી શકે છે. રોજિંદા ઓફિસે આવવા-જવા માટે અને શહેરની અંદર સફર કરવા વાળા લોકો માટે આ રેન્જ ખૂબ જ સારી માનવામાં આવી રહી છે. આની સાથે ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ આપવામાં આવી છે, જેનાથી બેટરીને ઓછા સમયમાં ચાર્જ કરી શકાય છે.

ઇલેક્ટ્રિક બાઇકના ફીચર્સ કેવા છે?

બાઇકમાં કેટલાય મોર્ડન ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ટચસ્ક્રીન ડિસ્પ્લે, બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, ક્રૂઝ કંટ્રોલ અને સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવી સુવિધાઓ મળે છે. આ ફીચર્સની મદદથી રાઇડિંગનો એક્સપિરિયન્સ વધુ સારો બની જાય છે. બેટરી એઝ-એ-સર્વિસ પ્લાન હેઠળ આ બાઇકને 1.99 લાખ રૂપિયાની શરૂઆતી કિંમતે ખરીદી શકાય છે.

કંપનીએ સર્વિસ નેટવર્ક કર્યું તૈયાર

ગ્રાહકોને વધુ સારી સુવિધા આપવા માટે કંપનીએ સર્વિસ નેટવર્ક પણ તૈયાર કર્યું છે. આ સિવાય 24x7 રોડસાઇડ આસિસ્ટન્સની સુવિધા આપવામાં આવી રહી છે. એટલે કે જો રસ્તામાં બાઇકમાં કોઈ ટેકનિકલ સમસ્યા આવે, તો ગ્રાહકને તાત્કાલિક સહાય મળી શકશે.

રોયલ એનફિલ્ડનું માનવું છે કે Flying Flea C6 એવા ગ્રાહકોને પસંદ આવશે જેઓ પેટ્રોલ બાઇકમાંથી ઇલેક્ટ્રિક બાઇક તરફ જવા માંગે છે, પરંતુ સાથે જ તેમને સ્ટાઇલ અને પ્રીમિયમ ફીલ પણ જોઈએ છે. કંપનીની આ નવી ઇલેક્ટ્રિક બાઇક ભારતીય EV બજારમાં તેને એક મજબૂત ઓળખ અપાવવામાં મદદ કરી શકે છે.

Frequently Asked Questions

રોયલ એનફિલ્ડ ઇલેક્ટ્રિક બાઇક Flying Flea C6 ની ડિલિવરી ક્યાં શરૂ થઈ છે?

Flying Flea C6 ની ડિલિવરી હાલમાં બેંગલુરુમાં શરૂ થઈ છે. કંપની તેને આગામી સમયમાં દેશના અન્ય શહેરોમાં પણ ઉપલબ્ધ કરાવશે.

Flying Flea C6 ઇલેક્ટ્રિક બાઇકની કિંમત કેટલી છે અને 'બેટરી-એઝ-એ-સર્વિસ' પ્લાન શું છે?

તેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 2.79 લાખ રૂપિયા છે. 'બેટરી-એઝ-એ-સર્વિસ' પ્લાનમાં બાઇક 1.99 લાખમાં મળે છે, જ્યાં બેટરી માટે અલગથી પેમેન્ટ કરી શકાય છે.

Flying Flea C6 એકવાર ફૂલ ચાર્જ થવા પર કેટલા કિલોમીટર ચાલી શકે છે?

Flying Flea C6 એકવાર ફૂલ ચાર્જ થવા પર આશરે 154 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

Flying Flea C6 ઇલેક્ટ્રિક બાઇકમાં કયા આધુનિક ફીચર્સ મળે છે?

બાઇકમાં ટચસ્ક્રીન ડિસ્પ્લે, બ્લૂટૂથ કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, ક્રૂઝ કંટ્રોલ અને સ્માર્ટફોન કનેક્ટિવિટી જેવી સુવિધાઓ મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

7 Seater Cars Under 20 Lakh: 20 લાખના બજેટમાં બેસ્ટ છે આ 7 સીટર કાર, જાણી લો લિસ્ટ
7 Seater Cars Under 20 Lakh: 20 લાખના બજેટમાં બેસ્ટ છે આ 7 સીટર કાર, જાણી લો લિસ્ટ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
પહેલી કાર ખરીદનારાઓ માટે બેસ્ટ ઓપ્શન,3.70 લાખમાં 33 km ની માઇલેજ આપે છે આ ગાડી
પહેલી કાર ખરીદનારાઓ માટે બેસ્ટ ઓપ્શન,3.70 લાખમાં 33 km ની માઇલેજ આપે છે આ ગાડી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Embed widget