(Source: ECI/ABP News/ABP Majha)
Tata Tiago Discount Offers: ટાટા Tiago હેચબેક પર ઓફર કરી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, જાણો કેટલી થશે બચત
Tata Tiagoને કંપની તરફથી 3-સિલિન્ડર 1.2 લિટર પેટ્રોલ એન્જિન મળે છે, જે મહત્તમ 86 PS પાવર અને 113 Nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે.
Tata Tiago Discount Offers: ટાટા મોટર્સે આ મહિને તેની સૌથી સસ્તી કાર ટાટા ટિયાગો માટે ભારે ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે, આ ડિસ્કાઉન્ટ ₹23000 સુધી છે. જો કે થોડા દિવસ પહેલા જ ટાટાએ આ કારની કિંમતમાં વધારો કર્યો હતો. કિંમતોમાં વધારા બાદ હવે આ કારના બેઝ વેરિઅન્ટની કિંમત 5.39 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે. ચાલો જાણીએ કે કંપની Tata Tiago પર શું ઓફર કરી રહી છે.
Tata Tiago પર શું ઑફર છે?
કંપની ટાટા ટિયાગોના XE, XM અને XT વેરિઅન્ટ્સ પર કુલ ₹13,000નું ડિસ્કાઉન્ટ સાથે રૂ. 10,000ના એક્સચેન્જ બોનસ અને રૂ. 3,000ના કોર્પોરેટ બોનસની ઓફર કરી રહી છે.
XZ અને તેનાથી ઉપરના વેરિઅન્ટ્સ પર, કંપની કુલ ₹23,000 નું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે જેમાં રૂ. 10,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 3,000નું કોર્પોરેટ બોનસ.
મોંઘી થઈ ટિયાગો
ટાટા મોટર્સે છેલ્લા 60 દિવસમાં તેની ટાટા ટિયાગોની કિંમતમાં 2 વખત વધારો કર્યો છે. થોડા દિવસો પહેલા જ તેની કિંમતોમાં ₹2000 નો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે નવી કિંમત (બેઝ વેરિઅન્ટ માટે) 5.37ને બદલે 5.39 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) થઈ ગઈ છે. તે જ સમયે, હવે તેનું ટોપ એન્ડ વેરિઅન્ટ 7.79 લાખ રૂપિયાને બદલે 7.81 લાખ રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ પહેલા પણ આ મોડલની કિંમતો ₹15 હજારથી વધારીને ₹46000 કરવામાં આવી હતી.
એન્જિન અને માઇલેજ
Tata Tiagoને કંપની તરફથી 3-સિલિન્ડર 1.2 લિટર પેટ્રોલ એન્જિન મળે છે, જે મહત્તમ 86 PS પાવર અને 113 Nmનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો વિકલ્પ પ્રમાણભૂત તરીકે મળે છે. આ કારમાં 35 લિટરની ક્ષમતાની ફ્યુઅલ ટાંકી છે અને કંપની તેમાંથી 20.09 kmplની માઈલેજ મેળવવાનો દાવો કરે છે.
શું છે ડાઈમેંશન
Tata Tiagoને 2400mmનો વ્હીલબેસ મળે છે. આ કારની પહોળાઈ 1677 mm, લંબાઈ 3765 mm અને ઊંચાઈ 1535 mm છે.