Toyota Electric car: ટાટા નેનોથી પણ નાની હશે ટોયોટાની ઈલેક્ટ્રિક કાર ? આ રહી જાણકારી
Toyota Electric Car Design: ટોયોટાએ એક નવું વાહન લોન્ચ કર્યુ છે. જેને C+pod નામ આપવામાં આવ્યું છે.
Toyota Electric Car Design & Size: તમામ કાર કંપનીઓ તેમની ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવા માટે કામ કરી રહી છે. કારણ કે તેઓ જોઈ રહ્યા છે કે આવનારા દિવસોમાં ઈલેક્ટ્રિક કારનું માર્કેટ ખૂબ જ ઝડપથી વધવાનું છે. તેનું સૌથી મોટું કારણ આ કાર ચલાવવાની કિંમત છે. ઈલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવાનો ખર્ચ ઘણો ઓછો છે. જેના કારણે લોકો તેમને પસંદ કરી રહ્યા છે. લોકોની પસંદગીને ધ્યાનમાં રાખીને કાર કંપનીઓ ઇલેક્ટ્રિક કાર પર ધ્યાન આપી રહી છે. આવી કંપનીઓમાં ટોયોટાનો પણ સમાવેશ થાય છે.
ટોયોટાએ એક નવું ઇલેક્ટ્રિક વાહન રજૂ કર્યું છે. તેનું નામ "C+pod" આપવામાં આવ્યું છે. તે અલ્ટ્રા-કોમ્પેક્ટ બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV) છે. તેથી જ તે આટલી નાની કાર છે. આના દ્વારા મોબિલિટી સરળ બનશે. આ ઉપરાંત ઇન્ડોર ચાર્જિંગ સ્ટેશનો અથવા સરળ ચાર્જિંગ પોઈન્ટ પર લઈ જઈ શકાશે.
એનવાયરમેંટ-ફ્રેંડલી ઇલેક્ટ્રિક કાર
નવી C+pod એ પર્યાવરણને અનુકૂળ ઇલેક્ટ્રિક કાર છે. જે બે બેઠક વ્યવસ્થા સાથે આવી શકે છે. તે 9.06 kWh લિથિયમ-આયન બેટરી દ્વારા સંચાલિત થઈ શકે છે અને 150 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપી શકે છે. તેની મહત્તમ ઝડપ 60 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. બીજી તરફ, કદના સંદર્ભમાં, C+ પોડ ટાટા નેનો કાર કરતાં ઘણી નાની છે.
કારની લંબાઈ 2,490 mm, પહોળાઈ 1,290 mm અને ઊંચાઈ 1,550 mm છે. આ સ્થિતિમાં જોવામાં આવે તો રસ્તી રેંજના કારણે પોપ્યુલર રહેલી ટાટા નેનો પણ આ કારથી લાંબી છે. જો કે, કંપનીએ હવે નેનોને બંધ કરી દીધી છે. નેનોની લંબાઈ 3,164 મીમી હતી, જે ટોયોટાના C+ પોડની લંબાઈ કરતા ઘણી વધારે છે.