Toyota Price: ટોયૉટાએ હવે પોતાની આ હાઇટેક એસયૂવીની કિંમતમાં પણ કર્યો વધારો, આટલી વધી કિંમત
ટોયૉટાએ પોતાની પ્રીમિયમ હેચબેક કાર ટોયૉટા ગ્લેન્ઝાના તમામ વેરિએન્ટ (આના ટૉપ વી એએમટી મૉડલને છોડીને) કરવામાં આવેલી કિંમતોમાં 12,000 રૂપિયા સુધીનો વધારો કરી દીધો છે.
Toyota Glanza Car: ટોયૉટા કિર્લોસ્કર મૉટરે (TKM) ભારતમાં પોતાની ટોયૉટા ગ્લેન્ઝા કારની કિંમતમાં વધારો કરી દીધો છે. કિંમતમાં કરવામાં આવેલો વધારો અલગ અલગ મૉડલના હિસાબે કરવામાં આવ્યો છે. જેમાં ટોયૉટાના પેટ્રૉલ (મેન્યૂઅલ અને ઓટોમેટિક પર અલગ અલગ) અને સીએનજી બન્ને મૉડલો સામેલ છે. કંપની આકારના કયા વેરિએન્ટ પર કેટલો વધારો કર્યો છે, જાણો અહીં....
ટોયૉટા ગ્લેન્ઝાની કિંમતમાં વધારો -
ટોયૉટાએ પોતાની પ્રીમિયમ હેચબેક કાર ટોયૉટા ગ્લેન્ઝાના તમામ વેરિએન્ટ (આના ટૉપ વી એએમટી મૉડલને છોડીને) કરવામાં આવેલી કિંમતોમાં 12,000 રૂપિયા સુધીનો વધારો કરી દીધો છે. હવે ટોયૉટા ગ્લેન્ઝા કારની નવી કિંમત 6.66 લાખ રૂપિયાથી શરૂ થઇને 9.99 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) થશે.. હાલમાં જ કંપનીએ પોતાની એસયૂવી કાર ટોયૉટા અર્બન ક્રૂઝર હાઇરાઇડરની કિંમતોમાં પણ 50,000 રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીના ટોયૉટા ગ્લેન્ઝાના પેટ્રૉલ મેન્યૂઅલ વેરિએન્ટ્સની કિંમતોમાં 7,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે આ કારના ઓટોમેટિક વેરિએન્ટ્સની કિંમતમાં 12,000 રૂપિયાનો વધારો કર્યો છે, આ ઉપરાંત ટોયૉટાએ આ કારના બે સીએનજી વેરિએન્ટ (S એન્ડ G) પર પણ 2,000 રૂપિયાનો વધારો કર્યો છે, એટલે કે ટોયૉટાની સીએજી કારો પર સૌથી ઓછી કિંમતો વધારી છે.
ટોયૉટા ગ્લેન્ઝાની કિંમત -
ટોયૉટા ગ્લેન્ઝા હેચબેક કાર મારુતિ સુઝુકી બેલનોની જ રબેજ વર્ઝન છે. એટલા માટે આમાં મારુતિ બલેનો વાળુ 1.2 લીટર ફૉર સિલીન્ડર પેટ્રૉલ એન્જિન જ મળે છે. જે આ કારને 90 PS ની મેક્સિમમ પાવર અને 113 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે, જેને 5- સ્પીડ મેન્યૂઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનની સાથે જોડવામાં આવ્યુ છે.
ટોયૉટા ગ્લેન્ઝા ફિચર્સ -
ટોયૉટા ગ્લેન્ઝામાં મળનારા ફિચર્સની વાત કરીએ, આમાં એન્ડ્રોઇડ અને ઓટો કારપ્લે 9 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફૉટેનમેન્ટ સિસ્ટમની સાથે હેડ અપ ડિસ્પ્લે, 360 ડિગ્રી કેમેરા, રિયર એસી વેન્ટ્સની સાથે ઓટો ક્લાઇમેટ કન્ટ્રૉલ અને ક્રૂઝ કન્ટ્રૉલ ફિચર પણ ઉપલબ્ધ છે.
આ ઉપરાંત ટોયૉટા ગ્લેન્ઝામાં સેફ્ટી ફિચર તરીકે 6 એરબેગ્સ, એબીસી-ઇબીડી, વ્હીકલ સ્ટેબિલિટી કન્ટ્રૉલ, રિયર પાર્કિંગ સેન્સર, હિલ હૉલ્ડ આસિસ્ટ (ઓટોમેટિક વેરિએન્ટમાં) અને આઇસૉફિક્સ ચાઇલ્ડ સીટ એન્કર પણ અવેલેબલ છે.
Toyota Price: ટોયૉટાએ વધારી અર્બન ક્રૂઝર હાઇરાઇડરની કિંમતો, જાણો એકાએક કેટલો કરાયો વધારો -
Toyota Urban Cruiser HyRyder: જાપાની ઓટોમોબાઇલ કંપની ટોયૉટાએ ભારતીય માર્કેટમાં ગયા વર્ષે લૉન્ચ કરેલી પોતાની એસયૂવી અર્બન ક્રૂઝર હાઇરાઇડરના સ્ટ્રૉન્ગ-હાઇબ્રિડ વર્ઝનની કિંમતોમાં 50,000 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ કાર એસ, જી અને વી જેવા ત્રણ ટ્રિમ્સમાં સ્ટ્રૉન્ગ હાઇબ્રિડમાં આવે છે, હવે આ કારના સ્ટ્રૉન્ગ હાઇબ્રિડ વર્ઝનની શરૂઆત એક્સ શૉરૂમ કિંમત 15.61 લાખ રૂપિયા થઇ ગઇ છે.
₹50,000 નો કર્યો વધારો -
ટોયૉટાએ અર્બન ક્રૂઝર હાઇરાઇડરના સ્ટ્રૉન્ગ હાઇબ્રિડની આખેઆખી રેન્જમાં 50,000 રૂપિયાનો વધારો કરી દીધો છે. જોકે, આના માઇલ્ડ હાઇબ્રિડ વેરિએન્ટની કિંમતોમાં કોઇ ફેરફાર નથી કરવામાં આવ્યો.
કેવો છે પાવરટ્રેન ?
ટોયૉટાની આ મિડસાઇઝ એસયૂવીમાં એક મજબૂત હાઇબ્રિડ પાવરટ્રેન મળે છે, આ કારમાં એક 1.5- લીટર TNGA એટકિન્સન સાઇકલ એન્જિન મળે છે. આ એન્જિન 92hp નો પાવર અને 122Nm નો ટૉર્ક પ્રૉડ્યૂસ કરે છે, આને eCVT ગિયરબૉક્સ સાથે જોડવામાં આવ્યુ છે. આ કારમાં એક 79hp અને 141Nm આઉટપુર આપનારી ઇલેક્ટ્રિક મૉટર પણ લાગેલી છે. આની મજૂબત હાઇબ્રિડ સિસ્ટમમાં એક 0.76kWh લિથિયમ આયર બેટરી મળે છે, મજબૂત હાઇબ્રિડમાં કંપની 27.97kmpl ની માઇલેજ મળવાનો દાવો કરે છે.