શોધખોળ કરો

ફૂલ ટાંકી પર ચાલે છે 1200 KM,મિડલ ક્લાસને ખુબ પસંદ આવી રહી છે Toyota Hyryder

Toyota Hyryder: ટોયોટા હાઇરાઇડર ત્રણ એન્જિન વિકલ્પો સાથે આવે છે, 1.5-લિટર પેટ્રોલ માઇલ્ડ-હાઇબ્રિડ (K-Series), 1.5-લિટર સ્ટ્રોંગ-હાઇબ્રિડ (TNGA), અને 1.5-લિટર CNG એન્જિન.

Toyota Hyryder: ભારતીય બજારમાં બજેટ ફ્રેન્ડલી હાઈબ્રિડ SUVની માંગ ઝડપથી વધી રહી છે. તેનું મોટું ઉદાહરણ ટોયોટા હાઈરાઈડર છે. આ મિડ-સાઈઝ SUV તેની હાઈબ્રિડ ટેક્નોલોજી, સ્ટાઈલિશ ડિઝાઇન અને શાનદાર માઈલેજ માટે લોકપ્રિય છે. ચાલો આ ગાડીના ફીચર્સ પર એક નજર કરીએ. ટોયોટા હાઈરાઈડરની કિંમત ભારતમાં 12.87 લાખ રૂપિયાથી શરૂ થઈને 23.46 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. ઓન-રોડ કિંમત રાજ્યના ટેક્સ અને વીમા મુજબ અલગ-અલગ હોઈ શકે છે.

Toyota Hyryder ના ફીચર્સ

Hyryder માં 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આની સાથે વાયરલેસ ચાર્જિંગ પેડ, USB પોર્ટ, ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ અને 8-વે ઇલેક્ટ્રિક ડ્રાઈવર સીટ મળે છે. પેનોરેમિક સનરૂફ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી તેને પ્રીમિયમ ફિલ આપે છે.

Toyota Hyryder સેફ્ટી ફીચર્સની બાબતમાં પણ આગળ છે. તેમાં છ એરબેગ્સ, ABS સાથે EBD, ESC, 360-ડિગ્રી કેમેરા, હિલ હોલ્ડ અને હિલ ડિસેન્ટ કંટ્રોલ જેવા ફીચર્સ છે. સાથે જ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) અને ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટ્સ પણ આપવામાં આવ્યા છે, જે ફેમિલી ડ્રાઇવિંગ માટે તેને ભરોસાપાત્ર બનાવે છે.

એન્જિન ઓપ્શન અને પર્ફોર્મન્સ

હાઈરાઈડર ત્રણ એન્જિન વિકલ્પો સાથે આવે છે, જેમાં 1.5-લિટર પેટ્રોલ માઈલ્ડ-હાઈબ્રિડ (K-Series), 1.5-લિટર સ્ટ્રોન્ગ-હાઈબ્રિડ (TNGA) અને 1.5-લિટર CNG એન્જિન સામેલ છે. આ તમામ એન્જિન અલગ-અલગ જરૂરિયાતો મુજબ સારું પર્ફોર્મન્સ અને બહેતર ઇંધણ કાર્યક્ષમતા (fuel efficiency) આપે છે.

Toyota Hyryder પોતાની માઈલેજને કારણે ખાસ છે. તેનું પેટ્રોલ માઈલ્ડ-હાઈબ્રિડ 19.39 થી 21.12 કિમી/લિટર, સ્ટ્રોન્ગ-હાઈબ્રિડ 27.97 કિમી/લિટર અને CNG વેરિઅન્ટ 26.6 કિમી/કિગ્રા (ARAI) સુધીની માઈલેજ આપે છે. ફૂલ ટેન્કમાં આ SUV અંદાજે 1200 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે, જે તેને મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યંત કિફાયતી બનાવે છે.

Toyota Hyryder માં લો મેન્ટેનન્સ કોસ્ટ, હાઈબ્રિડ ટેક્નોલોજી, શાનદાર માઈલેજ અને ટોયોટાની સર્વિસ ક્વોલિટીનું કોમ્બિનેશન મળે છે. આ સાથે પેનોરેમિક સનરૂફ, પ્રીમિયમ ઇન્ટિરિયર અને સેગમેન્ટમાં બેસ્ટ સેફ્ટી ફીચર્સ તેને ફેમિલી અને સિટી બંને પ્રકારના ડ્રાઇવિંગ માટે પરફેક્ટ SUV બનાવે છે. આ જ કારણ છે કે મધ્યમ વર્ગના ખરીદદારો તેને ઝડપથી અપનાવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હીરોની પહેલી શાનદાર EV બાઇક તૈયાર! જાણો ઓલા અને બજાજને કેવી રીતે આપશે ટક્કર
હીરોની પહેલી શાનદાર EV બાઇક તૈયાર! જાણો ઓલા અને બજાજને કેવી રીતે આપશે ટક્કર
દર મહિને ₹13,000 ની EMI પર Tata Nexon ખરીદશો તો કેટલા વર્ષે પૂરી થશે લોન?
દર મહિને ₹13,000 ની EMI પર Tata Nexon ખરીદશો તો કેટલા વર્ષે પૂરી થશે લોન?
માત્ર ₹60,000 થી શરૂ થાય છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, મળશે 150 km સુધીની રેન્જ
માત્ર ₹60,000 થી શરૂ થાય છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર્સ, મળશે 150 km સુધીની રેન્જ
15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
IMD Rain Alert: ગુજરાત સહિત 19 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી, હવામાન અપડેટ 
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમ તમને કરશે માલામાલ, દર મહિને 9 હજાર ફિક્સ આવક, જાણો
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Embed widget