શોધખોળ કરો

TVS Electric Scooter: સિંગલ ચાર્જમાં 158 KM ની રેન્જ: TVS એ લોન્ચ કર્યું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર

TVS Electric Scooter: આ સ્કૂટરની સૌથી મોટી ખાસિયત તેની રેન્જ છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સ્કૂટર 3.1 kWh બેટરી પેક સાથે આવે છે અને એકવાર ફૂલ ચાર્જ કરવા પર 158 કિલોમીટર સુધીની રેન્જ આપે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • TVS મોટર્સે નેપાળમાં TVS Orbiter ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે.
  • 3.1 kWh બેટરી સાથે 158 કિલોમીટરની લાંબી રેન્જ આપે છે.
  • આધુનિક ડિઝાઇન, સ્માર્ટ ફીચર્સ, સુરક્ષા સુવિધાઓથી સજ્જ છે.

TVS Electric Scooter: ટીવીએસ મોટર્સ (TVS Motors) એ પોતાના ઈલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયોનો વિસ્તાર કરતા નેપાળમાં નવું TVS Orbiter ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરી દીધું છે. આ સ્કૂટર લાંબી રેન્જ, મોર્ડન ફીચર્સ અને આકર્ષક ડિઝાઈન સાથે રજૂ કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ સ્કૂટરને ખાસ કરીને રોજિંદા વપરાશ કરતા ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જેથી શ્રેષ્ઠ પરફોર્મન્સ સાથે ઉત્તમ રાઈડિંગ એક્સપિરિયન્સ મળી શકે.

TVS Orbiter ની સૌથી મોટી ખાસિયત તેની રેન્જ છે. કંપનીના જણાવ્યા મુજબ, આ સ્કૂટર 3.1 kWh બેટરી પેક સાથે આવે છે અને એકવાર ફૂલ ચાર્જ કરવા પર 158 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. આટલી રેન્જ સાથે આ સ્કૂટર શહેરમાં રોજિંદી અવરજવર ઉપરાંત લાંબા અંતરની મુસાફરી માટે પણ એક સારો વિકલ્પ બની શકે છે. જોકે, રિયલ રેન્જ રસ્તાની સ્થિતિ, રાઈડિંગ સ્ટાઈલ, ટ્રાફિક અને વાતાવરણ મુજબ અલગ-અલગ હોઈ શકે છે.

આ પણ વાંચો...વાહનચાલકો માટે ખુશખબર! NHAI નો નવો નિયમ, ટોલ ટેક્સમાં 40% સુધીનો મોટો ઘટાડો

કેવી છે ડિઝાઈન અને ફીચર્સ?

ડિઝાઈનની વાત કરીએ તો TVS Orbiter ને ખૂબ જ મોર્ડન અને પ્રીમિયમ લુક આપવામાં આવ્યો છે. તેમાં 14 ઈંચનું ફ્રન્ટ વ્હીલ આપવામાં આવ્યું છે, જે સ્કૂટરને ઉત્તમ સ્ટેબિલિટી અને આરામદાયક રાઈડ આપવામાં મદદ કરે છે. આ સિવાય લાંબી સીટ, પહોળો ફૂટબોર્ડ, 169 mm નો ગ્રાઉન્ડ ક્લીયરન્સ અને 34 લીટરનું અંડર-સીટ સ્ટોરેજ આ સ્કૂટરને ડેઈલી યુઝ માટે વધુ પ્રેક્ટિકલ બનાવે છે.

ફીચર્સની બાબતમાં પણ TVS એ કોઈ કસર બાકી રાખી નથી. આ ઈલેક્ટ્રિક સ્કૂટરમાં કલર LCD ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્માર્ટફોન કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ અને મેસેજ એલર્ટ, USB ચાર્જિંગ પોર્ટ, ઓવર-ધ-એર (OTA) અપડેટ્સ અને મોબાઈલ એપ સપોર્ટ જેવા અનેક સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. મોબાઈલ એપ દ્વારા જીઓ-ફેન્સિંગ, ક્રેશ એલર્ટ અને સ્કૂટરની લાઈવ માહિતી જેવી સુવિધાઓનો પણ લાભ લઈ શકાય છે.

સ્કૂટરની સેફ્ટી અને ટેસ્ટિંગ
સેફ્ટી અને રાઈડિંગ એક્સપિરિયન્સને વધુ બહેતર બનાવવા માટે સ્કૂટરમાં હિલ હોલ્ડ અસિસ્ટ, ક્રૂઝ કંટ્રોલ, પાર્કિંગ અસિસ્ટ અને રિજનરેટિવ બ્રેકિંગ જેવા એડવાન્સ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ બ્રેક મારવા દરમિયાન બેટરીને અમુક અંશે ચાર્જ કરવામાં મદદ કરે છે, જેનાથી રેન્જ વધારવામાં સહાય મળે છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટરને નેપાળના અલગ-અલગ રસ્તાઓ અને પહાડી વિસ્તારોમાં ટેસ્ટ કરવામાં આવ્યું છે, જેથી દરેક પ્રકારના રસ્તાઓ પર શ્રેષ્ઠ પરફોર્મન્સ મળી શકે.

હાલમાં TVS Orbiter ને નેપાળના માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને ત્યાં તેનું વેચાણ Jagdamba Motors ના ડીલર નેટવર્ક દ્વારા કરવામાં આવશે. હાલ કંપનીએ ભારતમાં આ સ્કૂટરના લોન્ચિંગ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી

Frequently Asked Questions

TVS Orbiter ઇલેક્ટ્રિક સ્કૂટર ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે?

TVS મોટર્સે પોતાનું નવું Orbiter ઇલેક્ટ્રિક સ્કૂટર નેપાળમાં લોન્ચ કર્યું છે. તેને રોજિંદા વપરાશકર્તાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.

TVS Orbiter ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ કેટલી છે?

આ સ્કૂટર 3.1 kWh બેટરી પેક સાથે એકવાર ફૂલ ચાર્જ કરવા પર 158 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. વાસ્તવિક રેન્જ રસ્તાની સ્થિતિ અને રાઇડિંગ સ્ટાઇલ મુજબ અલગ હોઈ શકે છે.

TVS Orbiter માં કયા મુખ્ય ફીચર્સ ઉપલબ્ધ છે?

તેમાં કલર LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્માર્ટફોન કનેક્ટિવિટી, ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, USB ચાર્જિંગ અને મોબાઈલ એપ સપોર્ટ જેવા ફીચર્સ છે. સલામતી માટે હિલ હોલ્ડ અને રિજનરેટિવ બ્રેકિંગ પણ અપાયા છે.

TVS Orbiter ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં ક્યારે લોન્ચ થશે?

હાલમાં TVS Orbiter ને ફક્ત નેપાળના માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. કંપનીએ ભારતમાં તેના લોન્ચિંગ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

Advertisement

ટોપ સ્ટોરી

Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
Tesla Roadster: આવી ગઈ હવામાં ઉડતી કાર,1 સેકન્ડમાં પકડશે 100 કિમીની સ્પીડ, જુઓ Video
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
EV સેગમેન્ટમાં નવી એન્ટ્રી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહી છે Honda 0 Alpha કાર
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
PM Kisan 24th Instalment: કયા મહિને મળશે આગામી હપ્તો, ચેક કરો તમામ વિગતો
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Embed widget