દુનિયાની પહેલી CNG બાઇકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે, બે મહિનામાં Bajaj 125નું જોરદાર વેચાણ!
World First CNG Bike: બજાજની ફ્રીડમ 125 એ ઝડપથી લોકપ્રિયતા મેળવી છે. આ બાઇકનું બે મહિનામાં સારું વેચાણ થયું છે. સસ્તી કિંમત, ઉત્તમ માઇલેજ અને અદ્યતન સુવિધાઓ સાથે, આ બાઇક બજેટ-ફ્રેંડલી પણ છે.
Bajaj Freedom 125 Sells 5000 Units : વિશ્વની પ્રથમ CNG બાઇક બજાજ ફ્રીડમ 125એ ઓછા સમયમાં જ મોટી સફળતા મેળવી છે. કંપનીએ માહિતી આપી છે કે બે મહિનામાં આ બાઇકના 5000 યુનિટ વેચાયા છે.
કંપની માટે આ એક મોટી ઉપલબ્ધિ ગણાય છે. આના પરથી જોઈ શકાય છે કે પેટ્રોલ બાઈક હોવા છતાં લોકો CNG બાઈકને પસંદ કરી રહ્યા છે. કંપનીએ આ બાઈકને લોન્ચ કરતાં પહેલા આના ઘણા ટેસ્ટ કર્યા હતા અને તેને લોકો સમક્ષ રજૂ પણ કર્યા હતા. જેથી લોકોનો આ બાઇક પર વિશ્વાસ વધે. બજાજે આ બાઇક ખાસ મધ્યમ વર્ગના લોકો માટે બનાવી છે. વધતી જતી ઈંધણની કિંમતોને ધ્યાનમાં રાખીને આ બાઇકને ડિઝાઇન કરવામાં આવી હતી. હવે તેને લોન્ચ થયે લગભગ 2 મહિના ઉપર થઈ ગયા છે અને બજાજે આના વેચાણમાં જબરદસ્ત ઉપલબ્ધિ હાંસિલ કરી છે.
બાઇકની વિશેષતાઓ
બજાજ ફ્રીડમ 125માં પાવરફુલ 125cc એન્જિન છે, જે વધુ સારી પાવરની સાથે જબરદસ્ત માઈલેજ પણ આપે છે. તેની ડિઝાઇન ખૂબ જ આકર્ષક છે અને તેને યુવાનો તેમજ પરિવારને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ બાઇકમાં ડિજિટલ ડિસ્પ્લે, એલઇડી લાઇટ અને આરામદાયક બેઠકની સુવિધાઓ છે, જે તેને લાંબા અંતર માટે પણ શ્રેષ્ઠ વિકલ્પ બનાવે છે.
કિંમત અને માઇલેજ
તેની શરૂઆતની કિંમત 70,000 રૂપિયાની આસપાસ છે, જે તેને બજેટ બાઇકમાંથી એક બનાવે છે. કંપનીનો દાવો છે કે આ બાઈક 60-65 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપે છે, જે ઈંધણના વપરાશના સંદર્ભમાં તેને આર્થિક બનાવે છે. બજાજ ફ્રીડમ 125 ની સફળતાના મુખ્ય કારણો તેની પરવડે તેવી કિંમત, ઉત્તમ માઈલેજ અને શાનદાર ફીચર્સ છે.
આ સિવાય બજાજની વિશ્વસનીય ટેક્નોલોજી અને સર્વિસ નેટવર્ક પણ ગ્રાહકોને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. બજાજ ફ્રીડમ 125 એ થોડા જ સમયમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. બે મહિનામાં 5000 યુનિટનું વેચાણ એ વાતનો સંકેત છે કે આ બાઇક ગ્રાહકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહી છે.