શોધખોળ કરો

Xiaomi SU7 in India: શાઓમી તેની નવી કાર SU7 ભારતમાં લોન્ચ કરશે, માત્ર 2.8 સેકંડમાં 100 kmh ની સ્પીડ પર પહોંચી જશે

Xiaomi SU7 Showcased in India: Xiaomiએ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ બનાવવા માટે પ્રખ્યાત કંપની છે.તેને ભારતમાં પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક સેડાન કાર રજૂ કરી છે.આકાર ડિસેમ્બર 2023માં જ વૈશ્વિક બજારોમાં આવી હતી.

Xiaomi SU7 Electric Sedan: ચીનની ઈલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ બનાવતી મેન્યુફેક્ચરિંગ કંપની Xiaomi પોતાની પહેલી ઈલેક્ટ્રિક કાર લઈને આવી રહી છે. Xiaomiની ઇલેક્ટ્રિક કાર SU7 સેડાન કાર છે. Xiaomiએ તેની 10મી વર્ષગાંઠની ઉજવણીના અવસર પર ભારતમાં આ કારની ઝલક બતાવી છે. આ EVને ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં જ વૈશ્વિક બજારમાં પ્રદર્શિત કરવામાં આવી હતી.

Xiaomi SU7ની ડિઝાઇન ખૂબ શાનદાર છે
Xiaomi SU7 નો લુક એકદમ અદભૂત છે. આ કારને Xiaomiના ડિઝાઈન હેડ સોયર લીના નેતૃત્વમાં તૈયાર કરવામાં આવી છે. લીએ અગાઉ BMW iX ડિઝાઇન કરવામાં પણ મદદ કરી છે. Xiaomiની આ ઇલેક્ટ્રિક સેડાનની લંબાઈ 4,997 mm, પહોળાઈ 1,963 mm અને ઊંચાઈ 1,440 mm છે.

Xiaomi SU7 in India: શાઓમી તેની નવી કાર SU7 ભારતમાં લોન્ચ કરશે, માત્ર 2.8 સેકંડમાં 100 kmh ની સ્પીડ પર પહોંચી જશે

Xiaomiની ઇલેક્ટ્રિક સેડાનનું ઇન્ટિરિયર
Xiaomiની ઇલેક્ટ્રિક સેડાનમાં ચાર દરવાજા છે. આ કાર પોર્શ ટેકન અને BYD સીલ જેવી જ છે. આ કારની વચ્ચે એક મોટી ટચસ્ક્રીન લગાવવામાં આવી છે. ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે પણ આપવામાં આવ્યું છે. આ કારમાં મોટું હેડ-અપ ડિસ્પ્લે અને પેનોરેમિક ગ્લાસ રૂફ પણ લગાવવામાં આવી છે.

Xiaomi ની ઇલેક્ટ્રિક કાર રેન્જ
Xiaomi SU7 ચીનમાં ત્રણ બેટરી પેક સાથે ઉપલબ્ધ છે. આ કારમાં સૌથી નાનું બેટરી પેક 73.6 kWh છે, જે સિંગલ ચાર્જિંગમાં 700 કિલોમીટરની રેન્જ આપે છે. 94.3 kWhના મોટા બેટરી પેકનો વિકલ્પ છે, જે 830 કિલોમીટરની રેન્જ આપે છે. આ બંને બેટરી પેક રીઅર વ્હીલ ડ્રાઇવ (RWD) સાથે આવે છે.

આ ઈલેક્ટ્રિક સેડાનમાં 101 kWh ની સૌથી મોટી બેટરી પેક છે, જે બે ઇલેક્ટ્રિક મોટર્સને પાવર આપે છે. ઓલ-વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ આ બેટરી પેક સાથે કામ કરે છે. આ સિંગલ ચાર્જિંગમાં 800 કિલોમીટરની રેન્જ આપે છે.

ઇલેક્ટ્રિક સેડાનની શક્તિ
તેનું ટોપ-રેન્જ વેરિઅન્ટ 673 એચપીનો પાવર અને 838 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ પાવરથી આ ઈલેક્ટ્રિક સેડાન માત્ર 2.78 સેકન્ડમાં 0 થી 100 kmphની ઝડપ પકડી શકે છે. આ કારની ટોપ સ્પીડ 265 kmph છે. તેના બંને RWD ટ્રીમ્સ 299 hpનો પાવર અને 400 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

ભારતમાં લોન્ચ થવા પર તેની કિંમત શું હશે?
Xiaomiએ હજુ સુધી ભારતમાં આ ઈલેક્ટ્રિક સેડાન લોન્ચ કરવા અંગે કોઈ માહિતી જાહેર કરી નથી. જો આપણે તેના એન્ટ્રી લેવલ વેરિઅન્ટ વિશે વાત કરીએ તો તેની કિંમત 24.79 લાખ રૂપિયા છે. મિડ-લેવલ SU7 Proની કિંમત રૂ. 28.23 લાખ છે અને ટોપ-રેન્જ વેરિઅન્ટની કિંમત રૂ. 34.42 લાખ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Murder Case : વડોદરામાં મૃતક તપન પરમારની નીકળી અંતિમ યાત્રા, ભાજપના નેતાઓ પણ જોડાયાAnil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
શિયાળામાં જરૂર પીવો આ Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ
Embed widget