Yamahaએ પોતાના ગ્રાહકોને કોરોના કાળમાં વૉરંટી અને સર્વિસ પર આપી આ મોટી રાહત, જાણો વિગતે
કંપનીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, દેશભરમાં કેટલાય શહેરોમાં હજુ પણ લૉકડાઉન લાગેલુ છે, અને કેટલાય ગ્રાહકો વૉરંટી કે સર્વિસ સંબંધિત લાભ નથી લઇ શકતા. સામાન્ય અને એક્સટેન્ડેટ વૉરંટી અને ફ્રી સર્વિસની સાથે આ એક્સટેન્શન એન્યૂઅલ મેન્ટેનન્સ કૉન્ટ્રાક્ટ વાળા ગ્રાહકો માટે પણ લાગુ થશે.
નવી દિલ્હીઃ યામાહા મૉટર ઇન્ડિયાએ કૉવિડ-19 મહામારીના કારણે પોતાના ગ્રાહકો માટે વૉરંટી અને ફ્રી સર્વિસ પીરિયડને લંબાવી દીધો છે, હવે ગ્રાહક 30 જૂન 2021 સુધી આને કરાવી શકશે. આ જાહેરાત ખુદ કંપનીએ કરી છે. કંપનીએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, દેશભરમાં કેટલાય શહેરોમાં હજુ પણ લૉકડાઉન લાગેલુ છે, અને કેટલાય ગ્રાહકો વૉરંટી કે સર્વિસ સંબંધિત લાભ નથી લઇ શકતા. સામાન્ય અને એક્સટેન્ડેટ વૉરંટી અને ફ્રી સર્વિસની સાથે આ એક્સટેન્શન એન્યૂઅલ મેન્ટેનન્સ કૉન્ટ્રાક્ટ વાળા ગ્રાહકો માટે પણ લાગુ થશે.
યામાહાએ કહ્યું તમામ બ્રાન્ડ ડીલરશીપને એક્સટેન્શન વિશે જાણકારી આપવામા આવી છે, અને એ નક્કી કરવાનુ કહેવામાં આવ્યુ છે કે આ બેનિફિટ્સ ગ્રાહકોને કોઇપણ જાતની પરેશાની વિના મળે. ઉલ્લેખનીય છે કે ભારતમાં યામાહાની મેન્યૂફેક્ચરિંગ ફેસિલિટી 15 થી 31 મે સુધી લૉકડાઉનના કારણે બંધ રહેશે. કંપનીના બે પ્લાન્ટ ચે. એક પ્લાન્ટ તામિલનાડુના કાંચીપુરમમાં અને બીજો પ્લાન ઉત્તરપ્રદેશના સૂરજપુરમાં છે. કંપનીના કૉર્પોરેટ અને એરિયા ઓફિસના તમામ કર્મચારીઓ વર્ક ફ્રૉમ હૉમ કરી રહ્યાં છે. કંપનીએ કહ્યું કે, દેશભરમાં હજુ કેટલાય ગ્રાહકો વૉરંટી કે સર્વિસ સંબંધિત લાભ નથી લઇ શકતા.
કેટલીય કંપનીઓ કરી ચૂકી છે થોડાક સમય માટે ઓપરેશન બંધની જાહેરાત.....
તાજેતરમાં જ હીરો અને રૉયલ એનિફિલ્ડ સહિત બીજી કંપનીઓએ પણ મહામારીના કારણે ઓપરેશન્સ બંધ કરી દીધા છે. જોકે હીરોએ સોમવારથી ગુરુગ્રામ ધારુહેડા અને હરિદ્વારમાં પોતાના ત્રણ પ્લાન્ટને ખોલાવાની જાહેરાત કરી છે. આ પ્લાન્ટ સિંગલ-શિફ્ટ બેસિસ પર ચાલુ થશે. હીરોએ કહ્યું કે, તેના 45 વર્ષથી વધુ ઉંમરના 90 ટકાથી વધુ કર્મચારીઓ રસી લઇ ચૂક્યા છે.
પ્રૉડક્ટ સાઇટ પર જોઇએ તો યામાહા ભારતમાં FZ-X મૉટરસાયકલ લૉન્ચ કરવા માટે કમર કરી રહી છે. બાઇક તાજેતરમાં જ પ્રૉડક્શન રેડી અવતારમાં દેખાઇ હતી, અને થોડક અઠવાડિયામાં લૉન્ચ થઇ શકે છે.