જેમ કે તમારી પાસે 10 લાખ રૂપિયાનું કાળું નાણું છે તો તેના પર 30.9 ટકા (30 ટકા ટેક્સ વત્તા 3 ટકા સેસ) પ્રમાણે 3,09,000 રૂપિયા ટેક્સ લાગશે. ટેક્સ પર 200 ટકા પેનલ્ટી એટલે કે 309000ના 200 ટકા પ્રમાણે 6180000 રૂપિયા પેનલ્ટી થશે. આમ ટેક્સ અને પેનલ્ટી મળીને 10 લાખના કાળાં નાણાં પર કુલ તમારે 927000 રૂપિયા ચૂકવવા પડશે. આમ 10 લાખના કાળાં નાણાં પર તમારી પાસે માત્ર 75 હજાર રૂપિયા વધશે. એટલે કે 100 રૂપિયા કાળું નાણું જાહેર કરો તો તમારી પાસે આખરે 7 રૂપિયા બચશે.
2/5
ધારો કે કોઈ વ્યક્તિ 30 ટકા ટેક્સ સ્લેબમાં આવે છે અને તેની આવક 1 કરોડથી વધારે નથી. તેની પાસે 10 લાખ રૂપિયાનું કાળું નાણું છે તો તેના પર પેનલ્ટી સહિત કુલ મળીને 9 લાખ રૂપિયાથી વધારે રકમ ચૂકવવી પડશે.
3/5
નવી દિલ્હીઃ મોદી દ્વારા 500 અને 1000 રૂપિયાની નોટ પરત ખેંચવાના નિર્ણય બાદ સરકારે એક ચેતવણી પર જારી કરી છે જે કાળા નાણાં રાખનારાઓ માટે છે. તે અનુસાર બેંક એ તમામ લોકોનો રેકોર્ડ રાખશે જે 10 નવેમ્બરથી 30 ડિસેમ્બરની વચ્ચે 2.5 લાખ રૂપિયાથી વધારેની રકમ જમા કરાવે છે.
4/5
આ ટેક્સ ચોરી માટે તમારે 200 ટકા જેટલી રકમ પેનલ્ટી તરીકે ચૂકવવી પડશે. એટલે કે તમારા ઉપર જેટલો ટેક્સ બાકી છે તેની બે ગણી પેનલ્ટી ચૂકવવી પડશે.
5/5
ઇનકમ ટેક્સવિભાગ કોઈપણ વ્યક્તિ દ્વારા જમા કરાવવામાં આવેલ 2.5 લાખ રૂપિયાથી વધારેની રકમનો તાળો વિતેલા વર્ષની ઇનકમ ટેક્સ રિટર્ન સાથે મેળવશે. જો તેમાં કોઈ વિસંગતતા જોવા મળશે તો ફરીથી આવા લોકો પર કાર્યવાહી કરશે. 10 લાખ રૂપિયાથી વધારેની રકમ જમા કરાવવના મામલે જો આ રકમ આવક સાથે મેળ નહીં ખાય તો તેને ટેક્સ ચોરી ગણવામાં આવશે.