શોધખોળ કરો

Budget 2024: બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણ શું-શું કરી મોટી જાહેરાતો, કોને શું થશે ફાયદો, વાંચો...

India Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. મોદી 3.0 સરકારનું આ પ્રથમ સામાન્ય બજેટ છે

India Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. મોદી 3.0 સરકારનું આ પ્રથમ સામાન્ય બજેટ છે અને અને નિર્મલા સીતારમણે સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો છે. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડ્યો, જેમણે 6 વખત બજેટ રજૂ કર્યું હતું. આજે સંસદમાં બજેટ સ્પીચમાં નિર્મલા સીતારમણે કેટલાક મોટા એલાન કર્યા છે. 

બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણ શું શું કરી મોટી જાહેરાતો, વાંચો...

- ફ્રી રાશનની વ્યવસ્થા 5 વર્ષ સુધી ચાલુ રહેશે.
- આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ.
- રોજગાર માટે સરકાર 3 મોટી યોજનાઓ પર કામ કરશે.
- બિહારમાં 3 એક્સપ્રેસ વેની જાહેરાત.
- બોધગયા-વૈશાલી એક્સપ્રેસ વે બનાવવામાં આવશે.
- પટના-પૂર્ણિયા એક્સપ્રેસ વેનું નિર્માણ.
- બક્સરમાં ગંગા નદી પર ટૂ-લેન પુલ.
- બિહારમાં એક્સપ્રેસ વે માટે 26 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ.
- વિદ્યાર્થીઓને રૂ.7.5 લાખની સ્કીલ મૉડલ લૉન.
- પ્રથમ વખતના કર્મચારીઓ માટે વધારાનો PF
- નોકરીઓમાં મહિલાઓને પ્રાથમિકતા
- સરકાર ઘરેલુ સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લૉન માટે નાણાકીય સહાય પૂરી પાડશે.
- સરકાર SC-ST અને OBC સમાજના કલ્યાણ માટે વધુ નવી યોજનાઓ લાવશે.
- 10 હજાર બાયૉ ફ્યૂઅલ પ્લાન્ટ લગાવવામાં આવશે.
- રોજગાર અને કૌશલ્ય માટેની 3 યોજનાઓ.
- તમને પહેલી નોકરીમાં એક મહિનાનું ભથ્થું મળશે,
- 1 લાખ રૂપિયાના પગાર પર સરકાર 3000 રૂપિયા પીએફમાં આપશે.

નિર્મલા સીતારમણે સતત સાતમું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચ્યો છે. તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડ્યો, જેમણે 6 વખત બજેટ રજૂ કર્યું હતું. સીતારમણને 2019 માં ભારતની પ્રથમ પૂર્ણ-સમયની મહિલા નાણામંત્રી બનાવવામાં આવી હતી. ત્યારથી, સીતારમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટ સહિત સતત છ બજેટ રજૂ કર્યા છે. નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ તેમનું સતત સાતમું બજેટ છે. નાણામંત્રીએ ચોમાસુ સત્રના પહેલા દિવસે સોમવારે આર્થિક સર્વે રજૂ કર્યો હતો. આર્થિક સર્વેમાં સરકારે કહ્યું છે કે દેશની જીડીપી નાણાકીય વર્ષ 2024-25માં 6.5-7 ટકાની વચ્ચે રહેવાની ધારણા છે.

મહિલાઓ અને છોકરીઓ માટે રૂ. 3 લાખ કરોડ
 મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે 3 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. રાષ્ટ્રની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલાવરમ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે. વિશાખાપટ્ટનમ-ચેન્નઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં કોપર્થી વિસ્તાર અને હૈદરાબાદ-બેંગલુરુ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરમાં ઓરવાકલ વિસ્તારના વિકાસ માટે ફંડ આપવામાં આવશે.

-

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સ્ફોટક નિવેદન, મિશનરી પર નિશાન સાંધતા, જાણો શું કહ્યું?
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
ખનીજ વહન કરતા વાહનોમાં આજથી GPS સિસ્ટમ ફરજિયાત, આકરા નિયમો લદાયા
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
ABP Entrepreneurship Conclave:સ્ટાર્ટ અપથી ક્યારેય પુરી રીતે ખતમ નહિ થાય બેરોજગારી: હર્ષ બિનાની
ABP Entrepreneurship Conclave:સ્ટાર્ટ અપથી ક્યારેય પુરી રીતે ખતમ નહિ થાય બેરોજગારી: હર્ષ બિનાની
Embed widget