તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીના નામ જાહેર કર્યા છે.

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ તમિલનાડુ અને આસામ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારીના નામ જાહેર કર્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે આસામ વિધાનસભા ચૂંટણીની જવાબદારી પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજંત પાંડાને સોંપવામાં આવી છે. પૂર્વ રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને આસામમાં ચૂંટણી સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પ્રભારી અને સહ-પ્રભારી નિયુક્ત કર્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલને સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
BJP has appointed Baijayant Panda, MP and National Vice President, as Election Incharge, while Sunil Kumar Sharma, MLA and Leader of the Opposition in the J&K Assembly, and former Union Minister Darshana Jardosh have been appointed as Election Co-Incharges for the upcoming Assam… pic.twitter.com/jjDMA0KQaP
— IANS (@ians_india) December 15, 2025
આસામ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજંત પાંડાને ચૂંટણી પ્રભારી નિયુક્ત કર્યા છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુનીલ કુમાર શર્માને સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશને આસામમાં ચૂંટણી સહ-પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
નીતિન નવીન સિંહાને ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય મહાસચિવે બિહારના મંત્રી નીતિન નવીન સિંહાને ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્તની સૂચના જાહેર કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ તેના નવા કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષની જાહેરાત કરી છે. બિહાર સરકારના મંત્રી નીતિન નવીનને પાર્ટીના નવા કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેપી નડ્ડાના બાદ તેઓ હવે પાર્ટીની જવાબદારીઓ સંભાળશે.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડે બિહાર સરકારના મંત્રી નીતિન નવીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ઉપરોક્ત નિમણૂક તાત્કાલિક અમલમાં આવશે."
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બિહારના કેબિનેટ મંત્રી નીતિન નવીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં તેમણે કહ્યું, "બિહારના યુવા અને ઉર્જાવાન નેતા નીતિન નવીનને ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન.





















