શોધખોળ કરો
Advertisement
બજેટ 2020: એક્સપોર્ટર્સ માટે ખાસ સ્કીમ નિર્વિક લાગુ જાહેરાત થાય તેવી સંભાવના
એક્સપોર્ટર્સ માટે ખાસ સ્કીમ નિર્યાત ઋણ વિકાસ યોજના છે જેમાં એક્સપોર્ટર્સ માટે ઈન્શ્યોરન્સ પ્રિમિયમ પર સબસિડી આપવાનું પ્રાવધાન છે.
નવી દિલ્હી: આગામી બજેટમાં એક્સપોર્ટર્સ માટે ખાસ સ્કીમ નિર્વિક લાગુ કરવાની જાહેરાત સરકાર બજેટમાં કરે તેવી સંભાવના છે. આ સ્કીમ હેઠળ એક્સપોર્ટર્સને સસ્તી અને સરળ શરતો પર લોન આપવાની ક્રિયા સરળ થઈ જશે.
એક્સપોર્ટર્સ માટે ખાસ સ્કીમ નિર્યાત ઋણ વિકાસ યોજના છે જેમાં એક્સપોર્ટર્સ માટે ઈન્શ્યોરન્સ પ્રિમિયમ પર સબસિડી આપવાનું પ્રાવધાન છે. ઈન્શ્યોરન્સ કવરની મર્યાદા 60 ટકાથી વધારીને 90 ટકા થાય તેવી શક્યતા છે. હાલ ઈસીઆઈએસ હેઠળ 60 ટકાનું ઈન્સ્યોરન્સ કવર મળે છે.
રૂપિયા પર મળનારો એક્સપોર્ટ ક્રેડિટ રેટ 8 ટકાથી નીચે રહેશે. પ્રી-શિપમેન્ટ અને પોસ્ટ-શિપમેન્ટ બન્નેના વીમા કવર થશે. સરકારે સપ્ટેમ્બરમાં આ સ્કીમ લાવવાની જાહેરાત કરી હતી પરંતુ અત્યાર સુધી સ્કીમ લાગુ કરાઈ નથી. તેથી બજેટમાં આ સ્કીમનો અમલ કરવાનો નિર્ણય લેવાય તેવી સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion