શોધખોળ કરો
Advertisement
Budget 2021: કોટન પર વધી કસ્ટમ ડ્યૂટી, જાણો ટેકસટાઇલ ઈન્ડસ્ટ્રી પર શું થશે અસર
Union Budget 2021: આ ઉપરાંત કાબુલી ચણા પર 30 ટકા એગ્રી સેસ નાંખવાની પણ જાહેરાત થઈ હતી. પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપાય એગ્રી ઈન્ફ્રા સેસ નાંખવાની જાહેરાત થઈ હતી.
નવી દિલ્લીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ કોરોના કાળમાં પ્રથમ બજેટ રજૂ કર્યુ હતું. આશરે બે કલાક જેટલા બજેટ ભાષણમાં કોઇ ખાસ જાહેરાતો કરવામાં આવી નહોતી. પરંતુ તેમાં કરવામાં આવેલી જાહેરાતથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર મોટી અસર થઈ શકે છે. બજેટમાં કોટન અને રો સિલ્ક પર કસ્ટમ ડ્યૂટી વધારવાની જાહેરાત નાણા મંત્રીએ કરી હતી. ટેક્સટાઇલ ઈન્ડસ્ટ્રી હાલ કપરાં સમયમાંથી પસાર થઈ રહી છે. તેના પર કસ્ટમ ડ્યૂટી વધારવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયેલા નાના-મોટા ઉદ્યોગો, લોકોને મોટી અસર થશે.
આ ઉપરાંત કાબુલી ચણા પર 30 ટકા એગ્રી સેસ નાંખવાની પણ જાહેરાત થઈ હતી. પેટ્રોલ પર 2.5 રૂપિયા અને ડીઝલ પર 4 રૂપાય એગ્રી ઈન્ફ્રા સેસ નાંખવાની જાહેરાત થઈ હતી. 2021-22માં એગ્રિકલ્ચર ક્રેડિટ ટાર્ગેટ 16.5 લાખ કરોડનો છે. ઓપરેશન ગ્રીન સ્કીમમાં ઝડપથી ખરાબ થતાં 20 પાકનો સમાવેશ કરવામાં આવશે.
સરકારે ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી અને કોઈ છૂટ પણ આપવામાં આવી નથી. જોકે અફોર્ડેબલ હાઉસિંગમાં ઘર ખરીદનારને વ્યાજમાં 1.5 લાખ સુધીની એક્સ્ટ્રા છૂટનો સમય એક વર્ષ વધારીને માર્ચ 2022 સુધીનો કરી દેવામાં આ છે.
આ થશે મોંઘું
મોબાઇલ ફોન, ચાર્જર, મોબાઇલ ફોનના પાર્ટ
-ગાડીના સ્પેરપાર્ટ્સ
-ઈલેક્ટ્રોનિક ઉપકરણ
-ઈમ્પોર્ટેડ કપડાં
-સોલર ઈન્વર્ટર, સોલર ઉપકરણ
-કોટન, કાબુલી ચણા
- મસુરની દાળ
-આલ્કોહોલિક બેવરેજિસ
- આયાતી સનફ્લાવર, સોયાબીન, પામ તેલ
શું થશે સસ્તું
-સ્ટીલથી બનેલો સામાન
-સોનું
-ચાંદી
-તાંબાનો સામાન
-ચામડાથી બનેલો સામાન
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement