(Source: ECI/ABP News/ABP Majha)
Budget 2022: હોમલોનના વ્યાજ પર ટેક્સ છૂટની વર્તમાન મર્યાદા વધારીને કેટલી કરવી જોઈએ ? જાણો લોકોએ શું કહ્યું
Budget 2022:કેન્દ્રીય નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. આ પહેલા 31 જાન્યુઆરીએ ઈકોનોમિક સર્વે જાહેર કરવામાં આવશે.
Budget 2022: 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું ચોથું બજેટ રજૂ કરશે. સામાન્ય જનતાને આ વખતના બજેટથી ઘણી આશાઓ છે. સામાન્ય લોકોથી માંડીને ઘર ખરીદનારાઓ અને રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા હાલની કરમુક્તિ મર્યાદા વધારવાની માંગ છે. એબીપી લાઇવએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોલ કર્યો હતો. જેમાં તેઓએ હોમ લોનના વ્યાજ પર કર મુક્તિ અંગે સામાન્ય લોકોનો અભિપ્રાય જાણ્યો હતો...
પ્રશ્ન - હાલના રૂ. 2 લાખમાંથી હોમ લોનના વ્યાજ પર કર મુક્તિ મર્યાદા કેટલી વધારવી જોઈએ?
i) 2.5 લાખ
ii) 3 લાખ
iii) 5 લાખ
iv) ફેરફારની જરૂર નથી
68.9 ટકા લોકોએ કરી 5 લાખની તરફેણ
આ પોલમાં લગભગ 659 લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી 68.9 ટકા લોકો માને છે કે હોમ લોન પર વર્તમાન ટેક્સ લિમિટ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ કરવી જોઈએ., 12.7 ટકા લોકો માને છે કે તેમાં કોઈ ફેરફાર ન કરવો જોઈએ, એટલે કે, આ મર્યાદા 2 લાખ પર સ્થિર રાખવી જોઈએ.
આ સિવાય 11.8 ટકા વાચકોનું માનવું છે કે આ મર્યાદા વધારીને 3 લાખ કરવી જોઈએ અને 6.5 ટકા લોકોનું માનવું છે કે સરકારે આ વખતના બજેટમાં આ મર્યાદા વધારીને 2.5 લાખ કરવી જોઈએ.
કેપિટલ ગેઈન પણ ઘટાડવાની માંગ
રિયલ એસ્ટેટ ડેવલપર્સે નાણામંત્રી પાસે માંગ કરી છે કે હોમ લોન પર ટેક્સ છૂટની મર્યાદા વધારીને 5 લાખ કરવી જોઈએ. આ સિવાય રિયલ એસ્ટેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ઘટાડવાની પણ માંગ કરવામાં આવી છે.
1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે
કેન્દ્રીય નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે સંસદમાં બજેટ રજૂ કરશે. આ પહેલા 31 જાન્યુઆરીએ ઈકોનોમિક સર્વે જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણ સાથે થશે. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ગૃહના બંને ગૃહોને સંબોધિત કરશે. આ સત્ર બે ભાગમાં વહેંચાયેલું છે.