(Source: ECI/ABP News/ABP Majha)
Budget 2024: બજેટમાં અયોધ્યાની અવગણના, ભાજપ ચુકાવશે કિંમત, જાણો કોણે આપી ચેતવણી
ઉત્તર પ્રદેશના ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદે બજેટ 2024 પર ટિપ્પણી કરતાં કહ્યું, અયોધ્યાને કંઈ મળ્યું નથી
Budget 2024: કેન્દ્રીય બજેટ 2024 ની રજૂઆત પછી, પક્ષ-વિપક્ષ તરફથી પ્રતિક્રિયાઓનો રાઉન્ડ ચાલુ રહે છે. ઉત્તર પ્રદેશમાં વિપક્ષ સતત આરોપ લગાવી રહ્યો છે કે રાજ્યના હિસ્સામાં કશું આવ્યું નથી. આ દરમિયાન ફૈઝાબાદ લોકસભા ક્ષેત્રના સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા છે.
સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે કેન્દ્રીય બજેટ પર કહ્યું, "આ લઘુમતી સરકારને બચાવવાનું બજેટ છે. આમાં લગભગ આખા દેશની અવગણના કરવામાં આવી છે. આમાં અયોધ્યા, ઉત્તર પ્રદેશની અવગણના કરવામાં આવી છે. આ ખુરશી બચાવવાનું બજેટ છે.એટલે જ બે રાજ્યોને પ્રાથમિકતા આપવામાં આવી છે અને બાકીની અવગણના કરવામાં આવી છે, આ ભાજપ માટે મોંઘું પડશે."
સપાના સાંસદે કહ્યું કે જે બજેટ આવ્યું છે તે ગઠબંધનને ધ્યાનમાં રાખીને સરકારને બચાવવા માટે રજૂ કરવામાં આવેલું બજેટ છે. ખુરશી બચાવવાનું બજેટ છે, સમગ્ર દેશની અવગણના કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને અયોધ્યની અવગણના કરવામાં આવી છે.
રામ ગોપાલે નિશાન સાધ્યું
સમાજવાદી પાર્ટીના નેતા રામ ગોપાલ યાદવે કેન્દ્રીય બજેટ પર કહ્યું, "તે સંપૂર્ણપણે નિરાશાજનક બજેટ છે. ગામડાઓ, ખેતીની અવગણના કરવામાં આવી હતી. ત્યાંના (બિહાર અને આંધ્રપ્રદેશ) નેતાઓએ વિચારવું જોઈએ કે આટલા મોટા રાજ્યો માટે કરવામાં આવેલી નાની જાહેરાતો અપૂરતી છે. ઉત્તર પ્રદેશનો ઉલ્લેખ પણ નહોતો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે મંગળવારે નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં તેમણે કૃષિથી લઈને યુવાનોના કૌશલ્ય વિકાસ સુધીના અનેક ક્ષેત્રો માટેની જાહેરાતો કરી હતી. બીજી તરફ આ બજેટમાં રેલ્વે અને સંરક્ષણ જેવા ક્ષેત્રોને નિરાશા સાંપડી હતી. જ્યારે નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં માત્ર એક જ વાર રેલવેનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારે સંરક્ષણ ક્ષેત્રના બજેટમાં મોટો કાપ મૂકવામાં આવ્યો હતો. Aનાણાકીય વર્ષ 2024-25ના સંપૂર્ણ બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે 4.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉ ફેબ્રુઆરીમાં વચગાળાના બજેટમાં સંરક્ષણ ક્ષેત્રને 6.21 લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે ચાર મહિના પહેલા આવેલા વચગાળાના બજેટની સરખામણીએ હવે સંપૂર્ણ બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે ફાળવણીમાં 1.67 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. ડિફેન્સ સેક્ટરના બજેટમાં આવો ઘટાડો પહેલીવાર થયો છે.