શોધખોળ કરો
Advertisement
બજેટ 2020: ભારતીય રેલવે માટે મોદી સરકાર કરી શકે છે આ મોટી જાહેરાતો, જાણો નફા-નુકશાન વિશે
બજેટમાં રેલવે માટે 100 ટકા વિદ્યુતિકરણ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે, આ કામ લગભગ 2024 સુધી રેલવેમાં થઇ શકે છે. આ માટે બજેટમાં મોટી જોગવાઇઓ પણ થઇ શકે છે
નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી 1લી ફેબ્રુઆરીએ નાણા બજેટ રજૂ કરશે. રેલવેને આ વખતે બજેટમાં શું ફાયદો થશે અને શું નુકશાન ભોગવવુ પડશે તેને લઇને સસ્પેન્સ છે. જોકે, એટલુ તો નક્કી જ છે કે આ વખતે બજેટમાં રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જોર આપવામાં આવશે. માનવામાં આવે છે કે રેલવેમાં મોટુ નિવેશ પણ થઇ શકે છે, કેમકે રેલમેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકકરણ કરવુ જરૂરિયાત બની ગઇ છે.
મોદી-2 સરકાર, રેલવેને તેમની અપક્ષોઓ અને સમસ્યાઓને લઇને આધુનિકકરણની જરૂરિયાત ઉભી થઇ છે. આ પહેલા પણ રેલવે મંત્રી પિયુષ ગોયલ કહી ચૂક્યા છે કે, કરોડો યાત્રીઓને ધ્યાનમાં રાખીને વિશ્વસ્તરીય સુવિધા આપવામાં આવે.
મોદી-2 સરકારના બજેટમાં જલ્દી પ્રાઇવેટ ટ્રેનો આવી શકે છે, 100 રેલ રૂટો પર દોઢસો ટ્રેનોને પ્રાઇવેટાઇઝેશન કરવાની તૈયારી છે, આનો બજેટમાં દિશાનિર્દેશ થઇ શકે છે. પૂર્વીય અને પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેટ કૉરિડૉર પર ઝડપથી કામ થઇ રહ્યુ છે. સરકાર ડીએફસી માટે એક્શન લઇ શકે છે.
બજેટમાં રેલવે માટે 100 ટકા વિદ્યુતિકરણ કરવાની જાહેરાત કરવામાં આવી શકે છે, આ કામ લગભગ 2024 સુધી રેલવેમાં થઇ શકે છે. આ માટે બજેટમાં મોટી જોગવાઇઓ પણ થઇ શકે છે.
ઉપરાંત યુરોપની જેમ ઓટોમેટિક સિગનલિંગ પર પણ કામ શરૂ કરવામાં આવી શકે છે. આના લેખાજોખા બજેટમાં જરૂર આવી શકે છે. મોદી સરકાર 2 આ બજેટમાં રેલવેની કાયાપલટ પર જોર આપી શકે છે, રેલવેમાં રોજગાર કમ્ટિટિવ પ્રાઇસિંગ, ટિકીટના દરે અને અન્ય ફેસિલીટી ફેરફાર કરી શકે છે. ઉપરાંત બૂલેટ ટ્રેનને લઇને પણ કોઇ મોટી જાહેરાત થઇ શકે છે.
ખાસ વાત છે કે મોદી સરકાર રેલવેમાં ભાડુ વધારી શકે છે. રેલવે પોતાના ઓપરેટિંગ રેશ્યોને સુધારવા માટે અને મુસાફરોને સારી સુવિધાઓ આપવા માટે ભાડુ વધારી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement