(Source: ECI/ABP News/ABP Majha)
Budget 2023: મોદી સરકાર ધનિકો પર રિઝી, ઈન્કમ ટેક્સમાં સીધો 4 ટકાનો કર્યો ઘટાડો
Budget 2023: નાણામંત્રીએ કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે
Union Budget 2023: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કર્યું. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પૂર્ણ બજેટ છે. 2024 લોકસભા ચૂંટણી પહેલા આ બજેટ મહતવ્નું માનવામાં આવે છે.
કેટલી આવક લાગશે કેટલો ટેક્સ
જેમાં તમણે કહ્યું, નાણામંત્રીએ કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી છે અને એક દિવસમાં 72 લાખ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યા છે. કરદાતાની ફરિયાદ નિવારણમાં સુધારો થયો છે અને સામાન્ય IT રિટર્ન ફોર્મ્સ આવશે જે રિટર્ન ફાઇલિંગને સરળ બનાવશે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.
જોકે સૌથી વધુ મોટી રાહત ધનિકોને આપી છે. જે મુજબ જે સૌથી વધુ ટેક્સ ચુકવતા લોકોને રાહત આપવામાં આવી છે. બજેટમાં 42.74 ટકા ટેક્સ ચૂકવતા ધનિકોએ હવે મહત્તમ 39 ટકા ટેક્સ ચુકવવો પડશે. એટલે કે 3.75 ટકાની રાહત આપવામાં આવી છે.
શું સસ્તું થશે
- મોબાઈલ ફોન અને ટીવી
- બાયોગેસ સાથે સંકળાયેલી વસ્તુઓ
- ઈલેક્ટ્રિક વ્હીકલ થશે સસ્તા
- સાયકલ
- કેમેરા લેન્સ
- એલઈડી ટીવી
- રમકડાં
- મોબાઇલ સ્પેર પાર્ટ્સ
શું થશે મોંઘું
- વિદેશી કિચન ચીમની
- સિગરેટ
- ચાંદીના વાસણો
- તમાકુની બનાવટો
- ગોલ્ડ અને પ્લેટિનમ
- ઈમ્પોર્ટડ દરવાજા
બજેટમાં મહિલાઓ માટે શું છે ખાસ
ત રેલ બજેટની જાહેરાત દરમિયાન નાણામંત્રીએ રાષ્ટ્રીય રેલ યોજના 2030ની પણ જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ રેલવેના વિકાસ માટે એક યોજના તૈયાર કરવામાં આવી હતી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ સંસદમાં રજૂ કર્યું. જેમાં રેલવે બજેટ પણ સામેલ છે. કેન્દ્ર સરકારે એક વખત ફરી રેલવેનું બજેટ વધાર્યું છે. નાણામંત્રીએ જણાવ્યું કે,રેલવેને કુલ2.4 લાખ કરોડનું બજેટ ફળવાયું છે. જેમાં તમામ યોજના પર કામ કરાશે. આ અત્યાર સુધીનું રેલેવનું સૌથી મોટું બજેટ છે. વર્ષ 2013-14ની ની તુલનામાં આ બજેટની ફળવાયેલી રકમ 9 ગણી વધારે છે. નાણા મંત્રીએ કહ્યું કે, રેલેવેમાં 100 નવી યોજનાની શરૂઆત થશે. આ સિવાય નવી યોજના માટે 75 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. પ્રાઇવેટ સેક્ટરની મદદથી 100 યોજનાઓની ઓળખ થઈ ચૂકી છે. જેના પર આગળ પણ કામ કરવામાં આવશે.